ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / સરકારની બોનસની જાહેરાત, કોને મળશે ₹6,908? જાણો દિવાળી પહેલાં કોના ખાતામાં આવશે પૈસા

નેશનલ / સરકારની બોનસની જાહેરાત, કોને મળશે ₹6,908? જાણો દિવાળી પહેલાં કોના ખાતામાં આવશે પૈસા

Published By: Bijal Vyas

Last Updated: 01:09 PM, 16 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારે દિવાળી પહેલાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને ભેટ સ્વરૂપે બોનસ આપ્યું છે. મોદી સરકારે 2025-26ના હિસાબી વર્ષ માટે પાત્ર કર્મચારીઓને 30 દિવસનું 'નોન-પ્રોડક્ટિવિટી લિંક્ડ' અથવા 'એડ-હોક' બોનસ મંજૂર કર્યું છે.

ADVERTISEMENT

નાણાં મંત્રાલય હેઠળના 'વ્યય વિભાગ' દ્વારા 15 ઓક્ટોબર, 2026ના રોજ એક મેમોરેન્ડમ બહાર પાડવામાં આવ્યું, જેમાં રાષ્ટ્રપતિની મંજૂરીની જાણ કરવામાં આવી છે. બોનસ માટેનો ખર્ચ નાણાકીય વર્ષ 2026-27 માટે સંબંધિત મંત્રાલયો અને વિભાગોની મંજૂર થયેલ બજેટ જોગવાઈઓમાંથી કરવામાં આવશે. ચૂકવણી પૂર્ણાંક આંકડામાં કરવામાં આવશે.

બોનસની રકમ

બોનસની ગણતરી 7,000 રુપિયાની માસિક પગાર મર્યાદાના આધારે કરવામાં આવશે. 30 દિવસ માટે મહત્તમ ચુકવણી 6,908 રુપિયા રહેશે. જો કોઈ કર્મચારીનો સરેરાશ માસિક પગાર આ મર્યાદાથી ઓછો હોય, તો બોનસમાં તે પ્રમાણમાં ઘટાડો કરવામાં આવશે.

બોનસ માટે કોણ-કોણ છે પાત્ર

ગ્રુપ C અને નોન-ગેઝેટેડ ગ્રુપ B ના કર્મચારીઓ, જેઓ ઉત્પાદકતા-આધારિત બોનસ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા નથી, તેઓ આ બોનસ માટે પાત્ર છે. સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ અને સશસ્ત્ર દળોના પાત્ર કર્મચારીઓનો પણ આમાં સમાવેશ થાય છે. વધુમાં, કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટીતંત્રના એવા કર્મચારીઓ કે જેઓ કેન્દ્ર સરકારના પગાર માળખાને અનુસરે છે અને જેઓ અન્ય કોઈ બોનસ કે એક્સ-ગ્રેશિયા યોજના હેઠળ આવરી લેવાયેલા નથી તેઓ પણ આ માટે પાત્ર છે.

બોનસ માટે પાત્રતાની શરતો શું છે

કર્મચારીએ 2025-26ના સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા 6 મહિનાની સતત સેવા પૂર્ણ કરેલી હોવી જોઈએ. સામાન્ય નિયમો અનુસાર, 31 માર્ચ, 2026ના રોજ કર્મચારી સેવામાં હોવા જોઈએ. જે કર્મચારીઓની સેવાનો સમયગાળો 6 મહિનાથી 1 વર્ષની વચ્ચે છે, તેમને pro-rata આધારે બોનસ આપવામાં આવશે. પાત્રતાનો સમયગાળો મહિનાઓમાં ગણવામાં આવશે.

રિટાયરમેન્ટ, મૃત્યુ અને ડેપુટેશન માટે નિયમ

જે કર્મચારીઓ ૩૧ માર્ચ, ૨૦૨૬ પહેલાં વય-નિવૃત્ત થયા હોય, તબીબી કારણોસર અસમર્થતાને લીધે નિવૃત્ત થયા હોય અથવા જેમનું અવસાન થયું હોય, તેઓ પણ બોનસ માટે પાત્ર છે; શરત એટલી કે તેમણે તે વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 6 મહિનાની નિયમિત સેવા પૂર્ણ કરેલી હોવી જોઈએ. રાજ્ય સરકાર, કેન્દ્રશાસિત પ્રદેશ અથવા જાહેર ક્ષેત્રના PSUમાં ડેપ પર કામુટેશન કરતા કર્મચારીઓને તેમના મૂળ કેન્દ્રીય વિભાગ તરફથી બોનસ મળશે નહીં. જો સેવામાં કોઈ પણ પ્રકારના બ્રેક વિના બદલી થઈ હોય, તો પાત્રતા નક્કી કરવા માટે બંને કેન્દ્રીય કચેરીઓમાં આપેલી સેવાના સમયગાળાને એકત્રિત ગણી શકાય છે.

શું છે 6,908 રુપિયાનું ગણિત

બોનસની ગણતરી કરવા માટે, કર્મચારીનો સરેરાશ માસિક પગાર અથવા 7,000 રુપિયાની સીલિંગ આ બેમાંથી જે ઓછું હોય તેને આધાર તરીકે લેવામાં આવશે. દૈનિક બોનસની રકમ નક્કી કરવા માટે આ માસિક રકમને 30.4 વડે ભાગવામાં આવશે, અને ત્યારબાદ તેને બોનસના દિવસોની સંખ્યા સાથે ગુણવામાં આવશે.

₹7,000 ની સેલેરી પર કેલક્યુલેશન: ₹7,000 × 30 ÷ 30.4 = ₹6,908

કેઝ્યુઅલ લેબરને શું મળશે

જે કાર્યલયોમાં અઠવાડિયામાં 6 દિવસ કાર્યરત હોય ત્યાં કામ કરતા કામચલાઉ કર્મચારીઓ માટે, 3 વર્ષ કે તેથી વધુ સમયગાળા દરમિયાન દર વર્ષે ઓછામાં ઓછા 240 દિવસ કામ કરેલું હોવું ફરજિયાત છે. જે કચેરીઓ અઠવાડિયામાં 5 દિવસ કાર્યરત હોય ત્યાં કામ કરતા કર્મચારીઓ માટે, 3 વર્ષ કે તેથી વધુ સમયગાળા દરમિયાન દર વર્ષે ઓછામાં ઓછા 206 દિવસ કામ કરેલું હોવું જરૂરી છે. તેમના માટે 1,200 રુપિયાની માસિક મર્યાદા લાગુ પડે છે.

30 દિવસનું બોનસ: ₹1,200 × 30 ÷ 30.4 = ₹1,184

આ પણ વાંચોઃ પેટ્રોલ-ડીઝલની એક્સપોર્ટ ડ્યૂટીમાં આજથી ફેરફાર,જાણો નવા દર અને તમારા ખિસ્સા પર શું થશે અસર?

જો વાસ્તવિક માસિક પગાર 1,200 રુપિયાથી ઓછો હોય, તો ગણતરી તે રકમના આધારે કરવામાં આવશે. વિવિધ કેન્દ્રીય કચેરીઓમાં કામ કરેલા પાત્ર દિવસોને પણ ગણતરીમાં લઈ શકાય છે, પરંતુ શરત એ છે કે તે દિવસો માટે અગાઉ કોઈ બોનસ, એક્સ-ગ્રેશિયા કે પ્રોત્સાહન રકમ મેળવેલી ન હોવી જોઈએ. જે કામચલાઉ મજૂરોને વર્ષ દરમિયાન કાયમી કરવામાં આવે છે, તેઓ પણ જરૂરી શરતોનું પાલન કરતા હોય તો પાત્ર ગણાશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

who will get rs 6908 government announced bonus diwali gift

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ