ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બનાસકાંઠાના હડાદમાં ‘લૂંટેરી દુલ્હન’ ગેંગ ઝડપાઈ, 7 આરોપી ઝડપાયા

કાર્યવાહી / બનાસકાંઠાના હડાદમાં ‘લૂંટેરી દુલ્હન’ ગેંગ ઝડપાઈ, 7 આરોપી ઝડપાયા

Published By: Vishal Khamar
Reported By: Akshay Bhatt

Last Updated: 07:51 PM, 2 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાના હડાદમાં લગ્નની લાલચ આપી યુવક પાસેથી ₹1.50 લાખ અને ચાંદીનું મંગળસૂત્ર પડાવનાર ‘લૂંટેરી દુલ્હન’ ગેંગનો પર્દાફાશ થયો છે. પોલીસે દુલ્હન સહિત 7 આરોપીની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે.

ADVERTISEMENT

બનાસકાંઠા: હડાદમાં લગ્ન કરાવવાની લાલચ આપી યુવક સાથે છેતરપિંડી કરનારી કથિત ઠગ ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. યુવક પાસેથી રોકડા ₹1.50 લાખ તથા ચાંદીનું મંગળસૂત્ર પડાવી લીધા બાદ તેને માર મારી ધમકાવી ભગાડી મૂક્યાનો આરોપ છે. હડાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી દુલ્હન સહિત કુલ 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે.

કન્યા બતાવી ચાંદલા વિધિ કરાવ્યાનો આરોપ

પોલીસના જણાવ્યા મુજબ, ટોળકીએ યુવકને લગ્ન માટે કન્યા બતાવી હતી. ત્યારબાદ લગ્નની વાત આગળ વધારી કથિત રીતે ચાંદલા વિધિ પણ કરાવવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન યુવક પાસેથી ₹1.50 લાખ રોકડા અને ચાંદીનું મંગળસૂત્ર લેવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે.

પૈસા લીધા બાદ યુવકને માર મારી ભગાડ્યો

આરોપ છે કે રકમ અને મંગળસૂત્ર પડાવ્યા બાદ યુવક સાથે મારપીટ કરવામાં આવી હતી. તેને ધમકી આપી ત્યાંથી ભગાડી મૂકવામાં આવ્યો હોવાની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.

ટેકનિકલ સર્વેલન્સથી ટોળકી સુધી પહોંચી પોલીસ

હડાદ પોલીસે સમગ્ર મામલે ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય તપાસના આધારે કથિત ઠગ ટોળકીની કડી મેળવી હતી. તપાસ બાદ દુલ્હન સહિત કુલ 7 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. જેમાં દુલ્હન ઉપરાંત બે કથિત દલાલની પણ ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ અહીં પડશે વરસાદ, સપ્ટેમ્બરમાં આ વિસ્તારમાં મેઘો કરશે તાંડવ

ઠગાઈનો મુદ્દામાલ કબજે

પોલીસે આરોપીઓ પાસેથી ઠગાઈના કેસ સાથે સંકળાયેલો તમામ મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Banaskantha Looteri Dulhan Gang Hadad Police Looteri Dulhan

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ