ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના પીરાણા-પીપળજ રોડ પર દુર્ઘટના, 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકીની 6 દિવસ બાદ પણ શોધખોળ ચાલુ

બેદરકારી / અમદાવાદના પીરાણા-પીપળજ રોડ પર દુર્ઘટના, 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકીની 6 દિવસ બાદ પણ શોધખોળ ચાલુ

Published By: Vishal Khamar

Last Updated: 03:18 PM, 16 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના પીરાણા-પીપળજ રોડ પર ખુલ્લી ગટરમાં ખાબકેલી નવ વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી મનીષા સાલતની છઠ્ઠા દિવસે પણ ભાળ મળી નથી. ફાયર બ્રિગેડની ટીમો ગટરલાઈનમાં શોધખોળ કરી રહી છે, જ્યારે સુરક્ષાનાં પગલાં અને જવાબદારી નક્કી કરવા અંગે સવાલો ઊઠ્યા છે.

ADVERTISEMENT

પીરાણા-પીપળજ રોડ પર ખુલ્લી ગટરમાં ખાબકેલી નવ વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી મનીષા સાલતની છઠ્ઠા દિવસે પણ ભાળ મળી નથી. ૨૦ ફૂટ ઊંડી ગટરમાં પાંચથી સાત ફૂટ જેટલો કાદવ અને કચરો ભરાયેલો હોવાથી શોધખોળમાં મુશ્કેલી પડી રહી છે. ફાયર બ્રિગેડની ટીમો ગટરલાઈનમાં સતત તપાસ કરી રહી છે ત્યારે આ દુર્ઘટનાએ એનએચએઆઈ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. હાઈવે પર ચાલી રહેલા બાંધકામ દરમિયાન ગટરનાં ઢાંકણાં હટાવાયાં હોય તો સુરક્ષાનાં પગલાં કેમ ન લેવાયાં? જવાબદારી કોની, તે નક્કી કરી જવાબદાર અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવાની માગ ઊઠી છે.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર શનિવારે બપોરના આશરે ત્રણ વાગ્યે મનીષા તેનાં માતા-પિતા અને બે ભાઈ-બહેન સાથે ઓટોરિક્ષામાંથી નીચે ઊતરી હતી. માતા પારુબહેન મનીષાનો હાથ પકડીને ઊભાં હતાં, જ્યારે પિતા અન્ય બે બાળકો સાથે હતા. રિક્ષાચાલકને ભાડું ચૂકવતી વખતે માતાનો હાથ છૂટતાં જ બાળકી પાછળ તરફ ખસી અને ખુલ્લી ગટરમાં ખાબકી હતી. ત્યારથી પરિવાર દીકરીની ભાળ મેળવવા માટે રાહ જોઈ રહ્યો છે, પરંતુ છ દિવસની શોધખોળ બાદ પણ કોઈ સફળતા મળી નથી.

ગટર કાદવ-કચરાથી ભરેલી, શોધખોળમાં અવરોધ

આશરે ૨૦ ફૂટ ઊંડી ગટરમાં પાંચથી સાત ફૂટ જેટલો કાદવ, ગંદકી અને કચરો જમા થયો છે. આ સ્થિતિમાં ગટરની અંદર તપાસ કરવી મુશ્કેલ બની રહી છે. બાળકી કાદવ અને કચરામાં ફસાઈ ગઈ હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડની ટીમો આસપાસની ડ્રેનેજ લાઈનોમાં તપાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી બાળકીની કોઈ ભાળ મળી નથી.

ગટર ખુલ્લી રહી તો જવાબદાર કોણ?

સરખેજ-નારોલ હાઈવે પર એનએચએઆઈ દ્વારા એલિવેટેડ કોરિડોરનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી દરમિયાન ગટરનાં ઢાંકણાં તોડી નાખવામાં આવ્યાં અથવા ખસેડી દેવાયાં હોવાનો આક્ષેપ છે, સાથે જ સ્થળ પર પૂરતું બેરિકેડિંગ કરવામાં આવ્યું ન હોવાની પણ ફરિયાદો ઊઠી છે.

જો બાંધકામ દરમિયાન ગટરનાં ઢાંકણાં હટાવવામાં આવ્યાં હતાં તો જોખમી સ્થળને સુરક્ષિત કેમ ન કરાયું? એએમસીને જાણ કરવામાં આવી હતી કે નહીં? નાગરિકોની અવરજવરવાળા માર્ગ પર ખુલ્લી ગટર હોવા છતાં સુરક્ષાની વ્યવસ્થા કેમ ન હતી? આ સવાલોના જવાબ હવે જરૂરી બન્યા છે. બાળકીની શોધખોળ સાથે ઘટનાની તપાસ કરી જવાબદારી નક્કી કરવા અને બેદરકારી બદલ જવાબદાર એએમસી તથા એનએચએઆઈના અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવાની માગ થઈ રહી છે.

પમ્પિંગ સ્ટેશનથી સાબરમતી સુધી કેમેરાથી તપાસ

એએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું છે કે શોધખોળમાં કોઈ કચાશ ન રહે તે માટે સમગ્ર ડ્રેનેજ નેટવર્કની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ઘટનાસ્થળથી પમ્પિંગ સ્ટેશન અને સાબરમતી નદી સુધીની ગટરલાઈનમાં કેમેરાની મદદથી તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખની કથિત ઓડિયો ક્લિપ વાયરલ, બ્રાહ્મણ સમાજ અંગે અપશબ્દો બોલ્યાનો દાવો

છઠ્ઠા દિવસે પણ બાળકીની ભાળ ન મળતાં પરિવારની ચિંતા વધી રહી છે. આ દુર્ઘટના હવે માત્ર શોધખોળ પૂરતી મર્યાદિત નથી, જાહેર માર્ગ પર ખુલ્લી ગટર જેવી જોખમી સ્થિતિ ઊભી થવા પાછળ કોની જવાબદારી હતી અને સુરક્ષાની વ્યવસ્થા કેમ ન થઈ તે નક્કી કરવું પણ એટલું જ જરૂરી બન્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad open drain accident Pirana-Pipalaj Road incident Manisha Salat missing

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ