ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / VIDEO : રાહુલ ગાંધી સહિતના નેતાઓને કેમ ન મળ્યાં? ચીફ જસ્ટિસ સૂર્યકાંતે કરી દીધો મોટો ખુલાસો
Last Updated: 12:07 PM, 12 October 2026
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાન્તે ઈન્ડિયા બ્લોકના સાંસદોને ન મળવા પાછળનું કારણ જણાવ્યું છે. તેમણે આ મામલાને કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો ગણાવ્યો હતો. તેમણે સ્પષ્ટતા કરી હતી કે કોર્ટના દરવાજા દરેક માટે ખુલ્લા છે અને કોઈપણ કોર્ટમાં આવી શકે છે.
ADVERTISEMENT
#WATCH | Delhi | On INDIA Bloc's protest march and their demand to meet him, Chief Justice of India (CJI) Justice Surya Kant says, "I received a letter yesterday regarding a meeting request, and I responded to it last night, outlining the reasons why I will be unable to meet..." He also says, "The Supreme Court's doors are open to everyone. Any petition from any common citizen or member of an elected body is welcome. Every Indian citizen has the right to approach the court, and we will hear their concerns and grant whatever is due under the law."
— ANI (@ANI) October 12, 2026
શું બોલ્યાં ચીફ જસ્ટિસ?
ADVERTISEMENT
ચીફ જસ્ટિસ સૂર્યકાન્તે જણાવ્યું હતું કે તેમને રવિવારે ઇન્ડિયા બ્લોકના નેતાઓ સાથે મુલાકાતની વિનંતી કરતો પત્ર મળ્યો હતો. તેમણે રવિવારે જ પત્રનો જવાબ આપ્યો હતો, જેમાં તેઓ શા માટે મળી શકશે નહીં તે સમજાવ્યું હતું.
'સુપ્રીમ કોર્ટના દરવાજા દરેક માટે ખુલ્લા'
ADVERTISEMENT
CJI એ સ્પષ્ટપણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના દરવાજા દરેક માટે ખુલ્લા છે, અને દરેક નાગરિકને કોર્ટનો સંપર્ક કરવાનો અધિકાર છે. તેમણે કહ્યું, "સુપ્રીમ કોર્ટના દરવાજા દરેક માટે ખુલ્લા છે. કોઈપણ સામાન્ય નાગરિક અથવા ચૂંટાયેલી સંસ્થાના સભ્યની કોઈપણ અરજીનું સ્વાગત છે. દરેક ભારતીય નાગરિકને કોર્ટનો સંપર્ક કરવાનો અધિકાર છે, અને અમે તેમને સાંભળીશું અને કાયદા હેઠળ જે યોગ્ય હશે તે કરીશું.
ADVERTISEMENT
ચીફે જસ્ટિસે રાહુલને મળવાનો ન આપ્યો સમય
કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે સાંજે 4 થી 5 વાગ્યાની વચ્ચે ચીફ જસ્ટિસ સૂર્યકાંત સાથે મુલાકાત માટે વિનંતી કરી હતી. તેઓ ચૂંટણી સંબંધિત મુદ્દાઓ અંગે તેમની ચિંતાઓ દર્શાવતો મેમોરેન્ડમ મુખ્ય ન્યાયાધીશને સુપરત કરવા માંગતા હતા. સુપ્રીમ કોર્ટમાં પહેલાથી જ પેન્ડિંગ સમાન કેસોની હાજરીનો હવાલો આપીને ચીફ જસ્ટિસે મુલાકાતની વિનંતીને નકારી કાઢી હતી. સૂત્રોએ બંને નેતાઓને ઇમેઇલ જવાબો પણ મોકલ્યા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.