ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / મોંઘવારી ભથ્થા પર કેબિનેટ બેઠકમાં લેવાઈ શકે મોટો નિર્ણય, સૌ કોઈની નજર 21 ઓક્ટોબર પર

નેશનલ / મોંઘવારી ભથ્થા પર કેબિનેટ બેઠકમાં લેવાઈ શકે મોટો નિર્ણય, સૌ કોઈની નજર 21 ઓક્ટોબર પર

Published By: Ajitsinh Jadeja

Last Updated: 02:25 PM, 18 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

DA Hike News: ડીએ વધારા અંગે કેન્દ્ર સરકારના કર્મચારીઓમાં ઉત્સુકતા વધી રહી છે. જોકે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. 21 ઓક્ટોબરે કેબિનેટની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.

ADVERTISEMENT

કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો જુલાઈ 2026 થી અમલમાં આવતા મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR) માં વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કેન્દ્ર સરકારે 14 ઓક્ટોબરની કેબિનેટ બેઠકમાં કોઈ વધારાની જાહેરાત કરી ન હતી, જેના કારણે કર્મચારીઓ માટે રાહ થોડી લાંબી થઈ ગઈ છે.

જોકે કેબિનેટે તાજેતરમાં જ તમામ રેલ્વે કર્મચારીઓ માટે પર્ફોર્મન્સ-લિંક્ડ બોનસ (PLB) એટલે વાર્ષિક બોનસની જાહેરાત કરી હતી, પરંતુ ડીએ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

ક્યારે મળશે ગુડ ન્યૂઝ?

કર્મચારીઓને આશા છે કે દશેરા પછી તેમને આ મુદ્દે કોઈ સારા સમાચાર મળશે. આગામી કેબિનેટ બેઠક 21 ઓક્ટોબર 2026 ના છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સરકાર દશેરા પછી તરત જ યોજાનારી આ બેઠકમાં ડીએ વધારાને સત્તાવાર રીતે મંજૂરી આપી શકે છે. જોકે એ નોંધવું મહત્વપૂર્ણ છે કે સરકારે હજુ સુધી સત્તાવાર રીતે જાહેરાતની તારીખની પુષ્ટિ કરી નથી.

ઉદાહરણ તરીકે છેલ્લે ડીએ વધારાનો ખુલાસો શનિવાર 18 એપ્રિલના કરવામાં આવ્યો હતો. તે પહેલાં કેબિનેટની બેઠક પછી બુધવાર 1 ઓક્ટોબર 2025 ના રોજ તેની જાહેરાત કરવામાં આવી હતી. તે પહેલાં પણ શનિવાર 28 માર્ચ, 2025 ના રોજ સરકારે જાન્યુઆરી 2025 માટે ડીએ વધારાની જાહેરાત કરી હતી. તેથી, 21 ઓક્ટોબરના યોજાનારી આગામી બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ અયોગ્ય / VIDEO : ગરબામાં જ ભાજપ નેતાએ છોકરીને માર્યો ધક્કો, વીડિયો વાયરલ, FIR દાખલ કરાઈ

કેટલો વધારો અપેક્ષિત છે?

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ડીએ હાલમાં મૂળ પગારના 60% છે. આ ભથ્થાની વર્ષમાં બે વાર સમીક્ષા કરવામાં આવે છે. સામાન્ય રીતે તે જાન્યુઆરી અને જુલાઈ વચ્ચે કામદારોને મોઘવારીનો સામનો કરવામાં, તેમની ખરીદ શક્તિ વધારવા અને તેમના જીવનધોરણમાં સુધારો કરવામાં મદદ કરવા માટે લાગુ કરવામાં આવે છે. આ વર્ષે AICPI-IW (ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રિયલ વર્કર્સ) ડેટાના આધારે DAમાં 3 થી 4 ટકાનો વધારો થવાનો અંદાજ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

DA Hike Employees DA Hike News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ