ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરાના યુનાઈટેડ વે ગરબામાં વિવાદ, 3 બિનહિન્દુ યુવકોને પોલીસને સોંપ્યા

વિવાદ / વડોદરાના યુનાઈટેડ વે ગરબામાં વિવાદ, 3 બિનહિન્દુ યુવકોને પોલીસને સોંપ્યા

Published By: Vishal Khamar

Last Updated: 03:28 PM, 12 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના યુનાઈટેડ વે ગરબામાં વધુ એક વિવાદ સર્જાયો છે. યુનાઈટેડ વે ગરબામાં પાર્કિંગ કોન્ટ્રાક્ટરે બિન હિન્દુ યુવકોને નોકરી પર રાખતા બજરંગ દળ દ્વારા હોબાળો મચાવ્યો હતો.

ADVERTISEMENT

વડોદરા શહેરના જાણીતા યુનાઈટેડ વે ગરબા મહોત્સવમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. ગરબા સ્થળના પાર્કિંગમાં કામ કરતા બિનહિન્દુ યુવકો ઝડપાતાં હોબાળો મચ્યો હતો. મળતી માહિતી મુજબ, બજરંગ દળના કાર્યકરોએ ત્રણ યુવકોને પકડીને પોલીસને સોંપ્યા હતા.

બિનહિન્દુ યુવકોને નોકરી પર રાખ્યા હોવાનો દાવો

પ્રાથમિક માહિતી અનુસાર, ગરબા મહોત્સવના પાર્કિંગની કામગીરી માટે કોન્ટ્રાક્ટરે 17થી વધુ બિનહિન્દુ યુવકોને નોકરી પર રાખ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ બાબત સામે આવતાં બજરંગ દળના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો.

પાર્કિંગમાં કામ કરતા યુવકોને લઈને વિવાદ

યુનાઈટેડ વે ગરબા મહોત્સવમાં પાર્કિંગની વ્યવસ્થા સંભાળતા યુવકોની ઓળખને લઈને વિવાદ ઊભો થયો હતો. બજરંગ દળના કાર્યકરોએ ત્રણ યુવકોને પકડી પોલીસને સોંપતાં સ્થળ પર હોબાળો થયો હતો.

આ પણ વાંચોઃ વિધાનસભા ચૂંટણીની તૈયારી! ભાજપે આદિવાસી પટ્ટામાં મંત્રીઓને સોંપી જવાબદારી, સરકારી યોજનાઓ-સંગઠનની કામગીરીની કરશે સમીક્ષા

પોલીસ તપાસ બાદ વધુ વિગતો સામે આવશે

સમગ્ર મામલે પોલીસને સોંપવામાં આવેલા ત્રણ યુવકો અંગે તપાસ બાદ જ વધુ વિગતો સ્પષ્ટ થશે. પાર્કિંગ કોન્ટ્રાક્ટર દ્વારા 17થી વધુ યુવકોને નોકરી પર રાખવામાં આવ્યા હોવાના દાવા અંગે પણ સત્તાવાર પુષ્ટિ અને પોલીસનું નિવેદન મળ્યા બાદ જ સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે. હાલમાં આ ઘટનાને પગલે યુનાઈટેડ વે ગરબા મહોત્સવમાં ફરી વિવાદ સર્જાયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

United Way Garba controversy Vadodara United Way Garba Vadodara Garba news

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ