ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / ગાંધીનગર મનપાની ચૂંટણીનું 13મીએ પરિણામ, થરા નગરપાલિકામાં રેકોર્ડ 80% મતદાન

ચૂંટણી 2026 / ગાંધીનગર મનપાની ચૂંટણીનું 13મીએ પરિણામ, થરા નગરપાલિકામાં રેકોર્ડ 80% મતદાન

Published By: Vishal Khamar
Reported By: Mehul Desai

Last Updated: 08:00 PM, 11 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર મનપાની 11 વોર્ડની 44 બેઠકો પર 55 ટકાથી વધુ મતદાન નોંધાયું, જ્યારે થરા નગરપાલિકામાં રેકોર્ડબ્રેક 80 ટકા મતદાન થયું. 13 ઓક્ટોબરે મતગણતરી થશે.

ADVERTISEMENT

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં હોબાળાની અલગ-અલગ ઘટનાઓ વચ્ચે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. મનપાની 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે અંદાજિત 55 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. સાંજે 6 વાગ્યે મતદાન પૂર્ણ થતાં તમામ EVMને સીલ કરીને સુરક્ષિત રીતે સ્ટ્રોંગરૂમમાં રાખવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. હવે 13 ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરાશે, જેના પર ઉમેદવારોની સાથે રાજકીય પક્ષોની પણ નજર ટકેલી છે.

ગાંધીનગર ક્યાં વોર્ડમાં કેટલું મતદાન થયું

વોર્ડ નં 1માં 65.86 ટકા મતદાન થયું, વોર્ડ નં 2માં 96.23 ટકા મતદાન થયું, વોર્ડ નં 3માં 53.79ટકા મતદાન થયું, વોર્ડ નં 4માં 70.09ટકા મતદાન થયું, વોર્ડ નં 5માં 48.63 ટકા મતદાન થયું, વોર્ડ નં 6માં 61.58 ટકા મતદાન થયું, વોર્ડ નં 7માં 61.98 ટકા મતદાન થયું, વોર્ડ નં 8માં 46.48 ટકા મતદાન થયું, વોર્ડ નં 9માં 46.43 ટકા મતદાન થયું, વોર્ડ નં 10માં45.36 ટકા મતદાન થયું, વોર્ડ નં 11માં 53.00ટકા મતદાન થયું.

ચૂંટણી પ્રક્રિયા માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ કાર્યરત

ચૂંટણી દરમિયાન નાગરિકોને કોઈ અસુવિધા ન પડે અને તેમની રજૂઆતોનો ત્વરિત નિકાલ થાય તે હેતુથી જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. મતદાનના દિવસ ઉપરાંત 13 ઓક્ટોબરે મતગણતરીના દિવસે પણ કંટ્રોલરૂમ કાર્યરત રહેશે. ચૂંટણી સંબંધિત માહિતી મેળવવા અથવા કોઈ રજૂઆત કરવા માટે નાગરિકો 07923259035 નંબર પર સંપર્ક કરી શકશે.

હવે ગાંધીનગર મનપા અને થરા નગરપાલિકાની ચૂંટણીના પરિણામો 13 ઓક્ટોબરે જાહેર થશે. મતદારોના જનાદેશથી કયા ઉમેદવારોને વિજય મળશે અને કયા પક્ષને સફળતા મળશે તે જાણવા સૌની નજર મતગણતરી પર રહેશે.

આ પણ વાંચોઃ 'મારા રાજ્યના નાગરિકોએ મોંઘી ટિકિટ લેવી પડે એ ના પોશાય"; હર્ષ સંઘવીએ દિવાળી પહેલાં 1600 બસની ભેટ આપી

થરા નગરપાલિકામાં 80 ટકા મતદાન

ગાંધીનગરની સાથે થરા નગરપાલિકાની ચૂંટણીમાં પણ મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. થરા નગરપાલિકામાં રેકોર્ડબ્રેક 80 ટકા મતદાન નોંધાતાં મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીં કુલ 59 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થયું છે. હવે 13 ઓક્ટોબરે યોજાનારી મતગણતરી બાદ કયા ઉમેદવારના પક્ષમાં જનાદેશ આવ્યો છે તે સ્પષ્ટ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

, Gandhinagar Election Voting, Thara Municipality Election , Gandhinagar Election Voting Gandhinagar Municipal Election 2026 Thara Municipality Election

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ