ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / 17 વર્ષની માયા રાજેશ્વરને રચ્યો ઈતિહાસ, સાનિયા મિર્ઝાનો 22 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને બતાવી કમાલ!
Last Updated: 10:09 PM, 12 October 2026
ADVERTISEMENT
ભારતીય મહિલા ટેનિસમાં એક નવું નામ ઝડપથી ચર્ચામાં આવી રહ્યું છે. જેમાં માત્ર 17 વર્ષની માયા રાજેશ્વરન રેવતીએ મહાન ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાનો 22 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને ઈતિહાસ રચી દીધો છે.
ADVERTISEMENT
કોઇમ્બતુરમાં જન્મેલી આ યુવા ખેલાડીએ પોર્ટુગલમાં યોજાયેલા ITF W35 લાગોસ ટુર્નામેન્ટના ફાઇનલમાં સ્પેનની સિલિયા સર્વિનો રુઇઝને સીધા સેટમાં 6-4, 6-2થી હરાવીને પોતાના કરિયરનું પહેલું પ્રોફેશનલ સિંગલ્સ ટાઇટલ જીત્યું હતું. જીત વખતે માયાની ઉંમર 17 વર્ષ અને 3 મહિના હતી. આ સાથે તે W35 સ્તરે સિંગલ્સ ટાઈટલ જીતનાર સૌથી યુવા ભારતીય મહિલા પ્લેયર બની ગઈ છે.
આ પહેલાં આ રેકોર્ડ સાનિયા મિર્ઝાના નામે હતો, જેને 2004માં નાઇજીરિયાના લાગોસમાં 17 વર્ષ અને 10 મહિનાની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરી હતી. સિંગલ્સ સિવાય માયાએ યુક્રેનની યેલિઝાવેતા કોટલ્યાર સાથે મળીને ડબલ્સનું ટાઇટલ પણ જીત્યું અને ટુર્નામેન્ટમાં ડબલ ધમાકો કર્યો.
ADVERTISEMENT
માયાને 8 વર્ષની ઉંમરે તેમના પિતા રાજેશ્વરને ટેનિસથી જોડી હતી. ભારતમાં શરૂઆતમાં કોચિંગ અને પ્રો સર્વ ટેનિસ એકેડમીમાં ટ્રેનીંગ લીધા બાદ તેને અનેક ITF જુનિયર ટાઈટલ જીત્યા અને આવું કરનાર પહેલી ભારતીય મહિલા બની હતી. પોતાની ગેમને વધુ નિખારવા માટે તેને સ્પેનના મલોર્કા સ્થિત રાફેલ નડાલ એકેડમીમાં પણ ટ્રેનીંગ લીધી અને પછી ફ્રાન્સના કાન્સમાં એલિટ ટેનિસ સેન્ટરમાં શિફ્ટ થઈ હતી.
ADVERTISEMENT
આ રેકોર્ડ તોડ્યા બાદ માયાએ ખૂબ જ વિનમ્રતાથી કહ્યું કે, સાનિયા એક લેજેન્ડ છે અને હંમેશા રહેશે. તેમની બરાબરી નથી થઈ શકતી. બાળપણથી સાનિયા જ તેમની આદર્શ હતી અને તેમને કારણે જ ભારતમાં ટેનિસને ઓળખ મળી છે.
સંકળાયેલા મુદ્દાઓ