ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાટણમાં કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, હાથમાં બેનર અને સુત્રોચ્ચાર સાથે કાઢી રેલી
Last Updated: 09:25 PM, 12 October 2026
ADVERTISEMENT
પાટણ જિલ્લામાં ચૂંટણી પંચની કાર્યશૈલી અને લોકશાહીના અપહરણ સામે કોંગ્રેસ પાર્ટી દ્વારા આક્રમક વિરોધ પ્રદર્શન અને રેલીનું આયોજન કરવામાં આવ્યું છે પૂરા ભારત દેશની અંદર ચૂંટણી પંચ અને તેના વડા જ્ઞાનેશ કુમાર ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT

દેશભરમાંથી ૧૩ કરોડ જેટલા મતદારોને ગાયબ કરવાના કાવતરા વિરુદ્ધ કોંગ્રેસ પાર્ટી મેદાને આવી છે કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે જ્યાં પણ કોંગ્રેસના કાર્યકર્તા કે નેતા પર ફરિયાદો થાય છે ત્યાં શાસક પક્ષ ભાજપનું ક્યાંક પેટમાં તેલ રેડાતું હોય છે ગત દિવસોમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ઉપર ભારતીય જનતા પાર્ટીના લોકો અને પોલીસ દ્વારા મિલીભગત કરીને માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે, જેના વિરોધમાં સમગ્ર કોંગ્રેસ પક્ષ રસ્તા પર ઉતરી આવ્યો હતો.
ADVERTISEMENT

ADVERTISEMENT
માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહીં, પરંતુ કોંગ્રેસના મહિલા મોરચા અને સક્રિય હોદ્દેદારોના જણાવ્યા મુજબ, કોંગ્રેસ ઘણા સમયથી લોકહિત માટે લડી રહી છે અને સામાન્ય જનતા તથા કોંગ્રેસના મતદારોના વોટ ચોરીને ચૂંટણી પરિણામોને પ્રભાવિત કરવામાં આવી રહ્યા છે. ખાસ ચૂંટણી પંચની ભૂમિકા સામે સવાલો ઉઠાવીને કોંગ્રેસે ભાજપ પર વોટ ચોરીના ખુલ્લા આરોપો લગાવ્યા છે

ADVERTISEMENT
દેશના બંધારણ સાથે ચેડાં કરીને મતાધિકાર જેવા મૂળભૂત અધિકારોને નબળા પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારા લોકસભા અને દિલ્હીના મંચ પરથી આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો અને અનેક પુરાવાઓ પણ રજૂ કરવામાં આવ્યા છે ચૂંટણી કમિશનરો સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં શાસક પક્ષની મિલીભગતથી મતો ગાયબ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો છે આ તમામ વિરોધ વચ્ચે, દેશ બચાવો, વોટ બચાવો અને સંવિધાન બચાવવાના નારા સાથે ચૂંટણી પંચના વડા જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા આ પદયાત્રા યોજી વિરોઘ નોઘાવ્યો હતો.
આ પણ વાંચોઃ સ્થાનિક સ્વરાજ ચૂંટણીઃ ગાંધીનગર મનપા સહિત 2 નગરપાલિકાના પરિણામ કાલે જાહેર થશે
ADVERTISEMENT
ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ
પાટણ જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણની ઘટના સામે આવી છે. ભાજપ મહિલા મોરચા દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બંને પક્ષના મહિલા કાર્યકરો અને નેતાઓ આમને-સામને આવી જતાં વાતાવરણ તંગ બન્યું હતું. આક્ષેપ મુજબ, જિલ્લા કોંગ્રેસની મહિલા આગેવાનોએ ભાજપની મહિલા કાર્યકરો પર શાહી ફેંકતાં મામલો વધુ ઉગ્ર બન્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે કાર્યવાહી કરી કોંગ્રેસની અનેક મહિલા કાર્યકરોની અટકાયત કરી હતી. અટકાયત કરાયેલા કાર્યકરોને છોડાવવા માટે પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જોકે, અહીં પોલીસ અને ધારાસભ્ય વચ્ચે પણ ઘર્ષણ સર્જાયું હતું. કાર્યકરોની મુક્તિની માગ સાથે ડૉ. કિરીટ પટેલ પોલીસ કચેરીમાં જમીન પર બેસી ગયા હતા. આ સમગ્ર ઘટનાને પગલે પાટણમાં રાજકીય માહોલ ગરમાયો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.