ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં APK ફાઈલથી મોબાઈલ હેક કરી 6.31 લાખ ઉપાડી લીધાં, મોબાઈલમાં આવી ફાઈલ આવે તો ઓપન ન કરતાં
Last Updated: 05:07 PM, 3 September 2026
ADVERTISEMENT
સુરતમાં APK ફાઈલ મોકલી 6 લાખની છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોબાઈલ હેક કર્યા બાદ બેંક એકાઉન્ટમાંથી ફરિયાદીની જાણ બહાર 8 જેટલા ટ્રાન્જેક્શન કરવામાં આવ્યાં હતા. સાયબર ક્રાઇમ સેલે ભેસ્તાનમાંથી આરોપી દીન મોહમદ શેખની ધરપકડ કરી છે. આરોપી ક્રેડિટ કાર્ડ બિલ સેટલમેન્ટના નામે 10% કમિશન લેતો હતો અને બાકીની રકમ સહઆરોપીને મોકલતો હતો.
ADVERTISEMENT
પોલીસે શું કરી અપીલ?
પોલીસે લોકોને APK ફાઈલ ડાઉનલોડ ન કરવાની અપીલ કરી છે. સાયબર ફ્રોડનો ભોગ બન્યા હોય તો તાત્કાલિક 1930 પર ફરિયાદ કરવાની પણ અપીલ કરી છે.
ADVERTISEMENT
પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી
ADVERTISEMENT
મોબાઈલમાં શંકાસ્પદ APK ફાઈલ મોકલીને તેના આધારે બેંક ખાતામાંથી મોટી રકમ ચોરી લેવાના આ સમગ્ર બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે. સુરત સાયબર ક્રાઈમ સેલે આરોપી સામે ગુનો નોંધી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત આ કૌભાંડમાં સંકળાયેલા અન્ય મુખ્ય સાયબર માફિયાઓ અને ગેંગના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.