ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / કાલે દિલ્હીમાં ફરી થશે નવાજૂની, જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈ રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટ સુધી કાઢશે માર્ચ

નેશનલ / કાલે દિલ્હીમાં ફરી થશે નવાજૂની, જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈ રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટ સુધી કાઢશે માર્ચ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 08:45 PM, 11 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rahul Gandhi: દિલ્હીમાં શનિવારે થયેલા વિરોધ પ્રદર્શનનો ઉલ્લેખ કરતા રાહુલે પોલીસ અને ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા હતા.

ADVERTISEMENT

Rahul Gandhi: રાહુલ ગાંધીએ સોમવારે સુપ્રીમ કોર્ટ સુધી કૂચ કરવાની જાહેરાત કરી છે, તેમણે કહ્યું હતું કે શાંતિપૂર્ણ પ્રદર્શન કરનાર લોકો સાથે પોલીસ અને ભાજપના ગુંડાઓ મારપીટ કરી રહ્યા છે. તેમણે વિપક્ષ, નાગરિક સમાજ અને લોકશાહી સમર્થકોને મત ચોરી રોકવા, SIR પર પ્રતિબંધ મૂકવા અને જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી કરવા માટે એક થવા અપીલ કરી હતી.

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ રવિવારે એક મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે વિપક્ષ અને લોકશાહી સમર્થકો સોમવાર, 12 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટ સુધી કૂચ કરશે. દિલ્હીમાં શનિવારે થયેલા વિરોધ પ્રદર્શનનો ઉલ્લેખ કરતા રાહુલે પોલીસ અને ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે મત ચોરી રોકવા, SIR પર પ્રતિબંધ મૂકવા અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી હતી.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, "ગઈકાલે, દેશના યુવાનો શાંતિપૂર્ણ વિરોધ માટે દિલ્હીમાં રસ્તાઓ પર ઉતર્યા હતા. તેમના હૃદયમાં નફરત કે ગુસ્સો નહીં, મહોબ્બત હતી. પરંતુ પોલીસ અને ભાજપના ગુંડાઓ બંને દ્વારા તેમને માર મારવામાં આવ્યો." તેમણે કહ્યું કે ભારત એવો દેશ ન હોવો જોઈએ જ્યાં શાંતિપૂર્ણ વિરોધ કરનાર સાથે આ રીતે વર્તન કરવામાં આવે.

પક્ષ, જાતિ અને સમુદાયની દિવાલોથી ઉપર ઉઠવાની અપીલ

રાહુલ ગાંધીએ સોમવારે દરેક લોકોને કૂચમાં જોડાવા અપીલ કરી. તેમણે કહ્યું કે ભારતીય તરીકે દરેકે પક્ષ, મહિલા-પુરુષ, જાતિ, સમુદાય અને રાજ્યની તમામ દિવાલથી ઉપર ઉઠીને સાથે ચાલવું જોઈએ. તેમના મતે દેશના યુવાનો, બધા વિપક્ષી દળ, સિવિલ સોસાયટી અને લોકશાહીમાં વિશ્વાસ રાખનારાઓ આ કૂચમાં જોડાશે. તેમણે બંધારણની સાથે ઉભા રહેલા તમામ લોકોને પણ જોડાવા હાકલ કરી.

VTV Digital 1

આ પણ વાંચોઃ દિલ્હી / 'મારુ, દીપકે અને સૌરવનું અપહરણ થયું' CJPની PCમાં બોલ્યાં આશુતોષ, કહ્યું-સરકાર જ્ઞાનેશ કુમારને બચાવી રહી છે

મુખ્ય ન્યાયાધીશને આવેદન અપાશે

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે કૂચ પછી દેશ વતી મુખ્ય ન્યાયાધીશને એક આવેદન સુપરત કરવામાં આવશે. તેમાં ત્રણ મુખ્ય માંગણીઓ શામેલ હશે. મત ચોરી બંધ થાય, SIR પર પ્રતિબંધ મૂકો અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rahul Gandhi Delhi News Gyanesh Kumar

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ