ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર મેડ સંધુની હત્યા કરનારા વધુ 3 આરોપી પકડાયા, વાપીમાં છુપાઈને બેઠા હતા

ધરપકડ / સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર મેડ સંધુની હત્યા કરનારા વધુ 3 આરોપી પકડાયા, વાપીમાં છુપાઈને બેઠા હતા

Published By: Vishal Khamar

Last Updated: 07:18 PM, 11 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબના અમૃતસરમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર મેડ સંધુની હત્યા કેસમાં ગુજરાત ATS અને વલસાડ SOGએ વાપીમાંથી હરિસિમરનજીત સિંહ, ફતેહ સિંહ અને અરમાન સિંહની ધરપકડ કરી. અત્યાર સુધી કુલ 4 આરોપી ઝડપાયા.

ADVERTISEMENT

પંજાબના અમૃતસરમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર મેડ સંધુની ગોળી મારીને કરવામાં આવેલી હત્યાના કેસમાં તપાસ એજન્સીઓને વધુ એક સફળતા મળી છે. ગુજરાત ATS અને વલસાડ SOGએ સંયુક્ત કાર્યવાહી કરીને વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓને વલસાડ જિલ્લાના વાપીમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ હરિસિમરનજીત સિંહ, ફતેહ સિંહ અને અરમાન સિંહ તરીકે થઈ છે. વાપીમાંથી ધરપકડ કર્યા બાદ ત્રણેય આરોપીઓને વધુ તપાસ માટે ગુજરાત ATSને સોંપવામાં આવ્યા છે.

અત્યાર સુધીમાં 4 આરોપીઓની ધરપકડ

આ કેસમાં અગાઉ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદમાંથી પરમિંદર પ્રસાદ નામના આરોપીની ધરપકડ કરી હતી. હવે વધુ ત્રણ આરોપીઓ ઝડપાતાં આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ 'મારા રાજ્યના નાગરિકોએ મોંઘી ટિકિટ લેવી પડે એ ના પોશાય"; હર્ષ સંઘવીએ દિવાળી પહેલાં 1600 બસની ભેટ આપી

3 ઓક્ટોબરે થઈ હતી હત્યા

મળતી માહિતી અનુસાર, 3 ઓક્ટોબરના રોજ પંજાબના અમૃતસરમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર મેડ સંધુની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે તપાસ એજન્સીઓ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Punjab influencer murder Mad Sanghu murder case Gujarat ATS

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ