ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / નવરાત્રિ 2026: સપ્તમી, અષ્ટમી અને નવમીની તિથિઓને લઈને કન્ફ્યુઝન? જાણો શાસ્ત્રોક્ત સચોટ તારીખો અને મુહૂર્ત

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / નવરાત્રિ 2026: સપ્તમી, અષ્ટમી અને નવમીની તિથિઓને લઈને કન્ફ્યુઝન? જાણો શાસ્ત્રોક્ત સચોટ તારીખો અને મુહૂર્ત

Last Updated: 04:19 PM, 17 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શારદીય નવરાત્રિ 2026 માં સપ્તમી 17 અને 18 ઓક્ટોબરે જ્યારે અષ્ટમી અને નવમી એકસાથે 19 ઓક્ટોબરે ઊજવવામાં આવશે, જાણો કન્યા પૂજન અને પારણાંનું સચોટ મુહૂર્ત.

1/5

photoStories-logo

1. નવરાત્રિ 2026: સપ્તમી, અષ્ટમી અને નવમીની તિથિઓને લઈને કન્ફ્યુઝન? જાણો શાસ્ત્રોક્ત સચોટ તારીખો અને મુહૂર્ત

ચાલુ વર્ષે શારદીય નવરાત્રિની તિથિઓને લઈને શ્રદ્ધાળુઓ અને ભક્તોમાં મોટું કન્ફ્યુઝન જોવા મળી રહ્યું છે. કેટલાંક લોકો સપ્તમી તિથિ બે દિવસ માન્ય હોવાનો દાવો કરી રહ્યા છે, તો વળી કેટલાક લોકો મહાઅષ્ટમી અને મહાનવમીની ચોક્કસ તારીખને લઈને અસમંજસની સ્થિતિમાં છે. આ વર્ષે શારદીય નવરાત્રિનો પ્રારંભ 11 ઓક્ટોબરે થયો હતો અને તેનું સમાપન 19 ઓક્ટોબરે થશે. આ દરમિયાન અષ્ટમી અને નવમી બંને પવિત્ર તિથિઓ એક જ દિવસે એટલે કે 19 ઓક્ટોબરે ઊજવવામાં આવશે. આવી સ્થિતિમાં જ્યારે નવરાત્રિ પૂરા 9 દિવસની છે, તો અષ્ટમી અને નવમી એકસાથે કેવી રીતે ઊજવાશે અને જો 17 ઓક્ટોબરે સપ્તમી તથા 19 ઓક્ટોબરે અષ્ટમી-નવમી હોય તો 18 ઓક્ટોબરે કઈ તિથિ ગણાશે, તેને લઈને તમામ શાસ્ત્રીય ગણતરીઓ અને સચોટ માહિતી સ્પષ્ટ થઈ ગઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. નવરાત્રિ 2026 મહાસપ્તમી ક્યારે છે?

હિન્દુ પંચાંગ અનુસાર, આ વખતે સપ્તમી તિથિ 17 ઓક્ટોબરના રોજ સવારે 5 કલાક અને 54 મિનિટથી શરૂ થઈને 18 ઓક્ટોબરના રોજ સવારે 8 કલાક અને 28 મિનિટ સુધી રહેશે. 17 અને 18 ઓક્ટોબર બંને દિવસે સપ્તમી તિથિ સૂર્યોદયને સ્પર્શી રહી હોવાથી, મહાસપ્તમીનું પૂજન 17 અને 18 ઓક્ટોબર બંને દિવસે માન્ય ગણાશે. નવરાત્રિના સાતમા દિવસે મા કાાલરાત્રિની પૂજા-અર્ચના કરવાનો વિશેષ વિધાન છે. આ દિવસે ભક્તો ભય, વિઘ્નો અને નકારાત્મક ઊર્જામાંથી મુક્તિ મેળવવા માટે મા કાલરાત્રિની વિધિવત્ આરાધના કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. નવરાત્રિ 2026 મહાઅષ્ટમી ક્યારે છે?

પંચાંગ મુજબ, અષ્ટમી તિથિ 18 ઓક્ટોબરના રોજ સવારે 8 કલાક અને 28 મિનિટથી પ્રારંભ થઈને 19 ઓક્ટોબરના રોજ સવારે 10 કલાક અને 51 મિનિટ સુધી રહેશે. 18 ઓક્ટોબરના રોજ સવારે અષ્ટમી તિથિમાં ઉદયા તિથિનો યોગ બનતો ન હોવાથી, મહાઅષ્ટમીની પૂજા અને વ્રત 19 ઓક્ટોબર, સોમવારના રોજ માન્ય રહેશે. આ દિવસે જગદંબાના આઠમા સ્વરૂપ મા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. આ સાથે જ અષ્ટમી તિથિએ કન્યા પૂજન કરવાનો પણ વિશેષ મહિમા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. નવરાત્રિ 2026 મહાનવમી ક્યારે છે?

શારદીય નવરાત્રિની નવમી તિથિ 19 ઓક્ટોબરના રોજ સવારે 10 કલાક અને 51 મિનિટથી શરૂ થઈને 20 ઓક્ટોબરના રોજ બપોરે 12 કલાક અને 50 મિનિટ સુધી રહેશે. શાસ્ત્રોક્ત પંચાંગ મુજબ, મહાનવમી તિથિ પણ 19 ઓક્ટોબરે જ માન્ય ગણાશે. આ દિવસે ભગવતીના નવમા સ્વરૂપ મા સિદ્ધિદાત્રીની આરાધના કરવામાં આવશે અને મહાનવમીનું કન્યા પૂજન પણ આ જ દિવસે સંપન્ન થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. શારદીય નવરાત્રિ 2026 પારણા તિથિ અને શુભ મુહૂર્ત

શારદીય નવરાત્રિના વ્રતના પારણાં 20 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે. સાધકો બ્રહ્મ મુહૂર્ત અથવા અભિજીત મુહૂર્તમાંથી કોઈ પણ સમયે વ્રતના પારણાં કરી શકે છે. 20 ઓક્ટોબરે બ્રહ્મ મુહૂર્ત સવારે 4 કલાક અને 44 મિનિટથી સવારે 5 કલાક અને 34 મિનિટ સુધી રહેશે. આ ઉપરાંત, અભિજીત મુહૂર્ત સવારે 11 કલાક અને 43 મિનિટથી બપોરે 12 કલાક અને 28 મિનિટ સુધી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

DurgaPuja Navratri2026 MahaAshtami
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ