ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / પાકિસ્તાનનું F-16 તોડી પાડનારા અભિનંદન હવે Fly91ના પાયલટ ? ભારતીય વાયુસેના બાદ શરૂ કરી નવી ઉડાન!

નેશનલ / પાકિસ્તાનનું F-16 તોડી પાડનારા અભિનંદન હવે Fly91ના પાયલટ ? ભારતીય વાયુસેના બાદ શરૂ કરી નવી ઉડાન!

Published By: Jinal Chauhan

Last Updated: 08:40 AM, 3 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય વાયુસેનાના પૂર્વ ગ્રુપ કેપ્ટન અને વિર ચક્ર વિજેતા અભિનંદન વર્ધમાન હવે નવી ભૂમિકામાં જોવા મળશે. 2019માં પાકિસ્તાનનું F-16 ફાઇટર જેટ તોડી પાડીને દેશભરમાં ચર્ચામાં આવેલા અભિનંદને હવે ભારતીય વાયુસેનામાંથી વિદાય લીધી છે.

ADVERTISEMENT

2019માં પાકિસ્તાનનું F-16 તોડી પાડીને દેશભરમાં છવાયેલા અભિનંદન વર્ધમાન હવે નવી ભૂમિકામાં જોવા મળશે.ભારતીય વાયુસેનામાંથી વિદાય લીધા બાદ તેઓ હવે Fly91 સાથે કમર્શિયલ પાઇલટ તરીકે નવી આસમાની ઉડાન ભરવા તૈયાર છે. અહેવાલો અનુસાર અભિનંદન વર્ધમાન હવે ગોવા સ્થિત ખાનગી એરલાઇન Fly91 સાથે જોડાયા છે. તેઓ અહીં કમર્શિયલ પાઇલટ તરીકે પોતાની નવી કારકિર્દીની શરૂઆત કરી રહ્યા છે અને હાલમાં એરલાઇન પાઇલટ તરીકેની તાલીમ લઈ રહ્યા છે. સૈન્યના ફાઇટર પાઇલટથી કમર્શિયલ પાઇલટ સુધીની તેમની આ નવી સફર ફરી એકવાર ચર્ચામાં આવી છે.

અભિનંદન વર્ધમાનની નવી ઉડાન

વિર ચક્રથી સન્માનિત અભિનંદન વર્ધમાન ઓગસ્ટમાં ગોવા સ્થિત Fly91 સાથે પાઇલટ તરીકે જોડાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ભારતીય વાયુસેનામાં વર્ષો સુધી સેવા આપ્યા બાદ હવે તેઓ સિવિલ એવિએશન ક્ષેત્રમાં પોતાની નવી પારી શરૂ કરી રહ્યા છે.અભિનંદન હાલમાં કમર્શિયલ એરલાઇન પાઇલટ તરીકે જરૂરી તાલીમ મેળવી રહ્યા છે. તેમની નવી જવાબદારી અને એરલાઇનમાં ચોક્કસ ભૂમિકા અંગે વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી. Fly91ના પ્રવક્તાએ પણ કર્મચારીઓની વ્યક્તિગત માહિતી ખાનગી બાબત હોવાનું કહીને આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

Abhinandan Varthaman (1)

કઈ એરલાઇન સાથે જોડાયા અભિનંદન?

અભિનંદન વર્ધમાન ગોવા સ્થિત ખાનગી એરલાઇન Fly91 સાથે જોડાયા હોવાનું સામે આવ્યું છે. Fly91એ માર્ચ 2024માં પોતાની કોમર્શિયલ કામગીરી શરૂ કરી હતી. એરલાઇન ATR 72-600 વિમાનો સાથે પેસેન્જર ફ્લાઇટ્સનું સંચાલન કરે છે.હાલમાં Fly91ના કાફલામાં છ ATR 72-600 વિમાન હોવાનું જણાવાયું છે. એરલાઇનના બે ઓપરેશનલ સેન્ટર ગોવા અને હૈદરાબાદમાં છે. જોકે અભિનંદન કઈ ચોક્કસ ફ્લાઇટ અથવા રૂટ પર પાઇલટ તરીકે કામગીરી કરશે તેની માહિતી હાલ સામે આવી નથી.

2019માં પાકિસ્તાનનું F-16 તોડી પાડ્યું હતું

અભિનંદન વર્ધમાનનું નામ 27 ફેબ્રુઆરી 2019ની ભારત-પાકિસ્તાન હવાઈ અથડામણ બાદ સમગ્ર દેશમાં જાણીતું બન્યું હતું. તે સમયે તેઓ ભારતીય વાયુસેનામાં વિંગ કમાન્ડર હતા અને MiG-21 Bison સ્ક્વોડ્રનમાં તૈનાત હતા.શ્રીનગર એરફોર્સ સ્ટેશન પર ઓપરેશનલ રેડીનેસ પ્લેટફોર્મની ડ્યૂટી દરમિયાન પાકિસ્તાની વાયુસેનાના અનેક ફાઇટર જેટ્સ LoC તરફ આગળ વધી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી અભિનંદનને તેમને રોકવા માટે મોકલવામાં આવ્યા હતા. હવામાં થયેલી અથડામણ દરમિયાન તેમણે પાકિસ્તાની F-16ને નિશાન બનાવ્યું હતું.

vtv app promotion

આ પણ વાંચોઃ 'ઓપરેશન સિંદૂર'ના નાયકને મળી રામ મંદિરની કમાન, જાણો કોણ? 3 નવા ટ્રસ્ટીઓની પણ નિમણૂંક

મિસાઈલની ઝપેટમાં આવ્યું હતું અભિનંદનનું વિમાન

પાકિસ્તાની ફાઇટર જેટનો પીછો કરતી વખતે અભિનંદનના MiG-21 Bison પર પણ મિસાઈલથી હુમલો થયો હતો. એક મિસાઈલ તેમના વિમાન સાથે અથડાતાં વિમાનને ભારે નુકસાન થયું હતું. ત્યારબાદ અભિનંદને પોતાના વિમાનમાંથી ઇજેક્ટ કરવું પડ્યું હતું.પેરાશૂટની મદદથી તેઓ પાકિસ્તાની વિસ્તારમાં ઉતર્યા હતા. ત્યારબાદ પાકિસ્તાની સેનાએ તેમને કસ્ટડીમાં લીધા હતા. આ ઘટનાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે તણાવ ઊભો કર્યો હતો અને અભિનંદનની સુરક્ષિત વાપસી માટે ભારત તરફથી સતત દબાણ કરવામાં આવ્યું હતું.

લગભગ 60 કલાક પાકિસ્તાનની કસ્ટડીમાં રહ્યા

પાકિસ્તાની સેનાની કસ્ટડીમાં અભિનંદન લગભગ 60 કલાક રહ્યા હતા. આખી દુનિયાની નજર તેમની વાપસી પર હતી. અંતે 1 માર્ચ 2019ના રોજ પાકિસ્તાને તેમને ભારત પરત મોકલ્યા હતા.ભારત પરત ફર્યા બાદ અભિનંદન દેશભરમાં હિંમત અને શૌર્યના પ્રતીક બની ગયા હતા. તેમની બહાદુરીની દેશભરમાં પ્રશંસા થઈ હતી. તેમની વાપસી સમયે વાઘા-અટારી બોર્ડર પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

2021માં મળ્યો વિર ચક્ર

અભિનંદન વર્ધમાનને તેમની બહાદુરી માટે વર્ષ 2021માં વિર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિર ચક્ર યુદ્ધકાળમાં આપવામાં આવતું ભારતનું ત્રીજું સર્વોચ્ચ શૌર્ય પુરસ્કાર છે.પુરસ્કારના પ્રશસ્તિપત્રમાં હવાઈ અથડામણ દરમિયાન ફરજ પ્રત્યે અસાધારણ સમર્પણ અને સાહસ દર્શાવવા બદલ તેમને સન્માનિત કરવામાં આવ્યા હોવાનું જણાવાયું હતું. 2019ની હવાઈ અથડામણમાં જોખમી પરિસ્થિતિ હોવા છતાં તેમણે દુશ્મનના વિમાન સામે કાર્યવાહી કરી હતી.

હવે ફાઇટર જેટ નહીં પરંતુ પેસેન્જર વિમાનની કમાન

અભિનંદન વર્ધમાનની નવી કારકિર્દી ખાસ એટલા માટે પણ ચર્ચામાં છે કારણ કે તેઓ હવે ફાઇટર જેટના બદલે કમર્શિયલ એરક્રાફ્ટ ઉડાડવાની દિશામાં આગળ વધી રહ્યા છે. ભારતીય વાયુસેનામાં ફાઇટર પાઇલટ તરીકે મેળવેલો તેમનો અનુભવ હવે સિવિલ એવિએશનમાં કામ આવશે.2019માં MiG-21માં પાકિસ્તાનના F-16 સામે હવાઈ મુકાબલો કરનાર અભિનંદન હવે Fly91 સાથે નવી આસમાની ઉડાન માટે તૈયાર થઈ રહ્યા છે. દેશના હીરો તરીકે ઓળખાતા અભિનંદનની આ નવી પારી કેવી રહેશે તેના પર હવે સૌની નજર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Fly91 Pilot Abhinandan Varthaman Indian Air Force

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ