ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / અડાજણમાં મહિલાનો જીવન ટૂંકાવવાનો પ્રયાસ, પોલીસ ગણતરીની મિનિટોમાં પહોંચી, કોન્સ્ટેબલે CPR આપી બચાવ્યો જીવ!

VIDEO / અડાજણમાં મહિલાનો જીવન ટૂંકાવવાનો પ્રયાસ, પોલીસ ગણતરીની મિનિટોમાં પહોંચી, કોન્સ્ટેબલે CPR આપી બચાવ્યો જીવ!

Published By: Vishal Khamar
Reported By: Dhruv Sompura

Last Updated: 05:25 PM, 3 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના અડાજણમાં મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો પોલીસ કંટ્રોલ રૂમને કોલ મળ્યો હતો. જે બાદ પોલીસે કર્મીઓએ તાત્કાલીક દરવાજો તોડી અંદર પ્રવેશ કરી મહિલાને બચાવી લીધી હતી.

ADVERTISEMENT

સુરત: અડાજણ પોલીસની સમયસૂચકતા અને તાત્કાલિક કામગીરીના કારણે એક મહિલાનો જીવ બચી ગયો હતો. મહિલાએ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાની માહિતી પોલીસ કંટ્રોલરૂમને મળતા જ પોલીસની ટીમ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

મહિલાએ પોતાના ઘરમાં આપઘાતનો પ્રયાસ કર્યો

મળતી માહિતી મુજબ, અડાજણ વિસ્તારમાં એક મહિલા પોતાના ઘરમાં આપઘાત કરવાનો પ્રયાસ કરી રહી હોવાનો કોલ પોલીસ કંટ્રોલરૂમને મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અડાજણ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ હતી.

પોલીસ પહોંચી જતાં મોટી દુર્ઘટના ટળી

પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે મહિલાએ ઘરના અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો અને ગળેફાંસો ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કરી રહી હતી. પરિસ્થિતિની ગંભીરતા સમજી પોલીસે કોઈપણ પ્રકારનો વિલંબ કર્યા વિના દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. પોલીસકર્મીઓએ તાત્કાલિક મહિલાને ગળેફાંસામાંથી બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો. સમયસર પોલીસ પહોંચી જતાં મોટી દુર્ઘટના ટળી હતી.

આ પણ વાંચોઃ ડ્રેનેજથી ત્રસ્ત પાટણના લોકોનો હાઈવે પર ચક્કાજામ, MLA સહિત સ્થાનિકો રસ્તા પર ઉતરતાં વાહનોની લાંબી કતારો!

પોલીસની સમય સૂચકતાના કારણે મહિલાનો જીવ બચ્યો

અડાજણ પોલીસની ઝડપી કાર્યવાહી અને સમયસૂચકતાના કારણે મહિલાનો જીવ બચી શક્યો હતો. પોલીસની આ કામગીરીની સ્થાનિક સ્તરે પ્રશંસા થઈ રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Adajan Police woman suicide attempt Surat Police

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ