ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં બ્રિજ પર બિલ્ડરની ઘાતકી હત્યા, 4 શખ્સોએ છરીના 19 ઘા માર્યાં, આંતરડા બહાર આવ્યાં
Last Updated: 11:39 AM, 2 September 2026
ADVERTISEMENT
સુરતના ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર સોમવારે મોડી રાત્રે જાણીતા જમીન દલાલ અને બિલ્ડર 55 વર્ષીય ફૈસલ ઉર્ફે માંજરા હસન ફત્તાની ચાર શખસોએ પીછો કરીને જાહેરમાં છરીના 19 ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. આ ઘટના બાદ શહેરમાં ચકચાર મચી છે. હુમલામાં ફૈસલના આંતરડા બહાર આવી ગયા અને આસપાસ લોહીની નદી વહી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા.
ADVERTISEMENT
બ્રિજ પર મોકો મળતાં જ આરોપીઓએ બિલ્ડરની કરી હત્યા
હત્યારાઓ ફૈસલનો પીછો કરીને બ્રિજ પર મોકો મળતાં જ આરોપીઓએ ફૈસલને ઘેરી પતાવી દીધો હતો. બાદમાં બે મોપેડ પર સવાર ચાર આરોપીઓ રોંગ સાઇડ પરથી પંડોળ તરફ નાસી છૂટ્યા હતા.
ADVERTISEMENT
વધુ વાંચો : 'ટેક્સ' વધારા બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ બહાર પડી ગયા, જાણો તમારા શહેરના ભાવ
કોણ છે હત્યારા?
ADVERTISEMENT
CCTV ફૂટેજમાં દેખાતી મોપેડના નંબરના આધારે ચોકબજાર પોલીસે બે આરોપીઓની ઓળખ કરી લીધી છે. ભાઠેના વિસ્તારમાં રહેતા વસીમ અને અભિષેક આ હત્યામાં સામેલ હોવાનું સામે આવ્યું છે. મોપેડના આધારે પોલીસ અભિષેકના સંબંધીના ઘરે પહોંચી હતી, જ્યાંથી ખુલાસો થયો હતો કે આ વાહન અભિષેક જ લઈ ગયો હતો.
સોપારી અપાયાની શંકા
ADVERTISEMENT
પોલીસને જમીન વિવાદ અથવા નાણાકીય લેતીદેતીમાં સોપારી આપીને આ હત્યા કરાવાઈ હોવાની શંકા છે. મૃતક ફૈસલ ફત્તા જમીન દલાલી અને કન્સ્ટ્રક્શન ઉપરાંત ક્રિપ્ટોકરન્સીનો મોટો વેપાર કરતો હતો અને તેનું દુબઈ અવારનવાર આવવા-જવાનું રહેતું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો