ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સ્પા સંચાલકોની હાજરીમાં તસ્કરો 6 AC ચોરી ગયા, સમગ્ર ઘટના CCTVમાં કેદ

અમદાવાદ / સ્પા સંચાલકોની હાજરીમાં તસ્કરો 6 AC ચોરી ગયા, સમગ્ર ઘટના CCTVમાં કેદ

Published By: Vishal Khamar

Last Updated: 04:55 PM, 13 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના નાના ચિલોડાના શિખર એવન્યુમાં નિર્માણાધીન સ્પા સેન્ટરમાંથી તસ્કરો છ નવા AC, 90 મીટર પાઇપ, એલ્યુમિનિયમ સેક્શન અને વાયરના ત્રણ થેલા ચોરી ગયા. નરોડા પોલીસ અને ક્રાઇમ બ્રાંચે તપાસ શરૂ કરી.

ADVERTISEMENT

તહેવારો નજીક આવતાં તસ્કરો બેફામ બન્યા છે. નાના ચિલોડાના શિખર એવન્યુમાં નવા બની રહેલાં સ્પા સેન્ટરમાંથી ગઠિયાઓ છ નવાનક્કોર એસી સહિતનો સામાન ચોરી કરીને લઈ ગયા છે. ચોંકાવનારી વાત એ છે કે, ગઠિયાઓ બિલ્ડિંગના ત્રીજા માળેથી લિફ્ટમાં એસી ઉતારીને લોડિંગ ટેમ્પોમાં ભરી રહ્યા હતા ત્યારે અન્ય કેટલાક સ્પા સેન્ટરના સંચાલકો પણ બિલ્ડિંગમાં હાજર હતા.

આ સમગ્ર ઘટનાનાં દૃશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયાં છે. સ્પા સંચાલકોની હાજરીમાં જ ગઠિયાઓ બિનધાસ્ત રીતે ચોરીને અંજામ આપતા હોવાના દૃશ્યો સામે આવતાં અનેક સવાલો ઊભા થયા છે. શિખર એવન્યુમાં નવા સ્પા સેન્ટરનું બાંધકામ ચાલી રહ્યું છે. આ દરમિયાન રાત્રિના સમયે લોડિંગ ટેમ્પો લઈને આવેલા ગઠિયાઓએ ત્રીજા માળેથી એક પછી એક છ નવાનક્કોર એસી નીચે ઉતાર્યાં હતાં. એસી ઉતારવા માટે લિફ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગઠિયાઓએ માત્ર એસી જ નહીં, પરંતુ એલ્યુમિનિયમ સેક્શન, એસીની ૯૦ મીટર પાઈપ અને વાયરના ત્રણ થેલા પણ ચોરી લીધા છે.

ચોરીનો સામાન ટેમ્પોમાં ભરીને ગઠિયાઓ ત્યાંથી નીકળી ગયા હતા. આ બનાવમાં સૌથી મોટો સવાલ એ છે કે, જ્યારે ગઠિયાઓ બિલ્ડિંગમાં ઘૂસીને છ એસી ઉતારી રહ્યા હતા ત્યારે અન્ય ત્રણથી ચાર સ્પા સંચાલકો પણ ત્યાં હાજર હતા. સીસીટીવીમાં પણ સંચાલકોની હાજરીમાં ગઠિયાઓ એસી લઈ જતા હોવાનાં દૃશ્યો કેદ થયાં હોવાનું જાણવા મળ્યું છે. જોકે, તેમની હાજરીમાં આટલી મોટી ચોરી કેવી રીતે થઈ તે અંગે સવાલો ઊભા થયા છે. આ મામલે પોલીસ તપાસમાં જ વધુ સ્પષ્ટતા થઈ શકશે.

આ પણ વાંચોઃ સુરતના ધામદોડ ગામની કેનાલમાં ડૂબી યુવાનનું મોત, પંડવાઈ સુગર નજીકથી બસચાલકનો મૃતદેહ મળ્યો

શિખર એવન્યુમાં ૧૫થી વધુ સ્પા સેન્ટર આવેલાં છે. બિલ્ડિંગમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ચોરીને લગતાં અનેક દૃશ્યો કેદ થયાં છે. તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે આટલી મોટી ચોરી થતાં વેપારીઓમાં ચિંતા ફેલાઈ છે. નરોડા પોલીસ અને ક્રાઈમ બ્રાંચે ઘટનાની તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજના આધારે ગઠિયાઓની ઓળખ અને ચોરીના સામાનની ભાળ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad theft news Nana Chiloda theft, Ahmedabad theft news, Shikhar Avenue theft Nana Chiloda theft Shikhar Avenue theft

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ