ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / શેરબજારના અંતિમ કારોબારમાં રોકાણકારો થયા માલામાલ, એક જ દિવસમાં 4 લાખ કરોડ છાપ્યા, સેંસેક્સમાં 1100 પોઈન્ટનો ઉછાળો

બિઝનેસ / શેરબજારના અંતિમ કારોબારમાં રોકાણકારો થયા માલામાલ, એક જ દિવસમાં 4 લાખ કરોડ છાપ્યા, સેંસેક્સમાં 1100 પોઈન્ટનો ઉછાળો

Published By: Pravin Joshi

Last Updated: 04:51 PM, 13 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય શેરબજારમાં ટ્રેડિંગના આખરી કલાકમાં અચાનક આવેલી જબરદસ્ત તેજીના કારણે સેન્સેક્સ અને નિફ્ટી રોકેટ ગતિએ ઉપર ચઢ્યા હતા.

ADVERTISEMENT

ભારતીય શેરબજારમાં મંગળવારનો દિવસ રોકાણકારો માટે અત્યંત આહલાદક અને નફાકારક સાબિત થયો છે. ખાસ કરીને ટ્રેડિંગના આખરી કલાકમાં બજારમાં જે અદ્ભુત ટર્નઓવર જોવા મળ્યું, તેણે સૌકોઈને ચોંકાવી દીધા. આ કલાક દરમિયાન આવેલા એક મોટા સમાચાર બાદ સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ રોકેટની ઝડપે ઉપર દોડ્યા હતા.

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો 30 શેરોવાળો સેન્સેક્સ 1100 થી વધુ અંકની જબરદસ્ત છલાંગ લગાવીને 73,000 ની સપાટીને પાર કરી ગયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી ઇન્ડેક્સ પણ એક જ ઝાટકે 22,700 ની ઉપર નીકળી ગયો હતો. આ શાનદાર તેજીને કારણે રોકાણકારોએ માત્ર કલાકોમાં જ ₹4 લાખ કરોડથી વધુની કમાણી કરી લીધી છે.

stock-market-simple-2

સેન્સેક્સ અને નિફ્ટી અચાનક બન્યા રોકેટ

મંગળવારે શેર બજારની શરૂઆત સામાન્ય સુસ્તી સાથે થઈ હતી. BSE સેન્સેક્સ તેના અગાઉના બંધ 71,924 સામે 71,951 પર ખૂલ્યો હતો. બપોર સુધી બજાર સામાન્ય સ્થિતિમાં હતું અને અંદાજે અઢી વાગ્યે સેન્સેક્સ 72,600 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. પરંતુ અચાનક અંતિમ કલાકમાં માર્કેટમાં એવો જોરદાર ઉછાળો આવ્યો કે ઇન્ડેક્સ ઉપર તરફ ભાગવા લાગ્યા. અંતે સેન્સેક્સ 1,109 અંક એટલે કે 1.54% ના શાનદાર ઉછાળા સાથે 73,033.78 ના સ્તરે બંધ થયો. આ જ રીતે NSE નિફ્ટી પણ 22,363 ના સ્તર સામે સપાટ 22,364 પર ખૂલ્યા બાદ તેજી પકડી અને અંતે 358 અંક અથવા 1.60% ના ઉછાળા સાથે 22,721.95 ના સ્તરે બંધ આવ્યો.

STOCK-MARKET-FINAL

રોકાણકારોની સંપત્તિમાં લાખો કરોડોનો વધારો

શેર માર્કેટના આખરી કલાકમાં આવેલી આ ધમાકેદાર તેજીના કારણે રોકાણકારોની સંપત્તિમાં મોટો વધારો થયો છે. BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું કમ્બાઇન્ડ માર્કેટ કેપિટલાઇઝેશન (MCap) વધીને ₹4,70,07,567.40 કરોડ પહોંચી ગયું, જે અગાઉના સત્રમાં ₹4,65,91,974.21 કરોડ હતું. આ હિસાબે ગણતરી કરીએ તો માત્ર આ એક સત્રમાં રોકાણકારોએ ₹4,15,593 કરોડ રૂપિયાની માતબર કમાણી કરી છે.

stock-market-12

કયા મોટા સમાચારથી આવી આ તેજી?

બજારમાં આવેલી આ અચાનક તેજી પાછળ એક મોટું કારણ નાણામંત્રીનું નિવેદન છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લોંગ-ટર્મ કેપિટલ ગેઇન (LTCG) અને શોર્ટ-ટર્મ કેપિટલ ગેઇન (STCG) ટેક્સ અંગે એક કાર્યક્રમમાં મોટું નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે સરકાર એલટીસીજી ફ્રેમવર્ક પર રોકાણકારોની ચિંતાઓ અને પ્રતિક્રિયાઓને સાંભળવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

વધુ વાંચો : IMFએ વધાર્યો ભારતનો ગ્રોથ અંદાજ, 2026માં GDP વૃદ્ધિ 7% રહેવાની આગાહી

બજેટ પહેલાં શેરબજારના રોકાણકારો અને નિષ્ણાતો દ્વારા LTCG ટેક્સને લઈને સતત ચર્ચાઓ અને તેની સમીક્ષા કરવાની માંગ થઈ રહી હતી. નાણામંત્રીના આ નિવેદનને બજાર સકારાત્મક રીતે લીધું, જેણે રોકાણકારોનો ઉત્સાહ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી.

DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

StockMarket Sensex Nifty

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ