ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / `વ્યાજખોરો સામે હવે આર-પારની લડાઈ', નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા સંકેત
Last Updated: 11:12 PM, 15 October 2026
ADVERTISEMENT
રાજકોટ: ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટમાં વ્યાજખોરો સામે કરવામાં આવેલી કાર્યવાહી બદલ રાજકોટ પોલીસની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વ્યાજખોરો સામે હવે માત્ર અભિયાન ચલાવવાની વાત નથી, પરંતુ આરપારની લડાઈ લડવાનો સમય આવી ગયો છે. રાજકોટમાં અંદાજે 55 ખેડૂતોની 100 કરોડ રૂપિયાની જમીન વ્યાજખોરોના કબજામાંથી પરત અપાવવામાં આવી હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.
ADVERTISEMENT
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ખેડૂતો માંડમાંડ ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. આવી સ્થિતિમાં જ્યારે તેમને આર્થિક મુશ્કેલી પડે છે, ત્યારે તેઓ વ્યાજે રૂપિયા લેવા મજબૂર બને છે અને ઘણી વખત પોતાની જમીનો ગીરવે મૂકે છે. જોકે, કેટલાક વ્યાજખોરો ખેડૂતોની આ મજબૂરીનો લાભ ઉઠાવી તેમની સાથે વિશ્વાસઘાત કરતા હોવાની ગંભીર બાબત તેમણે રજૂ કરી હતી.
ફાઈલો પર સહી કરાવી જમીનો પડાવી લેતા હોવાનો આક્ષેપ
ADVERTISEMENT
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વ્યાજખોરો ખેડૂતો પાસેથી ફાઈલો અને દસ્તાવેજો પર સહી કરાવી લે છે. ત્યારબાદ વિશ્વાસનો ભંગ કરીને તેમની જમીનો, ઘરેણાં અને અન્ય કિંમતી વસ્તુઓ પડાવી લેવામાં આવતી હોવાની ફરિયાદો સામે આવે છે. પરિણામે મહેનત કરીને જીવન નિર્વાહ કરતા ખેડૂતો પોતાની મિલકત ગુમાવવાની સ્થિતિમાં મુકાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વ્યાજખોરો પાસે નાણાકીય સગવડો અને કેસ લડવા માટે વકીલોની સુવિધા હોય છે, જ્યારે સામાન્ય ખેડૂતો માટે આવી પરિસ્થિતિનો સામનો કરવો મુશ્કેલ બની જાય છે.
ADVERTISEMENT
55 ખેડૂતોની 100 કરોડની જમીન પરત
હર્ષ સંઘવીએ રાજકોટ પોલીસની કામગીરીને બિરદાવતાં જણાવ્યું હતું કે આશરે 55 ખેડૂતોની 100 કરોડ રૂપિયાની જમીન પરત અપાવવામાં આવી છે. વ્યાજખોરોના કબજામાં ગયેલી જમીનો ખેડૂતોને પાછી અપાવવાની આ કામગીરીને તેમણે મહત્વપૂર્ણ ગણાવી હતી. તેમણે પોલીસને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે ખેડૂતોને તેમની જમીનો પરત અપાવવાની આ પ્રકારની કામગીરી દેશમાં પ્રથમ વખત થઈ હોવાનો તેમનો દાવો છે.
ADVERTISEMENT
સૌરાષ્ટ્રના લોકોને હાથ જોડીને અપીલ
હર્ષ સંઘવીએ સૌરાષ્ટ્રના લોકોને હાથ જોડીને અપીલ કરી હતી કે તેઓ વ્યાજખોરોથી સાવધાન રહે. તેમણે લોકોને ચેતવ્યા હતા કે આર્થિક મુશ્કેલીના સમયમાં કોઈની પાસેથી વ્યાજે રૂપિયા લેતાં પહેલાં તમામ દસ્તાવેજો અને શરતોની યોગ્ય તપાસ કરવી જરૂરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વ્યાજખોરો પર વિશ્વાસ મૂકીને યોગ્ય સાવચેતી રાખવામાં ન આવે તો લોકો પોતાની જમીન, ઘરેણાં અને અન્ય મિલકતો ગુમાવી શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ હોટલ પર કબજો જમાવવા ખેલાયા ખૂની ખેલ, આદિવાસી ગેંગ કુવાડા-લોખંડના પાઈપ લઈ તૂટી પડી
હર્ષ સંઘવીના આ નિવેદનથી વ્યાજખોરી સામેની લડાઈને વધુ આક્રમક બનાવવાના સંકેત મળ્યા છે. રાજકોટ પોલીસની કામગીરીના વખાણ સાથે તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ખેડૂતો અને સામાન્ય નાગરિકોની મિલકતોનું રક્ષણ કરવું અને વ્યાજખોરીના શોષણ સામે કડક કાર્યવાહી કરવી જરૂરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો