ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ચોમાસાની વિદાય બાદ પણ રાજ્યના આ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની શક્યતા, વાંચો આગાહી

photo-story

6 ફોટો ગેલેરી

ગુજરાત / ચોમાસાની વિદાય બાદ પણ રાજ્યના આ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની શક્યતા, વાંચો આગાહી

Last Updated: 11:02 AM, 18 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાય છતાં હવામાન વિભાગે ગુજરાતના નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી છે.

1/6

photoStories-logo

1. ચોમાસાની વિદાય બાદ પણ રાજ્યના આ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની શક્યતા, વાંચો આગાહી

દેશભરમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લઈ લીધી છે, તેમ છતાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવેલી તાજી આગાહી મુજબ, આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ચોક્કસ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડે તેવા સંકેતો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ક્યાં પડી શકે છે વરસાદ?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લાઓ ઉપરાંત સંઘપ્રદેશ દમણ તથા દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી પ્રવૃત્તિ નોંધાઈ શકે છે. આ તરફ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ મેઘમહેર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.બીજી તરફ, ઉત્તર ગુજરાત, કચ્છ, દીવ અને દક્ષિણ ગુજરાતના બાકીના મોટાભાગના વિસ્તારોમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાનું અનુમાન છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નહિવત્

હવામાન નિષ્ણાતોના મતે, આગામી સાત દિવસ દરમિયાન રાજ્યભરમાં મહત્તમ (દિવસે) અને લઘુત્તમ (રાત્રે) તાપમાનમાં કોઈ મોટો ઉતાર-ચઢાવ જોવા નહીં મળે. વરસાદની પૃષ્ઠભૂમિ વચ્ચે પણ સમગ્ર રાજ્યમાં તાપમાનનો પારો લગભગ સ્થિર જળવાઈ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. દક્ષિણ ભારતમાં 'પાછા ફરતા ચોમાસા'નો પ્રારંભ

મુખ્ય ચોમાસું પૂરું થતાં જ દેશના દક્ષિણ ભાગોમાં ઉત્તર-પૂર્વીય ચોમાસું (નવેમ્બર-ડિસેમ્બરનું પાછા ફરતું ચોમાસું) સક્રિય બન્યું છે. જેના કારણે તમિલનાડુ, પુડુચેરી, આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો, કેરળ અને કર્ણાટકના આંતરિક ભાગોમાં ૨૧ ઑક્ટોબર સુધી ભારે વરસાદનો સ્પેલ ચાલુ રહેવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. દેશમાં ચોમાસાની એકંદર સ્થિતિ

આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની સીઝનમાં દેશભરમાં કુલ 759.4 મિમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય સરેરાશ (868.6 મિમી) કરતાં 12.6 ટકા ઓછો છે. હવામાન નિષ્ણાતો આ ઘટ પાછળ પેસિફિક મહાસાગરમાં સક્રિય થયેલી 'અલ નીનો' (El Niño) ની સ્થિતિને મુખ્ય કારણ માની રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. શિયાળાના આગમનના સ્પષ્ટ ચિહ્નો

બીજી તરફ, ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થયેલી તાજી હિમવર્ષા અને દિલ્હી-એનસીઆરમાં પડેલા વરસાદના કારણે ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં તાપમાનમાં 7 ડિગ્રી સુધીનો કડાકો બોલી ગયો છે, જે શિયાળાના આગમનની સ્પષ્ટ ચિહ્નો દર્શાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

RainForecast GujaratWeather IMDUpdate
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ