ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વાયએમસીએ–કર્ણાવતી રોડ પર ટ્રાફિકની બોટલનેકથી વાહનચાલકો પરેશાન

અમદાવાદ / વાયએમસીએ–કર્ણાવતી રોડ પર ટ્રાફિકની બોટલનેકથી વાહનચાલકો પરેશાન

Published By: Hiralal Parmar

Last Updated: 01:00 PM, 17 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરખેજથી કર્ણાવતી ક્લબને જોડતા ક્રોસિંગ પર નિર્માણાધીન બ્રિજ નીચેથી જવું વાહન ચાલકો માટે માથાનો દુખાવો બન્યો છે.

ADVERTISEMENT

સરખેજથી કર્ણાવતી ક્લબને જોડતા ક્રોસિંગ પર નિર્માણાધીન બ્રિજ નીચેથી ફરી શરૂ કરાયેલા રસ્તાનો હેતુ વાહનચાલકોને ભગવાન સર્કલથી ઝવેરી સર્કલ થઈ કર્ણાવતી ક્લબ અને એસજી હાઈવે તરફ જવા માટેના લાંબા ચક્કરથી બચાવવાનો હતો, પરંતુ અપેક્ષિત રાહત મળવાના બદલે અહીં ટ્રાફિકની બોટલનેક સર્જાતાં વાહનચાલકોને કર્ણાવતી ક્લબના ક્રોસિંગ અને બ્રિજ વચ્ચે જ ૨૦થી ૨૫ મિનિટ ખર્ચવી પડે છે.

ફ્લાયઓવરનો રસ્તો સાંકળો

કર્ણાવતી ક્લબ નજીકથી હાલના બ્રિજ તરફ જતો સ્લિપ રોડ અથવા ફ્લાયઓવરનો રસ્તો વાહનોને સાંકડા માર્ગમાં ધકેલી દે છે. સરખેજ, ઝવેરી સર્કલ અને આસપાસના સર્વિસ રોડ પરથી આવતાં વાહનો એક જ સ્થળે ભેગાં થતાં એસજી હાઈવે પર આગળ વધતાં વાહનોની ગતિ ધીમી પડે છે અને લાંબી કતારો લાગે છે.કર્ણાવતી ક્લબના ક્રોસિંગથી હાલના બ્રિજ તરફ જતો રસ્તો સૌથી વધુ પ્રભાવિત છે. અહીં વાહનોએ ધીમે ધીમે આગળ વધવું પડે છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા વધુ વકરે છે.

મુસાફરીનો સમય વધીને લગભગ ત્રણ ગણો થયો

શહેરીજનોનું કહેવું છે કે ઈસ્કોન ક્રોસિંગથી મકરબા જતાં અગાઉ ૧૦થી ૧૫ મિનિટ લાગતી હતી. હવે આ મુસાફરીમાં ૩૦થી ૪૦ મિનિટ લાગે છે એટલે કે મુસાફરીનો સમય વધીને લગભગ ત્રણ ગણો થઈ ગયો છે. ઈસ્કોન તરફથી વાયએમસીએ જતી વખતે લોકો ડાબી બાજુ વળી શકતા નથી, કારણ કે નવા બનેલા મકરબા બ્રિજ પાસેના રસ્તા પરથી કોર્પોરેટ રોડ તરફ જમણી બાજુ વળવાની મંજૂરી નથી. ત્યાં હવે કેપ્સ્યૂલ ટર્નિંગ શરૂ કરાયું છે.

સવારે ઓફિસ પહોંચવું પણ પડકારજનક

આ રસ્તાનો ઉપયોગ કરીને પસાર થતા લોકોએ સવારે ઓફિસ જતી વખતે અને સાંજે પરત ફરતી વખતે ટ્રાફિકની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે છે. ફ્લાયઓવરનો રસ્તો કર્ણાવતી ક્લબ ક્રોસિંગ તરફ વાહનોને નીચે લાવતો હોવાથી ત્યાં પણ ટ્રાફિકની બોટલનેક સર્જાય છે. સર્વિસ રોડની ખરાબ હાલત, રસ્તા પરના ખાડા, ફૂડ સ્ટોલ્સ દ્વારા રસ્તાનો કેટલોક ભાગ રોકી લેવો અને વૈકલ્પિક રસ્તાઓની અપૂરતી મરામત સમસ્યાને વધુ ગંભીર બનાવે છે. લોકો જણાવે છે કે એસજી હાઈવેથી કર્ણાવતી ક્લબ તરફ જતાં શેલ્બી હોસ્પિટલ સુધી પહોંચવામાં ક્યારેક ૩૦થી ૪૫ મિનિટ લાગી જાય છે. સર્વિસ રોડ અને આંતરિક રસ્તાઓની હાલત ખરાબ છે અને ઠેરઠેર મોટા ખાડા છે. સર્વિસ રોડનો કેટલોક ભાગ ફૂડ સ્ટોલ્સે રોકી લીધો છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા વધુ વકરે છે. બંને દિશામાં વાહનચાલકોને ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે.

વધુ વાંચો : ગરબાની રમઝટ વચ્ચે હવનાષ્ટમીની ભક્તિનો રંગ ચઢશે, આઠમના નૈવેદ્યમાં પ્રસાદ નહીં, પેઢીઓની શ્રદ્ધા

ટ્રાફિક પોલીસની હાજરી છતાં રાહત નહીં

કર્ણાવતી અને વાયએમસીએ ક્રોસિંગ પર આશરે આઠ ટ્રાફિક પોલીસકર્મીઓ તહેનાત હોવા છતાં રોજિંદા ટ્રાફિક જામ અને ઊબડખાબડ રસ્તાઓના કારણે વાહનચાલકોની મુશ્કેલીઓ યથાવત્ છે. રસ્તાની શરૂઆતમાં કરાયેલું આ કામ માર્ગોની જોડાણક્ષમતા સુધારવા માટે હતું, પરંતુ તેના બદલે ખાસ કરીને પીક અવર્સ દરમિયાન વાહનચાલકોનો મુસાફરીનો સમય વધી રહ્યો છે, સાથે જ ટ્રાફિક જામમાં ફસાયેલાં વાહનોમાંથી નીકળતા ધુમાડા અને પ્રદૂષણનો પણ સામનો કરવો પડે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad Ahmedabad news update ahmedabad news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ