ન્યૂઝ અપડેટ્સ
11 ફોટો ગેલેરી
Last Updated: 07:37 AM, 2 September 2026
1/11
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થઈ શકે છે. બીજી તરફ વિવિધ હવામાન મોડલ્સ અનુસાર 11 સપ્ટેમ્બર સુધી પણ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. જોકે વરસાદની સાથે ગરમી અને બફારાનો અનુભવ પણ થઈ શકે છે.
2/11
2 સપ્ટેમ્બર 2026ના રોજ વલસાડ, ડાંગ, નવસારી, તાપી અને સુરત ઉપરાંત છોટા ઉદેપુર તથા નર્મદા જિલ્લામાં કેટલાક સ્થળોએ વરસાદની શક્યતા છે. આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે.આ ઉપરાંત મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને વાવ-થરાદમાં પણ કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
ADVERTISEMENT
3/11
3થી 7 સપ્ટેમ્બર 2026 દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. વાવ-થરાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર અને અમદાવાદમાં કેટલાક સ્થળોએ વરસાદ થવાની શક્યતા છે.આ ઉપરાંત આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ કેટલાક સ્થળોએ વરસાદ પડી શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
4/11
નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગના વિવિધ મોડલ્સ અનુસાર 8થી 11 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પણ થઈ શકે છે.વલસાડ, નવસારી, ડાંગ, તાપી, ગીર સોમનાથ, અમરેલી, સુરત, ભરૂચ, નર્મદા, ભાવનગર, બોટાદ અને રાજકોટમાં વરસાદી ઝાપટાંની શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદ, વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લી, કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા સહિતના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે.
ADVERTISEMENT
5/11
રાજ્યમાં વરસાદની શક્યતા હોવા છતાં આગામી દિવસોમાં ગરમી અને બફારાથી સંપૂર્ણ રાહત મળવાની શક્યતા ઓછી છે. વિવિધ હવામાન મોડલ્સ અનુસાર 11 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં તાપમાનનો પારો ઊંચો રહી શકે છે.રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 30થી 36 ડિગ્રી અથવા તેનાથી વધુ રહી શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 24થી 26 ડિગ્રી અથવા તેનાથી વધુ નોંધાઈ શકે છે. વરસાદી માહોલ વચ્ચે ભેજનું પ્રમાણ વધતા બફારો પણ લોકોને પરેશાન કરી શકે છે.
6/11
ADVERTISEMENT
7/11
8/11
ADVERTISEMENT
9/11
10/11
ગઇકાલે અમદાવાદમાં મહત્તમ 35 ડિગ્રી અને લઘુત્તમ 26.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ડીસામાં મહત્તમ 33.5 અને લઘુત્તમ 25.5 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં મહત્તમ 32.2 અને લઘુત્તમ 26 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વી.વી. નગરમાં મહત્તમ 33.7 અને લઘુત્તમ 25.2 ડિગ્રી જ્યારે વડોદરામાં 34.6 અને 25.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.સુરતમાં મહત્તમ 32 અને લઘુત્તમ 24.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ભુજમાં 34 અને 26.6 ડિગ્રી જ્યારે નલિયામાં 32.6 અને 26.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કંડલા પોર્ટમાં મહત્તમ 33.5 અને લઘુત્તમ 26.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.અમરેલીમાં મહત્તમ 33.9 અને લઘુત્તમ 24 ડિગ્રી જ્યારે ભાવનગરમાં રાજ્યનું સૌથી વધુ મહત્તમ 36.2 ડિગ્રી અને લઘુત્તમ 25.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દ્વારકામાં મહત્તમ 30.2 અને લઘુત્તમ 25.5 ડિગ્રી જ્યારે ઓખામાં 31.9 અને 25.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.પોરબંદરમાં મહત્તમ 32.5 અને લઘુત્તમ 26.5 ડિગ્રી જ્યારે રાજકોટમાં 34.3 અને 25.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વેરાવળમાં મહત્તમ 31.3 અને લઘુત્તમ 26.6 ડિગ્રી જ્યારે સુરેન્દ્રનગરમાં 33.3 અને 26.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મહુવામાં 33.2 અને 25.3 ડિગ્રી જ્યારે કેશોદમાં મહત્તમ 33 અને લઘુત્તમ 26.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ADVERTISEMENT
11/11
હવામાન વિભાગે સપ્ટેમ્બર મહિનામાં ગુજરાત સહિત દેશમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. ઓગસ્ટ દરમિયાન પણ અપેક્ષા પ્રમાણે વરસાદ ન થતાં હવે સપ્ટેમ્બરમાં પણ સારા વરસાદની આશા ઓછી જોવા મળી રહી છે. જોકે આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની આગાહી છે.ખેડૂતો માટે આગામી દિવસોમાં વરસાદનું વિતરણ મહત્વનું રહેશે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થાય તો રાહત મળી શકે છે પરંતુ સમગ્ર ગુજરાતમાં એકસમાન સારો વરસાદ થાય તેવી સ્થિતિ હાલમાં દેખાઈ રહી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ