ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાટણ શાહીકાંડ મામલે જયા ઠાકોર અને ભાવિકા પટેલના જામીન નામંજૂર, બંને કોંગ્રેસી નેતાને સુજનીપૂર જેલ લઈ જવાયા

ગુજરાત / પાટણ શાહીકાંડ મામલે જયા ઠાકોર અને ભાવિકા પટેલના જામીન નામંજૂર, બંને કોંગ્રેસી નેતાને સુજનીપૂર જેલ લઈ જવાયા

Published By: Nidhi Panchal

Last Updated: 10:12 PM, 13 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાહી ફેંકવાની ઘટનાને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. કોંગ્રેસનાં જિલ્લા મહિલા પ્રમુખ જયા ઠાકોર અને કાર્યકર ભાવિકા પટેલના જામીન નામંજૂર થતાં બંનેને પોલીસ બંદોબસ્ત વચ્ચે સુજનીપુર જેલ લઈ જવાની કાર્યવાહી હાથ ધરાઈ છે, જ્યારે કોંગ્રેસે ભાજપ સામે વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે.

ADVERTISEMENT

પાટણમાં રાજકીય ટકરાવ હવે વધુ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે. ભાજપના મહિલા મોરચાના કાર્યકરો પર શાહી ફેંકવાની ઘટના બાદ શરૂ થયેલો વિવાદ હવે કોર્ટ સુધી પહોંચ્યો છે. એક તરફ કોંગ્રેસનાં બે મહિલા નેતાઓ સામે કાયદાકીય કાર્યવાહી થઈ રહી છે, તો બીજી તરફ કોંગ્રેસે પોલીસની કામગીરીને એકતરફી ગણાવી ભાજપ સામે આંદોલન કરવાની તૈયારી શરૂ કરી છે. જામીન અરજી નામંજૂર થતાં પાટણના રાજકારણમાં ગરમાવો વધી ગયો છે. હવે કોંગ્રેસ આગળ કયાં પગલાં લેશે અને આ વિવાદ કઈ દિશામાં જશે તેના પર સૌની નજર છે.

patan-2

શું છે પાટણ સહીકાંડનો સમગ્ર મામલો?

પાટણમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાહી ફેંકવાની ઘટનાને પગલે રાજકીય વાતાવરણ ગરમાયું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપના મહિલા મોરચાના કાર્યકરો પર શાહી ફેંકવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને પાટણના બી ડિવિઝન પોલીસ મથકે કોંગ્રેસનાં નેતાઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં પાટણ જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ જયા ઠાકોર અને કોંગ્રેસ કાર્યકર ભાવિકા પટેલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બંને મહિલા નેતાઓને પોલીસ બંદોબસ્ત વચ્ચે પાટણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં.

કોર્ટમાં જામીન અરજી નામંજૂર

પાટણ સહીકાંડમાં જયા ઠાકોર અને ભાવિકા પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં. પોલીસ દ્વારા કોર્ટમાં રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, પરંતુ આ માંગણી સ્વીકારવામાં આવી નહોતી. બીજી તરફ, કોંગ્રેસનાં બંને મહિલા નેતાઓની જામીન અરજી પણ નામંજૂર કરવામાં આવી હતી. જામીન ન મળતાં બંને મહિલા નેતાઓને પોલીસ બંદોબસ્ત વચ્ચે સુજનીપુર જેલ લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ અને કાર્યકરનાં જામીન નામંજૂર થતાં કોંગ્રેસના કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. આ ઘટનાને પગલે પાટણના રાજકીય વર્તુળોમાં ચર્ચા વધુ તેજ બની છે.

પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે પોલીસની કામગીરી સામે ઉઠાવ્યા સવાલો

સિદ્ધપુરના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ચંદનજી ઠાકોરે આ મામલે નિવેદન આપતાં પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપની મહિલા કાર્યકરો કોંગ્રેસ કાર્યાલયે આવીને દાદાગીરી કરી હતી અને કોંગ્રેસના કાર્યકરો પર શાહી ફેંકી હતી.

કોંગ્રેસનાં કાર્યકરો સામે FIR નોંધી હતી

ચંદનજી ઠાકોરના જણાવ્યા અનુસાર, આ ઘટનાના અનુસંધાનમાં પોલીસે કોંગ્રેસનાં કાર્યકરો સામે FIR નોંધી હતી. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે ભાજપના કાર્યકરો તરફથી બિનજરૂરી રીતે સિવિલ હોસ્પિટલમાં દાખલ થવાની કાર્યવાહી કરવામાં આવી હોવા છતાં તેમની સામે ફરિયાદ નોંધાઈ નથી.

કોંગ્રેસ દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી

ચંદનજી ઠાકોરે જણાવ્યું કે કોંગ્રેસ દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટ દ્વારા અરજી નામંજૂર કરવામાં આવી છે. હવે કોંગ્રેસ આગળની કાયદાકીય કાર્યવાહી કરશે. તેમણે સ્પષ્ટ કર્યું કે પોલીસ દ્વારા લેવામાં આવેલા એકતરફી નિર્ણયને કોંગ્રેસ સહન કરશે નહીં.

આગળની રણનીતિ નક્કી કરવામાં આવી

કોંગ્રેસની આગળની રણનીતિ તૈયાર જયા ઠાકોર અને ભાવિકા પટેલના જામીન નામંજૂર થયા બાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા આગળની રણનીતિ નક્કી કરવામાં આવી છે. ચંદનજી ઠાકોરે જણાવ્યું કે આગામી દિવસે કોંગ્રેસના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ સાંસદો અને પ્રદેશ સ્તરના નેતાઓ વિરોધ કાર્યક્રમમાં જોડાશે.

કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો હાજર રહેવાના હોવાનું જણાવાયું

આ કાર્યક્રમમાં જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસના નેતાઓ અને જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો હાજર રહેવાના હોવાનું જણાવાયું છે. ચંદનજી ઠાકોરે યામરભાઈ, કિરીટભાઈ પટેલ, દિનેશભાઈ ઠાકોર, રઘુભાઈ તથા અન્ય સમાજના આગેવાનોને પણ આ લડતમાં જોડાવાની વાત કરી હતી. કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી, પોલીસ અધિક્ષકની કચેરી અથવા બી ડિવિઝન પોલીસ મથકની બહાર વિરોધ કાર્યક્રમ યોજવાની તૈયારી દર્શાવવામાં આવી છે. ચંદનજી ઠાકોરે કહ્યું કે ભાજપના સંબંધિત લોકો સામે પણ ફરિયાદ નોંધવામાં નહીં આવે ત્યાં સુધી કોંગ્રેસનો વિરોધ કાર્યક્રમ ચાલુ રહેશે.

ભાજપ સામે વિરોધ કાર્યક્રમની ચીમકી

ચંદનજી ઠાકોરે આક્ષેપ કર્યો કે સમગ્ર મામલે પોલીસ દ્વારા એકતરફી કાર્યવાહી કરવામાં આવી છે અને સરકારના ઇશારે ભાજપના કાર્યકરો સામે ફરિયાદ નોંધવામાં આવી નથી. કોંગ્રેસ હવે આ મુદ્દે રાજકીય લડત લડવાના મૂડમાં છે.

આ પણ વાંચો : સૌરાષ્ટ્રમાં રીઢા ગુનેગારો બેફામ, એક જ દિવસમાં 4 હત્યાથી રાજકોટ, જામનગર અને હળવદમાં ખળભળાટ

પાટણ સહીકાંડને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો વિવાદ હવે કોર્ટની કાર્યવાહીથી આગળ વધીને જાહેર વિરોધ સુધી પહોંચે તેવી શક્યતા છે. એક તરફ કોંગ્રેસ ન્યાયની માંગ સાથે આંદોલનની તૈયારી કરી રહી છે, તો બીજી તરફ બંને મહિલા નેતાઓના જામીન નામંજૂર થવાથી મામલો વધુ સંવેદનશીલ બન્યો છે. આગામી દિવસોમાં કોંગ્રેસના વિરોધ કાર્યક્રમ દરમિયાન રાજકીય સ્થિતિ કેવી રહેશે અને પોલીસ તથા વહીવટી તંત્ર શું પગલાં લેશે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Patan Ink Controversy Bhavika Patel Jaya Thakor

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ