ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / નીરજા ગુપ્તાનું 1 હજારનું પુસ્તક યુનિવર્સિટીએ 4.14 લાખમાં ખરીદ્યું, ગુજરાત યુનિવર્સીટીના પૂર્વ કુલપતિનું કારસ્તાન
Last Updated: 11:43 AM, 12 October 2026
ADVERTISEMENT
કૌભાંડોની બદનામ થયેલા ગુજરાત યુનિવર્સીટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાનો વધુ એક કાંડ સામે આવ્યો છે. નીરજા ગુપ્તા જ્યારે યુનિવર્સિટીના કુલપતિ હતા ત્યારે તેમણે એક પુસ્તક લખ્યું હતું પરંતુ ચોંકાવનારી વાત એ છે કે તેમનું આ 1 હજારનું પુસ્તક યુનિવર્સિટીએ 4.55 લાખમાં ખરીદી લીધું હતું . નીરજા ગુપ્તાએ નિમણૂક કરેલ સોનલ મલ્હોત્રા એ જ આ બુકનો ઓર્ડર આપ્યો હતો.
ADVERTISEMENT
રજીસ્ટ્રારે બિલ પાસ કરી દીધું
ADVERTISEMENT
નીરજા ગુપ્તાએ પોતે જ જે પુસ્તક લખ્યું હતું તે પુસ્તકની ખરીદી કરી હતી અને પોતાના પુસ્તક માટે પૈસા ચૂકવવા રજીસ્ટ્રારને જાણ કરવામાં આવી હતી. ત્યારે રજીસ્ટ્રાર પિયુષ પટેલ દ્વારા આ બિલ પાસ કરવા મંજૂરી પણ આપી દેવામાં આવી હતી. નીરજા ગુપ્તા સામે રચાયેલી તપાસ સમિતિએ 20 દિવસમાં સામાન્ય નાગરિકો અને યુનિવર્સિટીના કર્મચારીઓ પાસે પણ નીરજા ગુપ્તા વિરુદ્ધ કોઈ પુરાવા કે રજૂઆત હોય તો કહેવાની અપીલ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.