ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / વિપક્ષની આજે સુપ્રીમ કોર્ટ કૂચ, રાજીવ ચોક સહિત 6 મેટ્રો સ્ટેશનો પર એન્ટ્રી-એક્ઝિટ ગેટ બંધ

દિલ્હી / વિપક્ષની આજે સુપ્રીમ કોર્ટ કૂચ, રાજીવ ચોક સહિત 6 મેટ્રો સ્ટેશનો પર એન્ટ્રી-એક્ઝિટ ગેટ બંધ

Published By: Hiralal Parmar

Last Updated: 06:34 AM, 12 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસની આગેવાનીવાળા ઈન્ડિયા ગઠબંધને આજે સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ કરવાનું એલાન કર્યુ હોવાથી દિલ્હીમાં 6 મેટ્રો સ્ટેશનોને બંધ કરી દેવાયા છે.

ADVERTISEMENT

સુરક્ષા કારણોસર સોમવારે દિલ્હીમાં મેટ્રો મુસાફરોને અસુવિધાનો સામનો કરવો પડી શકે છે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) એ જાહેરાત કરી છે કે સોમવારે સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી છ મેટ્રો સ્ટેશનો પર પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળો બંધ રહેશે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે વિપક્ષી પાર્ટીઓ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે કથિત મત ચોરીના આરોપમાં કાર્યવાહીની માંગણી સાથે સુપ્રીમ કોર્ટ સુધી કૂચ કરવાની તૈયારી કરી રહી છે.

મત ચોરીના આરોપો પર સુપ્રીમ કોર્ટ સુધી કૂચ

વિપક્ષી ગઠબંધન INDIA ના બેનર હેઠળ પ્રસ્તાવિત આ કૂચને "ચલો દિલ્હી - લોકશાહી માટે માર્ચ" નામ આપવામાં આવ્યું છે. વિરોધ પક્ષો કથિત ચૂંટણી અનિયમિતતાઓ માટે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે . વિરોધ દરમિયાન, તેમના રાજીનામા, મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ને રોકવા અને બેલેટ પેપર મતદાન ફરીથી શરૂ કરવાની માંગણીઓ પણ કરવામાં આવશે.

ડીએમઆરસીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું

ડીએમઆરસીએ મોડી રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કર્યું કે પટેલ ચોક, જનપથ, રાજીવ ચોક, મંડી હાઉસ, સેન્ટ્રલ સેક્રેટરીએટ અને બારખંભા રોડ મેટ્રો સ્ટેશનો પર મુસાફરોનો પ્રવેશ અને બહાર નીકળવાનો માર્ગ બંધ રહેશે. જોકે, આ બધા સ્ટેશનો પર ઇન્ટરચેન્જ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. મેટ્રો વહીવટીતંત્રે જણાવ્યું હતું કે સુરક્ષા એજન્સીઓ પરિસ્થિતિની સમીક્ષા કરશે અને જરૂર પડ્યે વધુ માહિતી શેર કરશે.

ચીફે જસ્ટિસે રાહુલને મળવાનો ન આપ્યો સમય

કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે સાંજે 4 થી 5 વાગ્યાની વચ્ચે ભારતના મુખ્ય ન્યાયાધીશ, ન્યાયાધીશ સૂર્યકાંત સાથે મુલાકાત માટે વિનંતી કરી હતી. બંને નેતાઓ અનુક્રમે લોકસભા અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા છે. તેઓ ચૂંટણી સંબંધિત મુદ્દાઓ અંગે તેમની ચિંતાઓ દર્શાવતો મેમોરેન્ડમ મુખ્ય ન્યાયાધીશને સુપરત કરવા માંગતા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટમાં પહેલાથી જ પેન્ડિંગ સમાન કેસોની હાજરીનો હવાલો આપીને ચીફ જસ્ટિસે મુલાકાતની વિનંતીને નકારી કાઢી હતી. સૂત્રોએ બંને નેતાઓને ઇમેઇલ જવાબો પણ મોકલ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું, "જે લોકો લોકશાહી અને બંધારણમાં માને છે તેમને સામેલ કરવા જોઈએ. મુખ્ય ન્યાયાધીશે રાહુલ ગાંધીને કહ્યું કે વહીવટી સ્તરે આ મામલે આદેશો પસાર કરી શકાતા નથી. તેમણે તેમને ન્યાયિક પ્રક્રિયા દ્વારા કોર્ટનો સંપર્ક કરવાની સલાહ આપી. સૂત્રોએ એમ પણ કહ્યું કે આ મામલાની સુનાવણી મંગળવારે થઈ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

delhi protest india bloc protest rahul gandhi,

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ