ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / દીકરાની સરકારી નોકરી માટે પિતાએ અમિતાભ બચ્ચન સામે કરી ભાવુક અપીલ, કહ્યું- ‘જિંદગીભર દુઆ આપીશું’, Big B પણ થયા ભાવુક
Last Updated: 02:53 PM, 30 August 2026
ADVERTISEMENT
અમિતાભ બચ્ચનના શો કૌન બનેગા કરોડપતિ 18માં એક એવો ભાવુક ક્ષણ જોવા મળ્યો જેણે દર્શકોની આંખો ભીની કરી દીધી. મહારાષ્ટ્રના વાશિમના વિશાલ પ્રેમચંદ્ર રાઠોડના પિતાએ પોતાના દીકરા માટે નોકરીની વિનંતી કરી હતી. વિશાલ છેલ્લા ત્રણ વર્ષથી MPSCની તૈયારી કરી રહ્યા છે. સરકારી નોકરી મેળવવાનું તેમનું સપનું છે પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ તેમના માટે મોટો પડકાર બની રહી છે.
ADVERTISEMENT
25 ઓગસ્ટે પ્રસારિત થયેલા KBC 18ના એપિસોડમાં વિશાલની સંઘર્ષભરી કહાની સામે આવી હતી. રમત પૂરી થયા બાદ વિશાલના પિતા સ્ટુડિયોમાં ભાવુક થઈ ગયા હતા. તેમણે હાથ જોડીને પોતાના દીકરા માટે કોઈ નાની-મોટી નોકરી અપાવવાની વિનંતી કરી હતી. વિશાલના પિતાએ કહ્યું કે તેમના પરિવારમાં બે દીકરીઓ છે અને તેમની પત્ની પણ બીમાર રહે છે. પરિવારની હાલત સારી નથી. તેમણે કહ્યું કે જો તેમના દીકરાને કોઈ નાની નોકરી મળી જાય તો તેમનું જીવન સરળ બની શકે છે અને તેઓ જીવનભર મદદ કરનાર વ્યક્તિ માટે પ્રાર્થના કરશે.
ADVERTISEMENT
પિતાની વાત સાંભળીને અમિતાભ બચ્ચન પણ ભાવુક થઈ ગયા હતા. તેમણે વિશાલના પિતાની સાથે હાથ જોડીને તેમના દીકરા માટે નોકરીની અપીલ કરી હતી. બચ્ચને વિશાલને કહ્યું કે તેની કહાની અને સંઘર્ષે તેમના દિલને સ્પર્શ કર્યો છે. આ દરમિયાન શોમાં વિશાલની પરિવાર માટેની મહેનત પણ દર્શાવવામાં આવી હતી. આર્થિક મુશ્કેલીઓ વચ્ચે પણ તે પોતાના સરકારી નોકરીના સપનાને છોડવા તૈયાર નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT
વિશાલે જણાવ્યું કે તે છેલ્લા ત્રણ વર્ષથી MPSCની તૈયારી કરી રહ્યો છે. પરંતુ અભ્યાસની સાથે પરિવારની આર્થિક જરૂરિયાતો પૂરી કરવા માટે તે પોતાના પિતા સાથે રોજ મજૂરીનું કામ શોધવા માટે જાય છે. વિશાલની માતા પણ પરિવારને મદદ કરવા માટે કેન્ટીનમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરે છે. પરિવારની આવી સ્થિતિ વચ્ચે પણ વિશાલ સરકારી નોકરી મેળવવા માટે સતત મહેનત કરી રહ્યો છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ માત્ર ₹2 કરોડના બજેટમાં બનેલી ‘હનુમાન અંશ’એ બોક્સ ઓફિસ પર મચાવ્યો ધમાલ, કમાણી ₹12 કરોડ પાર
ADVERTISEMENT
વિશાલે KBC 18માં પોતાની સમજદારી અને જ્ઞાનના આધારે 25 લાખ રૂપિયાની રકમ જીતી હતી. જોકે તેમના માટે આ જીત માત્ર પૈસાની નહોતી. તેઓ આર્થિક મુશ્કેલીઓમાંથી બહાર આવીને પોતાના પરિવારને સારું જીવન આપવા માંગે છે. વિશાલની કહાની સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર પણ લોકો ભાવુક થયા હતા. ઘણા યુઝર્સે વિશાલને નોકરી મળે તે માટે મદદ કરવાની અપીલ કરી હતી. આ એપિસોડે સરકારી નોકરી માટે સંઘર્ષ કરતા અનેક યુવાનોની મુશ્કેલીઓ તરફ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ