ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 07:42 PM, 16 October 2026
ADVERTISEMENT
જીઓ પ્લેટફોર્મ્સના IPOને લઈને ગ્રે માર્કેટમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. માત્ર બે અઠવાડિયામાં GMP 84 ટકા વધીને 230 રૂપિયા પર પહોંચી ગયું છે. 2 ઓક્ટોબરે આ આંકડો 125 રૂપિયા હતો જે હવે 16 ઓક્ટોબરે 230 રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ વધારો રોકાણકારોની વધતી રુચિનો સ્પષ્ટ સંકેત આપે છે.
ADVERTISEMENT
IPO 21 ઓક્ટોબરે ખુલશે અને 23 ઓક્ટોબરે બંધ થશે. કંપનીએ શેરનો પ્રાઈસ બેન્ડ 1065 થી 1119 રૂપિયા નક્કી કર્યો છે. વર્તમાન GMP પ્રમાણે શેરની લિસ્ટિંગ ઈશ્યૂ પ્રાઈસ કરતાં આશરે 20.6 ટકા પ્રીમિયમ પર થવાની સંભાવના છે. એલોટમેન્ટ ઉપરના ભાવે થવાની ઉમેદ રાખવામાં આવી રહી છે.
આ ઈશ્યૂમાં સંસ્થાગત રોકાણકારોની પણ ખૂબ સારી રુચિ જોવા મળી રહી છે. GIC Pte, અબુધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી અને કતાર ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી જેવા વિદેશી મોટા રોકાણકારો તથા દેશી સંસ્થાઓમાં SBI મ્યુચ્યુઅલ ફંડ, મોતીલાલ ઓસવાલ એએમસી અને એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ જેવા નામો એન્કર કેટેગરીમાં રોકાણ કરી શકે છે.
ADVERTISEMENT
પ્રાઈસ બેન્ડના ઉપરના સ્તરે જીઓ પ્લેટફોર્મ્સની વેલ્યુએશન આશરે 10.3 લાખ કરોડ રૂપિયા થાય છે. લિસ્ટિંગ બાદ આ કંપની 10 લાખ કરોડથી વધુ માર્કેટ કેપિટલાઈઝેશનવાળી કંપનીઓની યાદીમાં સામેલ થઈ જશે, જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ અને એચડીએફસી બેંક પહેલેથી જ છે.
જીઓની લિસ્ટિંગ બાદ રિલાયન્સ ગ્રુપની કુલ માર્કેટ કેપિટલાઈઝેશન આશરે 28.3 લાખ કરોડ સુધી પહોંચી જશે. હાલ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દેશની સૌથી વધુ વેલ્યુએશનવાળી કંપની છે જેની માર્કેટ કેપ 16.55 લાખ કરોડ રૂપિયા છે. જીઓ પ્લેટફોર્મ્સ રિલાયન્સની ડિજિટલ યુનિટ છે અને તેની હેઠળ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ Jio ઈન્ફોકોમ આવે છે, જેના ૫૩ કરોડથી વધુ સબ્સ્ક્રાઈબર્સ છે.
ADVERTISEMENT
આ IPOમાં 27 કરોડ નવા શેર જારી કરવામાં આવશે જેથી કંપનીને ઉપરના ભાવે આશરે 30,213 કરોડ રૂપિયા મળશે. આ રકમનો મોટો ભાગ દેવુ ચૂકવવા માટે વપરાશે. આ દેશનો સૌથી મોટો IPO બનશે જે અગાઉ 2024 માં હ્યુંડઈ મોટર ઈન્ડિયાના 27,800 કરોડના રેકોર્ડને તોડી નાખશે.
ADVERTISEMENT
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ