ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / નવરાત્રીનો છઠ્ઠો દિવસ: મા કાત્યાયનીની પૂજાવિધિ, મંત્ર અને ભોગ વિશે જાણો

photo-story

6 ફોટો ગેલેરી

Navratri Day 6 / નવરાત્રીનો છઠ્ઠો દિવસ: મા કાત્યાયનીની પૂજાવિધિ, મંત્ર અને ભોગ વિશે જાણો

Last Updated: 09:10 AM, 16 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Navratri Day 6 Maa Katyayani: શુક્રવાર, 16 ઓક્ટોબરના રોજ નવરાત્રીનો છઠ્ઠો દિવસ છે, જે દેવી કાત્યાયનીની પૂજાને સમર્પિત છે. આવો જાણીએ કે આ દિવસે દેવીને કયો ભોગ અર્પણ કરવો જોઈએ, તેમનો મંત્ર કયો છે અને તેમની પૂજા કરવાની વિધિ શું છે.

1/6

photoStories-logo

1. આજે દેવી દુર્ગાના છઠ્ઠા સ્વરૂપની પૂજા

આજે, શુક્રવાર, 16 ઓક્ટોબરના રોજ શરદીય નવરાત્રીનો છઠ્ઠો દિવસ છે. આ દિવસ દેવી દુર્ગાના છઠ્ઠા સ્વરૂપ, માતા કાત્યાયનીની પૂજા-આરાધનાને સમર્પિત છે. આ દિવસે ભક્તો માતા કાત્યાયનીની પૂજા-અર્ચના કરે છે. ધાર્મિક માન્યતા અનુસાર, માતા કાત્યાયનીની પૂજા કરવાથી વિવાહમાં આવતા અવરોધો દૂર થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જો તમે પણ નવરાત્રિના આ છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા કરવા અને તેમના આશીર્વાદ મેળવવા ઈચ્છતા હોય, તો આવો જાણીએ કે તેમની પૂજા કેવી રીતે કરવી, તેમને કયો ભોગ અર્પણ કરવો અને કયા મંત્રોનો જાપ કરવો જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. મા કાત્યાયનીનું સ્વરુપ અને મહત્વ

દેવી કાત્યાયની સિંહ પર સવાર છે અને તેમને ચાર ભુજાઓ છે. તેમનો ઉપરનો જમણો હાથ 'અભય મુદ્રા' માં છે અને નીચેનો જમણો હાથ વરદાન આપતી મુદ્રામાં છે. તેમના ઉપરના ડાબા હાથમાં તલવાર છે અને નીચેના ડાબા હાથમાં કમળનું ફૂલ છે. ઋષિ કાત્યાયનની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને, દેવી ભગવતીએ તેમના પુત્રી તરીકે અવતાર લીધો; તેથી જ તેઓ 'કાત્યાયની' તરીકે ઓળખાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. સંધ્યાકાળે કરો માતાની પૂજા

સંધ્યાકાળ દરમિયાન દેવી કાત્યાયનીની પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે, જોકે સવારના સમયે પણ તેમની નિયમિત પૂજા કરી શકાય છે. પૂજા કરતી વખતે લાલ રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ. (1) શુભ રંગો: આ દિવસે લાલ કે પીળા વસ્ત્રો ધારણ કરવા અત્યંત શુભ માનવામાં આવે છે.(2) પ્રિય ભોગ: માતા કાત્યાયનીને મધ અને મધમાંથી બનેલી વસ્તુઓ વિશેષ પ્રિય છે.(3) પુષ્પો: માતાને જાસૂદ અને ગુલાબના ફૂલ અર્પણ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. મા કાત્યાયનીની પૂજા કેી રીતે કરો?

સૌ પ્રથમ સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો, ત્યારબાદ ગંગાજળ છાંટીને પૂજાના સ્થાનને પવિત્ર કરો. લાલ અથવા પીળા વસ્ત્રથી ઢંકાયેલા લાકડાના પાટલા પર દેવી કાત્યાયનીની મૂર્તિ અથવા છબી સ્થાપિત કરો. પૂજા દરમિયાન, કંકુ અને અક્ષતની સાથે હળદરની ત્રણ આખી ગાંઠો અર્પણ કરો.દેવી કાત્યાયનીની પૂજા દરમિયાન ઘીનો દીવો પ્રગટાવો અને ધૂપ કરો. દેવીને જળ, કંકુ, અક્ષત , પીળા કે લાલ ફૂલ અને હળદરની ગાંઠ અર્પણ કરો. ચાંદીના અથવા સ્વચ્છ પાત્રમાં મધ અને અન્ય નૈવેદ્ય અર્પણ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. મા કાત્યાયનીનો મંત્ર

પૂજા દરમિયાન 'ॐ कात्यायन्यै नम:' મંત્રનો જાપ કરો.મંત્ર જાપ કર્યા પછી, દેવી કાત્યાયનીની આરતી કરો. વિવાહની કામના સાથે અર્પણ કરેલી હળદરની ત્રણ ગાંઠોને પીળા વસ્ત્રમાં વીંટાળીને સુરક્ષિત જગ્યાએ રાખો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Shardiya Navratri Day 6 Goddess Maa Katyayani Mantra Puja Vidhi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ