ન્યૂઝ અપડેટ્સ
5 ફોટો ગેલેરી
Last Updated: 07:02 PM, 16 October 2026
1/5
વર્ષ 2026માં શારદીય નવરાત્રિનો અંત એક અનોખા મહાસંયોગ સાથે થઈ રહ્યો છે. ઘણા વર્ષો બાદ મહાનવમી અને દશેરા એક જ દિવસે પડી રહ્યા છે. આ સંયોગને ધાર્મિક દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મહાનવમીના દિવસે મા દુર્ગાની વિધિવત પૂજા કરવાથી સુખ-સમૃદ્ધિ મળે છે અને દેવીની વિશેષ કૃપા રહે છે. આ જ દિવસે કન્યા પૂજન પણ કરવામાં આવે છે, જે ખાસ મહત્વ ધરાવે છે. બીજી બાજુ દશેરા અન્યાય પર ન્યાયની જીતનું પ્રતીક છે જે આખા દેશમાં ઉત્સાહ સાથે ઉજવાય છે.
2/5
જ્યોતિષીય ગણતરી મુજબ આસો માસના શુક્લ પક્ષની નવમી તિથિ 19 ઓક્ટોબર 2026ના રોજ સવારે 10:51 વાગ્યે શરૂ થાય છે અને 20 ઓક્ટોબરે બપોરે 12:50 વાગ્યે પૂરી થાય છે. આથી કન્યા પૂજન 19 ઓક્ટોબરે સવારે 10:52 થી શરૂ કરી શકાય અને 20 ઓક્ટોબરે બપોરે 12:50 સુધી પણ કરી શકાય છે. દશમી તિથિ 20 ઓક્ટોબરે બપોરે 12:51થી શરૂ થઈને 21 ઓક્ટોબરે બપોરે 2:11 વાગ્યે પૂરી થાય છે. પ્રદોષ કાળના સંયોગને કારણે દશેરા 20 ઓક્ટોબરે જ ઉજવાશે.
ADVERTISEMENT
3/5
રાવણ દહન માટે શુભ મુહૂર્ત સાંજે 5:47 વાગ્યા બાદ શરૂ થાય છે. વિજય મુહૂર્ત બપોરે 1:59 થી 2:45 સુધી છે જ્યારે અપરાહ્ન પૂજાનો સમય બપોરે 1:14 થી સાંજે 3:30 સુધી રહેશે. શ્રવણ નક્ષત્ર 19 ઓક્ટોબરે સાંજે 3:38 થી 20 ઓક્ટોબરે સાંજે 6:02 સુધી ચાલશે. નિશીત મુહૂર્ત રાત્રે 11:41થી 12:31 સુધી છે.
4/5
ADVERTISEMENT
5/5
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ