ન્યૂઝ અપડેટ્સ
6 ફોટો ગેલેરી
Last Updated: 07:23 PM, 11 October 2026
1/6
હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાની કાલીધાર પહાડીઓમાં આવેલું માતા જ્વાલામુખી મંદિર ભારતના મુખ્ય શક્તિપીઠોમાંથી એક માનવામાં આવે છે. અહીં દેવીની કોઈ મૂર્તિ નથી પરંતુ કુદરતી જ્યોતિના રૂપમાં માતાના દર્શન થાય છે. માન્યતા છે કે આ દિવ્ય જ્વાલાઓ સ્વયં માતા જ્વાલાનું સ્વરૂપ છે, જે સદીઓથી પ્રજ્વલિત છે. આ અદ્ભુત સ્વરૂપને કારણે આ મંદિર અન્ય શક્તિપીઠોથી અલગ અને વિશેષ સ્થાન ધરાવે છે.
2/6
પૌરાણિક કથા અનુસાર એક વખત પ્રજાપતિ દક્ષે વિશાળ યજ્ઞનું આયોજન કર્યું. આ યજ્ઞમાં બધા દેવી-દેવતાઓને આમંત્રણ આપવામાં આવ્યું પણ ભગવાન શિવ અને માતા સતીને ન બોલાવાયા. જ્યારે માતા સતીને આ વાતની જાણ થઈ તો તેઓ વગર આમંત્રણે પિતાના યજ્ઞમાં પહોંચી ગયા. ત્યાં તેમને ભગવાન શિવનું અપમાન થતું જોયું. પતિના આ અપમાનને તેઓ સહન કરી શક્યા નહીં અને યજ્ઞસ્થળ પર જ યોગાગ્નિ દ્વારા પોતાના પ્રાણ ત્યાગ કરી દીધા.
ADVERTISEMENT
3/6
માતા સતીના આત્મદાહની વાત જાણતાં જ ભગવાન શિવને ક્રોધ આવ્યો. તેમણે પોતાની જટામાંથી વીરભદ્ર અને મહાકાલીને ઉત્પન્ન કરીને યજ્ઞ નષ્ટ કરવા અને દક્ષનો વધ કરવાનો આદેશ આપ્યો. ત્યારબાદ ભગવાન શિવ સતીના બળેલા શરીરને ઊંચકીને તાંડવ કરવા લાગ્યા. તેમના ક્રોધથી ત્રણે લોકમાં હાહાકાર મચી ગયો. ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી સતીના શરીરના અંગો અલગ-અલગ કરી દીધા. જ્યાં-જ્યાં સતીના અંગો પડ્યા, ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ.
4/6
એવી માન્યતા છે કે કાલીધારની પહાડીઓ પર માતા સતીની જીભ પડી હતી. જીભ પડવાના સ્થાને એક વિશાળ જ્યોતિપુંજ પ્રગટ થયો, જેને દેવી શક્તિનું પ્રત્યક્ષ સ્વરૂપ માનવામાં આવ્યું. આ જ સ્થાન પછીથી માતા જ્વાલામુખી શક્તિપીઠ તરીકે પ્રસિદ્ધ થયું. અહીં આજે પણ જ્યોતિના રૂપમાં માતાની પૂજા થાય છે.
ADVERTISEMENT
5/6
કહેવાય છે કે આ દિવ્ય જ્યોતિના દર્શન સૌપ્રથમ રાજા ભૂમિચંદ્રને થયા હતા. તેમને આ પવિત્ર સ્થળ પર મંદિરનું નિર્માણ કરાવ્યું અને પૂજા-અર્ચના તથા દાન-દક્ષિણાનો અધિકાર ભોજક વંશને સોંપ્યો. હાલમાં મંદિરનું વ્યવસ્થાપન સરકારી વ્યવસ્થા હેઠળ થાય છે પણ પરંપરા મુજબ આજે પણ ભોજક વંશના લોકો જ અહીં પૂજા-પાઠનું કાર્ય કરે છે. માતા જ્વાલામુખીનું આ મંદિર શ્રદ્ધા, ઇતિહાસ અને આસ્થાનું અદ્ભુત સંગમ માનવામાં આવે છે.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ