ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઉનામાં કાર-બાઈકની ટક્કરમાં બે યુવાનોના મો*ત, તો સાપુતારામાં 54 મુસાફરો ભરેલી બસ રિવર્સમાં ધસી; મોટી દુર્ઘટના ટળી!s
Last Updated: 04:05 PM, 4 September 2026
ADVERTISEMENT
સાપુતારામાં અમદાવાદથી પ્રવાસીઓ લઈને પહોંચેલી ખાનગી બસ સાથે અકસ્માતની ઘટના સામે આવી છે. સામગહાન-માલેગામ માર્ગ પર ચઢાણ ચઢતી વખતે બસ એકાએક બંધ પડી ગઈ હતી. બસ બંધ પડ્યા બાદ તે પાછળની તરફ એટલે કે રિવર્સમાં ધસી ગઈ હતી. આ સમયે બસમાં સવાર 54 મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બસ પાછળની તરફ ઝડપથી જતી હોવાથી મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ ઊભી થઈ હતી.
ADVERTISEMENT

જોકે, સદનસીબે બસ ભેખડ સાથે અથડાઈ ગઈ હતી. ભેખડ સાથે બસ અથડાતા બસ આગળ વધતી અટકી ગઈ હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. આ સમગ્ર ઘટનામાં બસમાં સવાર તમામ 54 મુસાફરોનો આબાદ બચાવ થયો છે. અકસ્માતમાં મોટી જાનહાનિ ન થતાં મુસાફરો અને તેમના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ADVERTISEMENT

અમદાવાદથી સાપુતારા ફરવા આવેલા પ્રવાસીઓ માટે આ ઘટનાએ થોડા સમય માટે ચિંતા ઉભી કરી હતી. ચઢાણવાળા રસ્તા પર બસ એકાએક બંધ પડી જતાં બસ રિવર્સમાં ધસી જવાની ઘટનાને કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, બસ ભેખડ સાથે અથડાતા સ્થિતિ કાબૂમાં આવી હતી અને તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા હતા.
ADVERTISEMENT

ADVERTISEMENT
બીજી તરફ ઉના-તુલસીશ્યામ રોડ પર પણ ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. કંસારી ગામ પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ પૂરઝડપે જતી કારે પાછળથી બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બાઈક પર સવાર બંને યુવકોને ગંભીર ઈજા થઈ હતી. અકસ્મતની આ ઘટનામાં બાઈકસવાર બંને યુવકોના મોત થયા છે. અકસ્માત બાદ ઘટના સ્થળે લોકો એકઠા થઈ ગયા હતા. બીજી તરફ અકસ્માત સર્જ્યા બાદ કારચાલક પોતાની કાર ઘટના સ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી.
ADVERTISEMENT
પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને ફરાર કારચાલકને શોધવા માટે તપાસ હાથ ધરી છે. અકસ્માત કેવી રીતે અને કયા સંજોગોમાં થયો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. કારચાલકની ઓળખ અને તેની ભૂમિકા અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. એક તરફ સાપુતારામાં ખાનગી બસ ચઢાણ દરમિયાન અચાનક બંધ પડી રિવર્સમાં ધસી જતાં 54 મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા, પરંતુ ભેખડ સાથે અથડાતા તમામનો આબાદ બચાવ થયો હતો. બીજી તરફ ઉના-તુલસીશ્યામ રોડ પર પૂરઝડપે જતી કારે પાછળથી બાઈકને ટક્કર મારતા બે યુવકોએ જીવ ગુમાવ્યો છે. બંને ઘટનાઓને લઈને પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી અને તપાસ શરૂ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ