ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જન્માષ્ટમીએ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા, અમદાવાદ સહિતના શહેરોમાં બફારો રહેશે!
6 ફોટો ગેલેરી
Last Updated: 08:56 AM, 4 September 2026
1/6
ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશ અને તેની આસપાસ સક્રિય થયેલા વેલ-માર્ક લો-પ્રેશર એરિયા અને તેની સાથે જોડાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ગુજરાતના હવામાન પર જોવા મળી રહી છે. તેના કારણે રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર પાસે આકાર પામેલા સાયક્લોનિક સર્ક્યુલેશનથી સારો વરસાદી માહોલ બનવાની આશા હતી, પરંતુ હવે આ સિસ્ટમ નબળી પડતા રાજ્યમાં સારા વરસાદની શક્યતા ઘટી છે. જોકે હવામાન વિભાગે આજે એટલે કે 4 સપ્ટેમ્બર 2026ના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. સાથે જ કેટલાક શહેરોમાં મહત્તમ તાપમાન 35થી 36 ડિગ્રી સુધી પહોંચી શકે છે અને લઘુત્તમ તાપમાન 24થી 26 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. જેના કારણે વરસાદની સાથે બફારો અને ગરમીનો અનુભવ પણ થઈ શકે છે.
2/6
આજે રાજ્યના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં પણ કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. એટલે આજે પણ રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.
ADVERTISEMENT
3/6
હવે 10થી 13 સપ્ટેમ્બર 2026 દરમિયાનના હવામાનની વાત કરીએ તો નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગના વિવિધ મોડલ્સ મુજબ દરિયાકાંઠા આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળી શકે છે. જોકે મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતા પણ છે. આ સમયગાળા દરમિયાન વલસાડ, નવસારી, સુરત સહિત દક્ષિણ ગુજરાત, અમરેલી, રાજકોટ, ભાવનગર, જામનગર સહિત સૌરાષ્ટ્ર અને અમદાવાદ, વડોદરા, આણંદ સહિત મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ રહી શકે છે. આ ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
4/6
ગુજરાતમાં 4થી 13 સપ્ટેમ્બર દરમિયાન વરસાદની સાથે તાપમાન પણ મહત્વનું રહેશે. નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગના વિવિધ મોડલ્સ અનુસાર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં દિવસનું તાપમાન ઊંચું રહેવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 35થી 36 ડિગ્રી સુધી પહોંચી શકે છે. સામાન્ય રીતે રાજ્યના વિવિધ શહેરોમાં મહત્તમ તાપમાન 30થી 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22થી 26 ડિગ્રી વચ્ચે રહી શકે છે.
ADVERTISEMENT
5/6
હવામાનની પાછળની સિસ્ટમની વાત કરીએ તો ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં વેલ-માર્ક લો-પ્રેશર એરિયા સ્થિર છે અને તેની સાથે જોડાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન દરિયાઈ સપાટીથી 7.6 કિલોમીટર સુધીની ઊંચાઈએ ફેલાયેલું છે. આગામી 24 કલાકમાં આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ દક્ષિણ ઉત્તર પ્રદેશ અને તેની નજીકના ઉત્તર મધ્યપ્રદેશ તરફ આગળ વધે તેવી શક્યતા છે. સાથે જ મોનસૂન ટ્રફ શ્રી ગંગાનગરથી બંગાળની ખાડી સુધી છે. ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રથી દક્ષિણ ગુજરાત, પશ્ચિમ મધ્ય પ્રદેશ થઈને લો-પ્રેશર સિસ્ટમ સાથે જોડાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન સુધી 3.1થી 4.5 કિલોમીટરની ઊંચાઈએ ટ્રફ એટલે કે ભેજવાળા પવનોનો પટ્ટો પણ યથાવત છે. રાજ્યના નીચલા સ્તરે દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. આ બધી સિસ્ટમના કારણે રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદી માહોલ બની શકે છે.
6/6
રાજ્યના મોટા શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને છૂટાછવાયા સ્થળોએ હળવો અથવા ઝરમર વરસાદ થવાની શક્યતા છે. અહીં મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ 27 ડિગ્રી આસપાસ રહી શકે છે. રાજકોટમાં પણ આકાશમાં વાદળો છવાયેલા રહી શકે છે અને ક્યાંક હળવો અથવા ઝરમર વરસાદ થઈ શકે છે. રાજકોટમાં મહત્તમ તાપમાન 35 અને લઘુત્તમ 25 ડિગ્રી રહેવાની શક્યતા છે. સુરતમાં મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ સાથે છૂટાછવાયા સ્થળોએ હળવો કે ઝરમર વરસાદ થઈ શકે છે. અહીં મહત્તમ તાપમાન 32 અને લઘુત્તમ 27 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે વડોદરામાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને કેટલાક સ્થળોએ હળવો અથવા ઝરમર વરસાદ થઈ શકે છે. વડોદરામાં મહત્તમ તાપમાન 34 અને લઘુત્તમ 26 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ