ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / 'જ્વેલરી શો રૂમ કરવાનો છે' મુંબઇના વેપારીને વડોદરા બોલાવી પાંચ કિલો સોનું પડાવી લીધું, શખ્સ ફરાર

ક્રાઈમ / 'જ્વેલરી શો રૂમ કરવાનો છે' મુંબઇના વેપારીને વડોદરા બોલાવી પાંચ કિલો સોનું પડાવી લીધું, શખ્સ ફરાર

Published By: Hiralal Parmar
Reported By: Manu Chavda

Last Updated: 09:15 AM, 12 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના એક સોનીએ મુંબઈના વેપારીને વડોદરા બોલાવીને 5 કિલો સોનું તફડાવી લીધું હતું. પોલીસે ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ આદરી હતી.

ADVERTISEMENT

વાઘોડિયા રોડ પર મોટો જ્વેલરી શો રૂમ કરવાનો છે, તેવું કહીને મુંબઇના વેપારીને વડોદરા બોલાવી તેઓની પાસેનું અંદાજે પાંચ કિલોગ્રામ સોનું લઇને દુકાન ખુલ્લી મૂકી દુકાનદાર અને તેનો સાગરીત ભાગી ગયા હતા. જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવિક સોનીએ ચોરી લીધું 5 કિલો સોનું

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, થોડા સમય પહેલા વાઘોડિયા રોડ ઝવેરનગર પાસે આવેલા સાંઇ ગણેશ કોમ્પલેક્સમાં અંબિકા જ્વેલર્સ નામની દુકાન ભાડે લઇને ભાવિક સોનીએ ધંધો શરૃ કર્યો હતો. અમારે મોટા પાયે ધંધો શરૃ કરવો છે, તેવું કહીને તેણે મુંબઇના વેપારી હિમાંશુ જૈનનો સંપર્ક કર્યો હતો. મુંબઇના વેપારીએ તેઓને અઢી કિલો સોનુ થોડા સમય પહેલા દાગીના બનાવવા માટે આપ્યું હતું. આજે મુંબઇના વેપારી ફરીથી અઢી કિલો સોનુ લઈને આવ્યા હતા.

ભાવિક સોનીના સાગરિતે કરી મદદ

હિમાંશુ જૈને દુકાનદાર પાસેથી અઢી કિલોના દાગીના લઇ બેગમાં મૂક્યા હતા, જે બેગમાં અગાઉથી અઢી કિલો સોનુ હતું. ત્યારબાદ વડોદરાનો દુકાનદાર ભાવિક સોની મુંબઇના વેપારીને જમવાના બહાને લઇ ગયો હતો. અંબિકા જ્વેલર્સની દુકાનમાં મુંબઇના વેપારી સાથે આવેલો તેનો માણસ પાંચ કિલો સોનુ ભરેલી બેગ સાથે બેઠો હતો. થોડાસમય પછી આ માણસ વોશરૃમ જવા માટે દુકાનનું શટર નીચું કરીને નજીકમાં ગયો હતો.

વધુ વાંચો : ચીફ જસ્ટિસ સૂર્યકાંતે રાહુલ ગાંધીને મળવાનો કર્યો ઈન્કાર, આપ્યું આ કારણ, વિપક્ષનું સુપ્રીમ કોર્ટ કૂચનું એલાન

સોનું ભરેલી બેગ લઈને ફરાર

તે દરમિયાન ભાવિક સોનીનો સાગરીત આવ્યો અને તેણે શટર ઉંચુ કરી દુકાનમાંથી પાંચ કિલો સોનુ ભરેલી બેગ કાઢીને ફરાર થઇ ગયો હતો.આ સાગરીતે બહાર નીકળીને ભાવિક સોનીને જાણ કરતા મુંબઇના વેપારીને લઇને જમવા માટે ગયેલો ભાવિક સોની પણ બહાનું કાઢીને ત્યાંથી નીકળી ગયો હતો. આ અંગે બાપોદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે પાંચ કિલો સોનુ લઇને ભાગી જનાર આરોપી અને તેના સાગરીતની શોધખોળ હાથ ધરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

vadodara news vadodara

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ