ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ઈન્સ્ટાગ્રામ પર યુવતીનો કોન્ટેક્ટ સાધ્યો, લગ્નની લાલચ આપીને હોટલે બોલાવી અને પછી...
Last Updated: 11:21 PM, 15 October 2026
ADVERTISEMENT
અમદાવાદના ધાટલોડિયામાં ઈન્ટાગ્રામ પર એક યુવતીને પ્રેમ જાળમાં ફસાવીને મુસ્લિમ યુવકે દુષ્કર્મ આચર્યું..યુવતીને લગ્ન લાલચની હોટલ લઈ જઈ દુષ્કર્મ આચર્યું..યુવકના મોબાઈલમાંથી 8થી વધુ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ મળી આવ્યા છે. અનેક યુવતીઓ ટાર્ગેટ કરી હોવાની આશંકાને લઈને પોલીસે આરોપી રિમાન્ડ મેળવી વધુ તપાસ શરુ કરી.
ADVERTISEMENT

પોલીસ કસ્ટડી માં જોવા મળતા આરોપી કાસિમ અંસારી યુવતી પર બળાત્કાર કેસ ધરપકડ કરી છે..આરોપી કાસિમ એ ઈન્ટાગ્રામ પર યુવતીઓને ટાર્ગેટ કરી પ્રેમજાળ માં ફસાવતો હતો. સમગ્ર બનાવની વાત કર્યે તો ધાટલોડિયા રહેતી 26 વર્ષીય યુવતી કાસિમ અંસારી નામના મુસ્લિમ યુવકે ઈન્ટાગ્રામ મિત્રતા કરી..જે બાદ આરોપી કાસિમ દિલ્હી રહીને કામ કરતો અને ત્યાં થી અમદાવાદ યુવતીને મળવા આવતો હતો..જ્યાં અલગ અલગ હોટલ માં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું..જે બાદ લગ્ન ની લાલચ આરોપી કાસિમ યુવતીને ભગાડી ને ઓઢવ સોની ચાલીમાં એક હોટલમાં 10 દિવસ રાખીને દુષ્કર્મ આચર્યું હતું..જેમાં પોલીસ બળાત્કારનો ગુનો નોધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે..
ADVERTISEMENT

પકડાયેલ મુસ્લિમ આરોપી કાસિમ અંસારી 23 વર્ષીય અને મૂળ ચેન્નઈનો રહેવાસી છે..દિલ્હી સહિત અલગ અલગ રાજ્યોમાં ફેબીકેશન અને કાચ નું મજૂરી કામ કરે છે..આરોપી કાસિમ પૂછપરછ કરતા બે વર્ષ થી યુવતી ઈન્ટાગ્રામ માધ્યમથી સંપર્કમાં આવ્યું હતું અને છેલ્લા છ મહિનાથી આરોપી કાસિમ યુવતીને અમદાવાદ અવાર નવાર મળવા માટે આવતો હતો. આરોપી કાસિમને પોલીસ પકડીને મોબાઈલની તપાસ કરતા અલગ અલગ 8 જેટલી ઈન્ટાગ્રામ આઈ ડી મળી આવ્યા.. અન્ય યુવતીઓ સાથે આરોપી કાસિમ મેસેજથી વાત કરતો હોવાની શંકા છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ `વ્યાજખોરો સામે હવે આર-પારની લડાઈ', નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા સંકેત
ADVERTISEMENT
ઘાટલોડીયા પોલીસે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે કે અન્ય કોઈ યુવતી ને પ્રેમ જાળમાં ફસાવીને ટાર્ગેટ કરી છે કે કેમ તે દિશામાં તપાસ કરાઈ રહી છે..
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો