ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતની ક્રિષ્ના સિલ્ક ડાઈંગ મિલમાં બોઇલર ફાટતા આગ, ચાર લોકો દાઝ્યા
Last Updated: 07:44 PM, 13 October 2026
ADVERTISEMENT
સુરત: શહેરના ઉધના રોડ નંબર 2 પર આવેલી ક્રિષ્ના સિલ્ક મિલમાં બોઇલર બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં ચાર શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર, ચારેય દર્દીઓ આશરે 50થી 55 ટકા જેટલા દાઝ્યા છે અને તેમની હાલ સારવાર ચાલી રહી છે.
ADVERTISEMENT
ઇજાગ્રસ્ત
ADVERTISEMENT
બોઇલર બ્લાસ્ટથી મિલમાં મચી અફરાતફરી
મળતી માહિતી અનુસાર, ક્રિષ્ના સિલ્ક મિલમાં રોજિંદી કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. શરૂઆતમાં મિલમાં ઓઇલ સહિતની વસ્તુઓમાં આગ લાગી હતી. ત્યારબાદ સાંજે આશરે 6 વાગ્યાની આસપાસ બોઇલર બ્લાસ્ટ થતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પ્રચંડ ધડાકાના કારણે મિલમાં કામ કરતા શ્રમિકોમાં નાસભાગ મચી ગઈ હતી. આસપાસના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા લોકો પણ ગભરાઈને બહાર દોડી આવ્યા હતા.
ADVERTISEMENT
આગની ઝપેટમાં નજીકમાં કામ કરી રહેલા ચાર શ્રમિકો આવી જતાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. જોકે, બોઇલર બ્લાસ્ટનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
ચારેય શ્રમિકો 50થી 55 ટકા દાઝ્યા, સિવિલ હોસ્પિટલમાં સારવાર
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં જ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવા માટે 108 એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી. ચારેય શ્રમિકોને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં બર્ન્સ વોર્ડ અને ટ્રોમા સેન્ટરમાં તેમની સારવાર ચાલી રહી છે.
ADVERTISEMENT
નવી સિવિલ હોસ્પિટલના ડૉ. શીતલ ખેરડિયાના જણાવ્યા અનુસાર, ચારેય દર્દીઓ અંદાજે 50થી 55 ટકા દાઝ્યા છે. દાઝવાની ગંભીરતા અને બાહ્ય ઇજાઓને ધ્યાનમાં લેતાં તેમની સ્થિતિ ગંભીર ગણાય છે. હાલ આ ચાર દર્દીઓ વિશે જ માહિતી મળી છે. આ સિવાય અન્ય કોઈ વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે કે નહીં તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી.
ADVERTISEMENT
આગ બુઝાવવા ફાયર બ્રિગેડની 15 ગાડીઓ અને 80 જવાનો તૈનાત
સુરત ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું હતું કે, ઉધના રોડ નંબર 2 પર આવેલી ક્રિષ્ના સિલ્ક મિલમાં સાંજે આશરે 5 વાગ્યે આગ લાગવાની જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ઓઇલ સહિતની વસ્તુઓમાં આગ લાગેલી હતી. ત્યારબાદ આશરે 6 વાગ્યાની આસપાસ બોઇલર બ્લાસ્ટ થતાં આગ સમગ્ર ઔદ્યોગિક પરિસરમાં ફેલાઈ ગઈ હતી.
આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની આશરે 15 ગાડીઓ અને 80 જેટલા જવાનોને કામગીરીમાં જોડવામાં આવ્યા હતા. ફાયર ટીમે ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. હાલ ઘટનાસ્થળે પરિસ્થિતિ સામાન્ય હોવાની માહિતી આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધીના રસ્તા પહોળા કરાશે, કોમનવેલ્થ ગેમ્સને લઈ AMCનું મેગા ડિમોલિશન
બોઇલર બ્લાસ્ટનું કારણ જાણવા તપાસ શરૂ
આ ઔદ્યોગિક દુર્ઘટના બાદ ફાયર વિભાગ અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. બોઇલર બ્લાસ્ટ પાછળ ટેકનિકલ ખામી, વધુ પડતું દબાણ અથવા અન્ય કોઈ કારણ જવાબદાર હતું કે કેમ તે તપાસ બાદ સ્પષ્ટ થશે. સાથે જ મિલમાં આગ અને બોઇલર સંબંધિત સલામતીનાં નિયમોનું યોગ્ય પાલન થતું હતું કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.