ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સાબરકાંઠાના ઈડર પોલીસ સ્ટેશનના લોકઅપમાં યુવકનું મોત, પરિવારનો બેદરકારીનો આક્ષેપ

ગુજરાત / સાબરકાંઠાના ઈડર પોલીસ સ્ટેશનના લોકઅપમાં યુવકનું મોત, પરિવારનો બેદરકારીનો આક્ષેપ

Published By: Nidhi Panchal

Last Updated: 10:23 PM, 13 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠાના ઈડર પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં પૂરાયેલા યુવકના રહસ્યમય સંજોગોમાં થયેલા મોતથી ચકચાર મચી ગઈ છે. યુવકે લોકઅપમાં નાઇટ ડ્રેસની દોરીથી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે, જ્યારે પરિવારે પોલીસની બેદરકારીનો આક્ષેપ કર્યો હતો.

ADVERTISEMENT

સાબરકાંઠાના ઈડર પોલીસ સ્ટેશનમાં વહેલી સવારે બનેલી એક ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. ઘરેલુ ઝઘડાની ફરિયાદ બાદ પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવેલા યુવકનું રહસ્યમય સંજોગોમાં મોત થતાં ચકચાર મચી ગઈ હતી. લોકઅપમાં જ યુવકનું મોત થતાં પરિવારજનો પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને ઘટનાને લઈને ભારે રોષ વ્યક્ત કર્યો હતો. પરિવાર દ્વારા પોલીસની બેદરકારીના આક્ષેપો કરવામાં આવતાં મામલો વધુ ગંભીર બન્યો હતો. જોકે, અંતે પરિવારે મૃતદેહ સ્વીકારતાં હાલ મામલો શાંત થયો છે. બીજી તરફ, પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

Police-station

ઘરેલુ ઝઘડા બાદ પોલીસ યુવકને સ્ટેશન લઈ આવી

મળતી માહિતી મુજબ, મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના મિયાસણા ગામના વતની અનિલ ગોવિંદ વાઘેલાને તેમની પત્ની સાથે ઘરેલુ ઝઘડો થયો હતો. આ મામલે તેમની પત્નીએ રાત્રિના સમયે 112 હેલ્પલાઇન પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી.

ઈડર પોલીસ ઘટનાસ્થળે પહોંચી

ફરિયાદની માહિતી મળતાં જ ઈડર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અનિલ વાઘેલા સામે અટકાયતી પગલાં ભરી તેમને પોલીસ સ્ટેશન લઈ આવી લોકઅપમાં રાખ્યા હતા. જોકે, ત્યારબાદ વહેલી સવારે બનેલી ઘટનાએ સમગ્ર મામલાને ગંભીર વળાંક આપ્યો હતો.

લોકઅપમાં નાઇટ ડ્રેસની દોરીથી ગળેફાંસો ખાધો

પ્રાથમિક માહિતી અનુસાર, વહેલી સવારે લોકઅપમાં રહેલા અનિલ વાઘેલાએ પોતાના નાઇટ ડ્રેસની દોરી જેલના સળિયા સાથે બાંધીને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. પોલીસ સ્ટેશનના લોકઅપમાં જ આવી ઘટના બનતાં અનેક સવાલો ઊભા થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. યુવકના મોતના સમાચાર મળતાં જ પરિવારજનો તાત્કાલિક ઈડર પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા. લોકઅપમાં યુવકના મોતને પગલે પરિવારમાં ભારે દુઃખ અને રોષ જોવા મળ્યો હતો.

lockup

પરિવારનો પોલીસની બેદરકારીનો આક્ષેપ

અનિલ વાઘેલાના મોત બાદ પરિવારજનોએ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. પરિવારનો આક્ષેપ છે કે પોલીસની બેદરકારીના કારણે આ દુઃખદ ઘટના બની છે. પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવેલા યુવકનું મોત થતાં તેની સુરક્ષા અને દેખરેખ અંગે પણ સવાલો ઊભા થયા છે. પરિવારજનોએ ન્યાયની માંગ સાથે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. યુવકના મોતને લઈને સર્જાયેલા વિવાદ અને રોષ વચ્ચે અંતે પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો. ત્યારબાદ મામલો હાલ શાંત થયો હોવાનું સામે આવ્યું છે.

પોસ્ટમોર્ટમ બાદ વધુ તપાસ હાથ ધરાઈ

પોલીસે સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. યુવકના મોતના સંજોગો અને ઘટનાની હકીકત જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોસ્ટમોર્ટમના અહેવાલ અને તપાસમાં સામે આવતી વિગતોના આધારે ઘટનાને લગતા વધુ પાસાં સ્પષ્ટ થઈ શકશે.

આ પણ વાંચો : પાટણ શાહીકાંડ મામલે જયા ઠાકોર અને ભાવિકા પટેલના જામીન નામંજૂર, બંને કોંગ્રેસી નેતાને સુજનીપૂર જેલ લઈ જવાયા

ઈડર પોલીસ સ્ટેશનના લોકઅપમાં બનેલી આ ઘટનાએ પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવતા વ્યક્તિઓની સુરક્ષા અને દેખરેખ અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. જોકે, હાલ પરિવાર દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અને યુવકના મોતના ચોક્કસ સંજોગોની તપાસ થવાની બાકી છે. સમગ્ર મામલે તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાની વાસ્તવિક હકીકત સ્પષ્ટ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Idar Police Station Sabarkantha News Anil Vaghela

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ