ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હાશ... 4 દિવસની દહેશત બાદ ઉપરકોટમાં દીપડો પાંજરે પુરાયો, હવે પ્રવાસીઓ માટે કિલ્લો સુરક્ષિત!

ગુજરાત / હાશ... 4 દિવસની દહેશત બાદ ઉપરકોટમાં દીપડો પાંજરે પુરાયો, હવે પ્રવાસીઓ માટે કિલ્લો સુરક્ષિત!

Published By: Nidhi Panchal

Last Updated: 07:51 AM, 4 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં છેલ્લા ચાર દિવસથી દીપડાની દહેશત જોવા મળી રહી હતી. વન વિભાગની સતત મહેનત બાદ હવે દીપડો પાંજરે પુરાતા પ્રવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.

ADVERTISEMENT

જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી દીપડાની દહેશત વચ્ચે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. કિલ્લા વિસ્તારમાં દેખાયેલા દીપડાને પાંજરે પુરવામાં આખરે વન વિભાગને સફળતા મળી છે. દીપડો પાંજરે પુરાતા ઉપરકોટ કિલ્લો હવે પ્રવાસીઓ માટે સુરક્ષિત બન્યો છે. દીપડાની હાજરીના કારણે છેલ્લા ચાર દિવસથી કિલ્લો પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યો હતો, જેના કારણે ફરવા આવતા લોકોને પણ નિરાશ થઈને પરત ફરવું પડતું હતું.

dipdo-2

દીપડાની જાણકારી મળ્યા બાદ વન વિભાગે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. છેલ્લા ચાર દિવસથી વન વિભાગની ટીમો કિલ્લા વિસ્તારમાં સતત નજર રાખી રહી હતી. દીપડાને શોધવા અને તેને કોઈ નુકસાન કર્યા વગર સુરક્ષિત રીતે પકડવા માટે ફિલ્ડ સ્ટાફ, ટ્રેકર ટીમ અને વેટરનરી ટીમ સતત મોનિટરિંગ કરી રહી હતી. ટીમો દ્વારા કિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી હતી અને દીપડાની હિલચાલ કઈ તરફ છે તેના પર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું હતું.

કિલ્લા વિસ્તારમાં એક સાથે 5 પાંજરા ગોઠવવામાં આવ્યા

દીપડાને પકડવા માટે કિલ્લા વિસ્તારમાં એક સાથે 5 પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. વન વિભાગની ટીમ દ્વારા એવી જગ્યાઓ પસંદ કરવામાં આવી હતી જ્યાં દીપડાની અવરજવર જોવા મળી હતી. પાંજરા ગોઠવ્યા બાદ પણ ટીમોનું કામ માત્ર ત્યાં સુધી અટક્યું નહોતું. દીપડાની હિલચાલ પર સતત નજર રાખવા માટે ટ્રેપ કેમેરા પણ લગાવવામાં આવ્યા હતા. આ કેમેરાની મદદથી કિલ્લાના અલગ-અલગ ભાગોમાં દીપડો ક્યાંથી પસાર થાય છે અને કઈ દિશામાં જાય છે તેની માહિતી મેળવવામાં આવી રહી હતી.

વન વિભાગે ટેક્નોલોજીની પણ મદદ લીધી

આ ઉપરાંત વન વિભાગે ટેક્નોલોજીની પણ મદદ લીધી હતી. કિલ્લા વિસ્તારનું થર્મલ ડ્રોનથી સ્કેનિંગ કરવામાં આવ્યું હતું. રાત્રીના સમયે પણ દીપડાની હિલચાલ શોધી શકાય તે માટે થર્મલ ડ્રોનથી સમગ્ર વિસ્તારમાં નજર રાખવામાં આવી હતી. આ રીતે ફિલ્ડ સ્ટાફ, ટ્રેકર ટીમ, વેટરનરી ટીમ, ટ્રેપ કેમેરા અને થર્મલ ડ્રોનની મદદથી દીપડાને પકડવા માટે સતત પ્રયાસો કરવામાં આવ્યા હતા.

છેલ્લા ચાર દિવસથી ઉપરકોટ કિલ્લો બંધ રાખવામાં આવ્યો

દીપડાના આંટાફેરાને કારણે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને છેલ્લા ચાર દિવસથી ઉપરકોટ કિલ્લો બંધ રાખવામાં આવ્યો હતો. કિલ્લો બંધ હોવાના કારણે પ્રવાસીઓ અહીં ફરવા આવી શકતા નહોતા. વન વિભાગની ટીમ માટે પણ આ ઓપરેશન પડકારજનક હતું, કારણ કે દીપડો કિલ્લાના અલગ-અલગ ભાગોમાં હિલચાલ કરતો હતો અને તેને સુરક્ષિત રીતે પાંજરામાં પૂરવો જરૂરી હતો.

આ પણ વાંચો : માણેક ચોકમાં સિલિન્ડર બ્લાસ્ટથી દોડધામ, કોમર્શિયલ બિલ્ડિંગની છત પર લાગી આગ

હવે ચાર દિવસની સતત મહેનત બાદ દીપડો પાંજરે પુરાતા વન વિભાગ અને સ્થાનિક તંત્રને પણ રાહત મળી છે. દીપડાને પાંજરે પૂરવાની સફળતા બાદ ઉપરકોટ કિલ્લો ફરી પ્રવાસીઓ માટે સુરક્ષિત બન્યો છે. આ ઘટનાથી એક તરફ પ્રવાસીઓમાં રહેલો ભય ઓછો થયો છે, તો બીજી તરફ વન વિભાગની સતત કામગીરીને કારણે આખરે ઓપરેશન સફળ રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Forest Department Uparkot Fort Junagadh Leopard

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ