ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નવસારીમાં દીપડાએ પુત્ર પર હુમલો કર્યો તો માતા બની રણચંડી, હિંમતથી પુત્રને બચાવી લીધો, ઊભી પૂંછડિયે ભગાડ્યો

મા તે મા / નવસારીમાં દીપડાએ પુત્ર પર હુમલો કર્યો તો માતા બની રણચંડી, હિંમતથી પુત્રને બચાવી લીધો, ઊભી પૂંછડિયે ભગાડ્યો

Published By: Hiralal Parmar
Reported By: Rakesh Solanki

Last Updated: 10:08 AM, 12 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંતાન પર આફત આવે તો મા મોત સામે પણ લડી લે એ વાક્યને સાર્થક કરતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

ADVERTISEMENT

માતા માત્ર મમતાની જ મૂર્તિ નથી પરંતુ પોતાના સંતાના પર આફત આવે તો તે મોત સામે પણ લડી લેતાં અચકાતી નથી. આ કહેવતને સાર્થક કરતો એક કિસ્સો બન્યો છે. નવસારીના ચીખલમાં એક માતાએ હિંમત દાખવીને દીપડાના હુમલામાંથી પુત્રને બચાવી લીધો હતો. ચીખલીના મીણકચ્છ ગામે 10 વર્ષના પુત્ર નૈતિક પટેલ પર દીપડાએ હુમલો કર્યો હતો.

પુત્રની બૂમાબૂમ સાંભળી માતાએ દોડીને બચાવ્યો

દીપડાએ હુમલો કરતાં નૈતિકે બૂમાબૂમ કરી મૂકી હતી. પુત્રની ચીસો સાંભળીને માતા દોડી આવી હતી અને હિંમત દાખવીને દીપડાને ભગાડી મૂક્યો હતો. દીપડાથી પુત્રને બચાવવા જતાં માતા મયૂરીબેનને પણ થોડી ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત બાળકને ટાંકલ સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

ચીખલી તાલુકામાં દીપડાનો આતંક

ચીખલી તાલુકામાં દીપડાનો આતંક માત્ર એક ગામ પૂરતો સીમિત રહ્યો નથી. એક જ રાત્રિ દરમિયાન દીપડાએ ચાસા ગામે એક બકરાનો શિકાર કર્યો હતો. આ પહેલા સોલધરા ગામે આવેલા ઇકો પોઇન્ટ તળાવ પાસે તળાવની ફરતે દીપડો શ્રમજીવીઓના કામ સ્થળ નજીક આવી ગયો હતો.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ખેલૈયાઓમાં ટેટૂનો અનોખો ક્રેઝ, વુમન સેફ્ટીથી શક્તિ સ્વરૂપા અને દાંડિયા રમતા કપલ સુધીની ડિઝાઇનની માગ

બાળકને ગંભીર ઈજા, માથાના ભાગે ત્રણથી વધુ ટાંકા

દીપડાના હુમલામાં બાળકના માથા અને કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પરિવારજનો અને ગ્રામજનો દ્વારા ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર અર્થે ચીખલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેના માથાના ભાગે ત્રણથી વધુ ટાંકા લેવા પડ્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Navsari Navsari news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ