ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભરૂચના નબીપુર-ઝનોર માર્ગ પર ગમખ્વાર અકસ્માત, બે પુરુષ અને એક મહિલાનાં ઘટનાસ્થળે મોત
Last Updated: 09:23 PM, 11 October 2026
ADVERTISEMENT
ભરૂચ તાલુકાના નબીપુર-ઝનોર માર્ગ પર એક્ટિવા અને બાઈક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે પુરુષ અને એક મહિલાનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
ADVERTISEMENT

મૃતકોમાં બે પુરુષ અને એક મહિલાનો સમાવેશ
ADVERTISEMENT
પ્રાપ્ત વિગતો અનુસાર, નબીપુર-ઝનોર માર્ગ પર એક્ટિવા અને બાઈક વચ્ચે કોઈ કારણસર સામસામે ભીષણ ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે તેમાં સવાર ત્રણ વ્યક્તિઓએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. મૃતકોમાં બે પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે.

ADVERTISEMENT
અકસ્માત બાદ લોકોનાં ટોળાં ઉમટ્યાં
અકસ્માતની ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. માર્ગ પર લોકોનાં ટોળાં એકત્ર થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગાંધીનગર મનપાની ચૂંટણીનું 13મીએ પરિણામ, થરા નગરપાલિકામાં રેકોર્ડ 80% મતદાન
પોલીસ ઘટનાસ્થળે પહોંચી
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માત અંગેની વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને મૃતકોની ઓળખ સહિતની વિગતો અંગે વધુ માહિતી મળવાની બાકી છે. નબીપુર-ઝનોર માર્ગ પર સર્જાયેલા આ હૃદયદ્રાવક અકસ્માતને પગલે પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT