ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Dussehra 2026: રાવણના પગ નીચે દબાયેલા નીલા રંગના એ વ્યક્તિ કોણ હતા? જાણો રોચક પૌરાણિક કથા
5 ફોટો ગેલેરી
Last Updated: 06:03 PM, 13 October 2026
1/5
અસત્ય પર સત્યની અને પાપ પર પુણ્યની જીતના પ્રતીક સમાન વિજયાડેશમી એટલે કે દશેરાનો તહેવાર ટૂંક સમયમાં ઉજવવામાં આવશે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, ભગવાન રામે રાવણનો નાશ કરીને માતા સીતાને તેની કેદમાંથી મુક્ત કરાવ્યા હતા. આ જ ઉપલક્ષ્યમાં દર વર્ષે દશેરાના દિવસે રાવણના પુતળાનું દહન કરવામાં આવે છે. લંકાપતિ રાવણ અત્યંત શક્તિશાળી, જ્ઞાની અને માયાવી અસુર હતો. તેણે પોતાની તપસ્યા અને વિદ્યાઓના બળે મોટા-મોટા યોદ્ધાઓ અને દેવતાઓને પણ મુશ્કેલીમાં મૂકી દીધા હતા. અહીં સુધી કે ન્યાયના દેવતા શનિદેવ પણ રાવણના માયાળુ ચુંગલમાંથી બચી શક્યા નહોતા.
2/5
જો તમે રામાયણની કથાઓ કે પ્રસ્તુતિઓ ધ્યાનથી જોઈ હોય, તો શું ક્યારેય રાવણના સિંહાસન નીચે એક નીલા રંગની માનુષ આકૃતિ પર ધ્યાન આપ્યું છે? આ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં, પરંતુ સ્વયં શનિદેવ હતા. રાવણ પોતાના અહંકારમાં એટલો ચૂર હતો કે તેણે શનિદેવને બંદી બનાવીને પોતાના સિંહાસનની નીચે પગ પાસે દબાવી રાખ્યા હતા. આનાથી જોડાયેલી એક રોચક પૌરાણિક કથા ખૂબ જ પ્રચલિત છે.
ADVERTISEMENT
3/5
4/5
એકવાર રાવણે પોતાના પુત્ર (મેઘનાદ) ની કુંડળી જોઈ તો તેને ખબર પડી કે તેના પુત્રની આયુ અલ્પ (ટૂંકી) છે. આ વાતથી રાવણ અત્યંત ચિંતિત થઈ ગયો. તેણે પોતાના પુત્રના જીવન પર આવનારી દરેક બાધાને દૂર કરવા માટે ગ્રહોની ચાલને જ બદલવાનું શરૂ કરી દીધું. તેણે પોતાની માયાથી તમામ નવગ્રહોને પોતાના વશમાં કરી લીધા હતા. પરંતુ શનિદેવ એક એવા ન્યાયપ્રિય ગ્રહ હતા જે રાવણની મરજી મુજબ પોતાની ચાલ બદલી રહ્યા નહોતા.આ વાતથી ક્રોધિત થઈને રાવણે શનિદેવને બંદી બનાવી લીધા અને તેમને પોતાના સિંહાસનની નીચે પગ પાસે દબાવીને રાખ્યા. તે શનિદેવની ગતિવિધિઓ પર નજર રાખવા અને તેમને પોતાના નિયંત્રણમાં રાખવા માંગતો હતો. એવું કહેવાય છે કે જ્યાં સુધી શનિદેવ રાવણની કેદમાં રહ્યા, ત્યાં સુધી તેના પુત્ર પર ક્યારેય કોઈ મૃત્યુ સંકટ આવ્યું નહીં.
ADVERTISEMENT
5/5
પૌરાણિક કથા અનુસાર, જ્યારે હનુમાનજી ભગવાન રામનો સંદેશ લઈને લંકા પહોંચ્યા, ત્યારે તેમણે માતા સીતાની શોધ કરી અને લંકા દહન કર્યું. આ દરમિયાન જ તેમણે શનિદેવને પણ રાવણની કેદમાંથી મુક્ત કરાવ્યા હતા. એવું માનવામાં આવે છે કે જે કારાગારમાં રાવણે શનિદેવને કેદ કર્યા હતા, તેના દ્વાર પર જ તેણે એક શિવલિંગ પણ સ્થાપિત કર્યું હતું, જેથી કોઈ તેને ઓળંગીને બહાર ન આવી શકે. શિવલિંગ પ્રત્યેના આદર અને સન્માનના કારણે શનિદેવ તેના પર પગ મૂકીને બહાર આવી શકતા નહોતા. પરંતુ હનુમાનજી સ્વયં ભગવાન શિવના 11મા અવતાર હતા, તેથી તેમણે શનિદેવને સન્માનપૂર્વક તે મુશ્કેલીમાંથી મુક્ત કરાવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ