ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હોટલ પર કબજો જમાવવા ખેલાયા ખૂની ખેલ, આદિવાસી ગેંગ કુવાડા-લોખંડના પાઈપ લઈ તૂટી પડી
Last Updated: 10:16 PM, 15 October 2026
ADVERTISEMENT
અરવલ્લી જિલ્લાના શામળાજી હાઇવે પરથી એક સનસનાટીપૂર્ણ ઘટના સામે આવી છે, જ્યાં ૨૨ વર્ષથી ચાલતી એક હોટલનો કબજો મેળવવા માટે મોડી રાત્રે લોહીયાળ ખેલ ખેલાયો હતો હોટલ ખાલી કરાવવા આવેલા રોયલ આદિવાસી ગેંગના અસામાજિક માથાભારે તત્વોએ કુહાડી અને લોખંડની પાઇપો લઇ આવી તેના વડે હોટલ માલિક અને તેમના પુત્ર પર ઘાતક હુમલો કર્યો છે. જેમાં હોટલ માલિકના પુત્રને માથામાં ગંભીર ઈજાઓ થતા સારવાર માટે અમદાવાદ લઇ જવાયો જ્યારે હોટલ માલિક સહીત બે લોકોને ઈજાઓ પહોંચી છે.
ADVERTISEMENT

શામળાજીથી રતનપુર જતા નેશનલ હાઇવે પર આવેલી આશીર્વાદ હોટલ ઉપર ૧૪મી ઓક્ટોબરની રાત્રે અહીં સામાન્ય બોલાચાલી બાદ અચાનક ખૂની સંઘર્ષ શરૂ થયો હતો. હોટલ સંચાલક ગીરીશભાઈ પટેલનો આરોપ છે કે જીતુભાઈ નિનામા અને બ્રિજેશ કોઠારી સહિતનું ટોળું મોંઘીદાટ ગાડીઓમાં હથિયારો સાથે હોટલ પર ત્રાટક્યું હતું.
ADVERTISEMENT

હુમલાખોરોએ હોટલ સંચાલકના દીકરા પંકજભાઈને હોટલની અંદર ઢસડી જઈ માથાના ભાગે ધારદાર કુહાડી ઝીંકી દીધી હતી. લોહીલુહાણ હાલતમાં પંકજભાઈ જમીન પર ઢળી પડ્યા હતા. આસપાસના લોકો દોડી આવતાં અને પોલીસ વાહનની સાયરન ગૂંજતાં જ આરોપીઓ વાહનો ભગાવીને અંધારામાં ગાયબ થઈ ગયા હતા. હાલ પંકજભાઈ અને ભત્રીજા કૃષ્ણકાંતને ગંભીર હાલતમાં અમદાવાદ ખસેડાયા છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ રાજકોટ ઓનર કિલિંગ મામલે મોટી અપડેટ, ભક્તિનગરમાં બનેવીની હત્યા કરનાર સાળો 22 દિવસે પકડાયો
શામળાજી પોલીસે આ મામલે જીતુભાઈ નિનામા, બ્રિજેશ કોઠારી સહિત પાંચ આરોપીઓ સામે હત્યાના પ્રયાસ અને રાયોટિંગનો ગુનો નોંધીને કાર સહિતનો મુદ્દામાલ કબ્જે લીધો છે જ્યારે સમગ્ર મામલે આરોપીઓની ધરપકડ માટે ટીમો રવાના કરી દીધી છે.જોકે આ ઘટના બાદ હાઇવે ઉપર ચાલતી અન્ય હોટેલ સંચાલકોમાં ફફડાટ અને ભયનો માહોલ છવાયો છે ત્યારે પોલીસ દ્વારા આવી અસામાજિક ગેંગને ઝડપી પાડી કડક હાથે કાર્યવાહી કરાય તે જરૂરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો