ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / માણેક ચોકમાં સિલિન્ડર બ્લાસ્ટથી દોડધામ, કોમર્શિયલ બિલ્ડિંગની છત પર લાગી આગ

અમદાવાદ / માણેક ચોકમાં સિલિન્ડર બ્લાસ્ટથી દોડધામ, કોમર્શિયલ બિલ્ડિંગની છત પર લાગી આગ

Published By: Nirav Kumar
Reported By: Dipak Solanki

Last Updated: 12:15 AM, 4 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના માણેકચોકની ઘાંચીની પોળમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ બાદ આગ લાગતાં અફરાતફરી મચી હતી. જેમાં ઘટનાસ્થળે ફાયર વિભાગની 6 ગાડીઓ પહોંચી હતી. આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરાઈ હતી.

ADVERTISEMENT

અમદાવાદના સૌથી વ્યસ્ત અને ગીચ વિસ્તારોમાં ગણાતા માણેકચોકમાં ગુરુવારે રાત્રે આગની ઘટના બનતા થોડા સમય માટે ભારે દોડધામ મચી હતી. ઘાંચીની પોળ વિસ્તારમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં આસપાસના લોકોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી.

જેમાં પ્રાથમિક માહિતી પ્રમાણે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ ન કરે તે માટે ફાયર ટીમે ઝડપથી કાર્યવાહી શરૂ કરી હતી.

માણેકચોકનો વિસ્તાર સાંકડા રસ્તા અને મોટી સંખ્યામાં દુકાનો-મકાનોને કારણે પહેલેથી જ સંવેદનશીલ ગણાય છે. આવી સ્થિતિમાં આગની ઘટના બનતા ફાયર વિભાગે કોઈ જોખમ ન લેતાં 6 ફાયર ફાઈટર ઘટનાસ્થળે મોકલ્યા હતા. જેમાં ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચીને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. આ આગ આસપાસના વિસ્તારોમાં ન ફેલાય અને વધુ નુકસાન ન થાય તે માટે પણ જરૂરી તકેદારી રાખવામાં આવી હતી.

માણેકચોક દિવસ-રાત ધમધમતો વિસ્તાર છે અને ઘાંચીની પોળ પણ ગીચ વસાહત ધરાવતો વિસ્તાર હોવાથી આગની ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં સિલિન્ડર બ્લાસ્ટ બાદ આગ લાગી હોવાની માહિતી સામે આવતાં આસપાસના લોકોમાં વધુ ચિંતા ફેલાઈ હતી. જોકે ફાયર વિભાગે સમયસર પહોંચી આગ પર નિયંત્રણ મેળવવા કામગીરી હાથ ધરતાં મોટી દુર્ઘટના ટાળવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

હાલની માહિતી પ્રમાણે આગનું સંભવિત કારણ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે સિલિન્ડર બ્લાસ્ટ કયા સંજોગોમાં થયો અને આગ કેવી રીતે લાગી તે અંગેની સંપૂર્ણ માહિતી તપાસ બાદ જ સામે આવશે. ફાયર વિભાગની ટીમ દ્વારા આગની સ્થિતિ નિયંત્રણમાં લાવવાની સાથે ઘટનાસ્થળનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. ઘટનામાં કેટલું નુકસાન થયું છે તે અંગેની સત્તાવાર વિગતો પણ તપાસ બાદ સ્પષ્ટ થવાની શક્યતા છે.

વધુ વાંચો : અમદાવાદમાં સાવકા પિતાએ 17 વર્ષીય સગીર પુત્રી સાથે દુષ્કર્મ કર્યું, માસીને જાણ કરતાં આરોપીનો ફૂટ્યો ભાંડો

આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા થઈ છે કે નહીં કે જાનહાનિ થઈ છે કે કેમ તે અંગે પ્રાથમિક અહેવાલમાં ઓફીશીયલ વિગતો આપવામાં આવી નથી. આગના કારણે મિલકત કે સામાનને કેટલું નુકસાન થયું છે તે અંગે પણ વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. મહત્વનું એ છે કે ગીચ અને વ્યસ્ત માણેકચોક વિસ્તારમાં ફાયર વિભાગની ટીમે તાત્કાલિક કામગીરી શરૂ કરી હતી જેના કારણે આગને વધુ ફેલાતી અટકાવવાના પ્રયાસો થયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Manekchowk Ghanchini Pol cylinder blast

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ