ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરનારાઓને જલસો, 6 વર્ષમાં 192%થી વધુ રિટર્ન, RBIએ જાહેર કરી પ્રીમેચ્યોર રિડેમ્પશનની કિંમત
6 ફોટો ગેલેરી
Last Updated: 06:55 PM, 17 October 2026
1/6
2/6
આ બોન્ડ 20 ઓક્ટોબર 2020ના રોજ ઈશ્યુ થયું હતું. ત્યારે ઓનલાઈન અરજી કરનારા રોકાણકારો માટે તેની ઇશ્યુ કિંમત પ્રતિ ગ્રામ 5001 રૂપિયા હતી. હવે પ્રીમેચ્યોર રિડેમ્પશન માટે કિંમત પ્રતિ યુનિટ 14,614 રૂપિયા નક્કી કરવામાં આવી છે. એટલે કે રોકાણકારોને પ્રતિ ગ્રામ 9613 રૂપિયાનો નફો થશે.
ADVERTISEMENT
3/6
6 વર્ષની અવધિમાં આ લગભગ 192 ટકાથી વધુનું વળતર છે. જો કોઈએ આ બોન્ડમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો રિડેમ્પશન વખતે તેની કિંમત લગભગ 2.92 લાખ રૂપિયા થઈ શકે છે. આમાં હોલ્ડિંગ પીરિયડ દરમિયાન મળેલું વ્યાજ શામેલ નથી. વાસ્તવિક ચુકવણી રોકાણ કરેલી યુનિટ્સની સંખ્યા પર આધારિત રહેશે.
4/6
20 ઓક્ટોબરે દશેરાને કારણે આ સિરીઝ માટે પ્રીમેચ્યોર રિડેમ્પશનની તારીખ 19 ઓક્ટોબર 2026 રાખવામાં આવી છે. સોવરેન ગોલ્ડ બોન્ડમાં ઇસ્યુ થયાની તારીખથી પાંચ વર્ષ પછી વ્યાજ ચુકવણીની તારીખે સમય પહેલાં પૈસા કાઢવાની સુવિધા મળે છે. ઓક્ટોબર 2026 માં બીજી કેટલીક સિરીઝ માટે પણ આવી તારીખો નક્કી છે.
ADVERTISEMENT
5/6
સોવરેન ગોલ્ડ બોન્ડ સરકારી સિક્યોરિટીઝ છે, જેનું મૂલ્ય સોનાના ગ્રામમાં નક્કી થાય છે. આ ભૌતિક સોનું રાખવાનો વિકલ્પ છે. રોકાણકારોને ઇશ્યુ કિંમત ચૂકવવી પડે છે અને મેચ્યોરિટી પર બોન્ડ રિડીમ કરીને પૈસા પાછા મળે છે. આ બોન્ડ સરકાર વતી આરબીઆઈ ઇસ્યુ કરે છે અને તેના પર વાર્ષિક 2.50 ટકા નિશ્ચિત વ્યાજ મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
7 ફોટોઝ
જ્યોતિષ શાસ્ત્ર / આગલા 30 દિવસ સુધી આ 5 રાશિઓને મોજે દરિયા, થશે માલામાલ
6 ફોટોઝ
દુર્ગા વિસર્જન 2026 / જો નદી કે તળાવે ન જઈ શકો તો આ સરળ વિધિથી ઘરમાં જ આપો માં દુર્ગાને વિદાય
ટોપ સ્ટોરીઝ