ન્યૂઝ અપડેટ્સ
7 ફોટો ગેલેરી
Last Updated: 05:36 PM, 16 October 2026
1/7
જ્યોતિષશાસ્ત્રમાં કુંડળીના અમુક દોષ એવા છે કે જે વ્યક્તિના જીવનમાં સુખ-શાંતિ છીનવી લે છે. જેમાં મંગળ દોષ, કાલસર્પ દોષ, ગુરુ ચાંડાલ દોષ, પિતૃ દોષ અને વિષ દોષ આ પાંચ દોષને સૌથી વધુ ખતરનાક માનવામાં આવે છે. આ દોષો ગ્રહોની વિશેષ સ્થિતિને કારણે બને છે અને વૈવાહિક જીવન, કરિયર, માનસિક સ્વાસ્થ્ય તથા પરિવારની શાંતિ પર અસર કરી શકે છે. જો કે, કોઈ પણ દોષનું ફળ સમગ્ર કુંડળી અને અન્ય ગ્રહોની સ્થિતિ જોઈને જ નક્કી થાય છે. ચાલો જાણીએ આ પાંચ દોષ કેવી રીતે બને છે, તેના શું અસરો હોય છે અને તેને શાંત કરવા માટે કયા સરળ ઉપાયો છે.
2/7
વિવાહ અને પતિ-પત્નીના સંબંધમાં આ દોષને ખાસ મહત્વ આપવામાં આવે છે. જ્યારે લગ્ન, ચોથા, સાતમા, આઠમા કે બારમા ભાવમાં મંગળ બેઠો હોય ત્યારે આ દોષ ગણાય છે. તેને કારણે વિવાહમાં વિલંબ, જીવનસાથી સાથે અણબનાવ, તણાવ અને ગુસ્સાની વધુ માત્રા જોવા મળી શકે છે. ઉપાય: હનુમાનજીની પૂજા, હનુમાન ચાલીસાનો પાઠ અને મંગળવારે દાન કરવું. અમુક પરંપરાઓમાં કુંભ વિવાહ અથવા વિષ્ણુ વિવાહ પણ કરાવવામાં આવે છે.
ADVERTISEMENT
3/7
આ દોષનું નામ સાંભળતાં જ લોકો ચિંતિત થઈ જાય છે. જ્યારે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ આ બધા ગ્રહો રાહુ અને કેતુની વચ્ચે એક જ બાજુએ હોય ત્યારે આ દોષ બને છે. તેના કારણે જીવનમાં વારંવાર સંઘર્ષ, કામકાજમાં અડચણો, અચાનક ઉતાર-ચઢાવ અને માનસિક તણાવ આવી શકે છે. આ દોષના 12 પ્રકાર પણ કહેવાય છે. જેમાં ઉપાય તરીકે ભગવાન શિવની પૂજા, મહામૃત્યુંજય મંત્રનો જાપ, નાગદેવતાની આરાધના અને શિવલિંગ પર જળ ચઢાવવું. અમુક સ્થાનો પર વિશેષ કાલસર્પ દોષ નિવારણ પૂજા પણ કરાવવામાં આવે છે.
4/7
ગુરુ જ્ઞાન, ધર્મ અને વિવેકના કારક છે જ્યારે રાહુ છાયા ગ્રહ છે. બંનેની યુતિ થાય ત્યારે આ દોષ બને છે. અમુકના મતે કેતુ સાથેની યુતિને પણ આમાં ગણાય છે. તેના કારણે નિર્ણય લેવામાં મૂંઝવણ, ભણતરમાં અડચણ, વડીલો સાથે અણબનાવ અને ખોટી સંગત તરફ ઝુકાવ થઈ શકે છે. ઉપાય તરીકે ભગવાન વિષ્ણુની પૂજા, ગુરુવારે પીળી વસ્તુઓનું દાન, ગુરુ મંત્રનો જાપ અને જરૂરિયાતમંદોની મદદ કરવી.
ADVERTISEMENT
5/7
આ દોષ પૂર્વજો અને પરિવારની પરંપરા સાથે જોડાયેલો માનવામાં આવે છે. સૂર્ય કે નવમા ભાવ પર રાહુ, કેતુ કે અન્ય અશુભ ગ્રહોનો પ્રભાવ હોય ત્યારે તેની સંભાવના કહેવાય છે. તેના કારણે પરિવારમાં વારંવાર મુશ્કેલીઓ, આર્થિક તંગી, સંતાન સંબંધી ચિંતા અને કામકાજમાં અવરોધો આવી શકે છે. ઉપાય તરીકે પિતૃપક્ષમાં શ્રાદ્ધ, તર્પણ અને જરૂરિયાતમંદોને ભોજન કરાવવું. અમાસને દિવસે પૂર્વજોનું સ્મરણ અને દાન કરવું પણ શુભ માનવામાં આવે છે.
6/7
ચંદ્ર અને શનિની યુતિ કે બીજા અપ્રતિકૂળ સંબંધથી આ યોગ બને છે. ચંદ્ર મન અને ભાવનાના કારક છે. જ્યારે શનિ કર્મ અને સંઘર્ષ સાથે જોડાયેલા છે. તેના કારણે માનસિક બેચેની, નિરાશા, ભાવનાત્મક ઉતાર-ચઢાવ અને કામના દબાણ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. ઉપાય તરીકે ભગવાન શિવની પૂજા, મહામૃત્યુંજય મંત્રનો જાપ, શનિવારે દાન અને નિયમિત ધ્યાન કરવું.
ADVERTISEMENT
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ