ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / સ્થાનિક સ્વરાજ ચૂંટણીઃ ગાંધીનગર મનપા સહિત 2 નગરપાલિકાના પરિણામ કાલે જાહેર થશે

ચૂંટણી 2026 / સ્થાનિક સ્વરાજ ચૂંટણીઃ ગાંધીનગર મનપા સહિત 2 નગરપાલિકાના પરિણામ કાલે જાહેર થશે

Published By: Vishal Khamar
Reported By: Mehul Desai

Last Updated: 07:08 PM, 12 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આવતીકાલે જાહેર થશે. સેક્ટર 15ની કોલેજમાં સવારે 9 વાગ્યાથી 11 વોર્ડની 44 બેઠકો માટે 5 મતગણતરી કેન્દ્રો પર મતગણતરી શરૂ થશે.

ADVERTISEMENT

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામની આતુરતાનો આવતીકાલે અંત આવશે. આવતીકાલે સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવશે. આ માટે સેક્ટર-15 ખાતે આવેલી કોલેજમાં મતગણતરી કેન્દ્રો ઊભાં કરવામાં આવ્યાં છે.

11 વોર્ડની કુલ 44 બેઠકો માટે મતગણતરીની વ્યવસ્થા કરવામાં આવી

ગાંધીનગર મહાનગરપાલિકાના 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે મતગણતરીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રક્રિયા માટે કુલ પાંચ મતગણતરી કેન્દ્રો ઊભાં કરાયાં છે. દરેક મતગણતરી કેન્દ્ર પર બે વોર્ડના મતની ગણતરી કરવામાં આવશે. મતગણતરીની કામગીરી સરળતાથી અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે સ્ટ્રોંગરૂમની બાજુમાં જ મતગણતરી કેન્દ્રો ઊભાં કરવામાં આવ્યાં છે. સવારે 9 વાગ્યાથી શરૂ થનારી મતગણતરી બાદ વિવિધ વોર્ડનાં પરિણામો જાહેર થશે. હવે સૌની નજર ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકોનાં પરિણામો પર ટકેલી છે. મતગણતરી પૂર્ણ થયા બાદ કયા પક્ષને કેટલી બેઠકો મળે છે અને મહાનગરપાલિકામાં સત્તાની કમાન કોના હાથમાં જાય છે તે સ્પષ્ટ થશે.

ચૂંટણીમાં મતદારોનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો

ગુજરાતના પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં મતદારોનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી યોજાયેલી મતદાન પ્રક્રિયામાં સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારમાં સરેરાશ 59.25 ટકા મતદાન નોંધાયું હતું. કુલ 2,59,985 નોંધાયેલા મતદારોમાંથી 1,54,045 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. હવે તમામ ઉમેદવારોનું રાજકીય ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે.

વોર્ડ-4માં સૌથી વધુ 74.78 ટકા મતદાન

ચૂંટણીના આંકડા મુજબ, વોર્ડ નંબર 4 મતદાનની ટકાવારીમાં સમગ્ર મહાનગરપાલિકામાં પ્રથમ ક્રમે રહ્યો હતો. અહીં કુલ 21,156 મતદારોમાંથી 15,820 મતદારોએ મતદાન કરતાં 74.78 ટકા મતદાન નોંધાયું હતું. આ વોર્ડમાં પુરુષોનું મતદાન 77.01 ટકા, જ્યારે મહિલાઓનું મતદાન 72.37 ટકા રહ્યું હતું.

વોર્ડ નંબર 1માં 71.22 ટકા મતદાન નોંધાયું હતું. અહીં 17,382 મતદારોમાંથી 12,379 લોકોએ મતદાન કર્યું હતું. વોર્ડ નંબર 2માં 19,516માંથી 13,602 મતદારો સાથે 69.70 ટકા મતદાન થયું હતું. જ્યારે વોર્ડ નંબર 7માં 23,485 મતદારોમાંથી 15,587 લોકોએ મતદાન કરતાં 66.37 ટકા મતદાન નોંધાયું હતું. વોર્ડ નંબર 6માં પણ 61.98 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ આંકડા દર્શાવે છે કે કેટલાક વોર્ડમાં મતદારોનો ઉત્સાહ ઊંચો રહ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો મતદાન મથકો સુધી પહોંચ્યા હતા.

મેયર વોર્ડ-5માં સૌથી ઓછું મતદાન

બીજી તરફ, ગાંધીનગર મનપાના રાજકીય ઇતિહાસમાં વિશેષ ઓળખ ધરાવતા વોર્ડ નંબર 5માં સૌથી ઓછું મતદાન નોંધાયું હતું. મેયર વોર્ડ તરીકે જાણીતા આ વિસ્તારમાં માત્ર 48.63 ટકા મતદારોએ જ મતદાન કર્યું હતું. વોર્ડ નંબર 5માં કુલ 13,040 મતદારોમાંથી માત્ર 6,342 મતદારોએ મતદાન કર્યું હતું. ખાસ કરીને મહિલા મતદાનનો દર 45.44 ટકા રહેતાં મતદારોની ઓછી ભાગીદારી સામે આવી હતી.

આ વોર્ડનું રાજકીય મહત્ત્વ પણ વિશેષ રહ્યું છે. મનપાના શરૂઆતના વર્ષોમાં વર્ષ 2011માં મહેન્દ્રસિંહ રાણા, 2015માં હંસાબેન મોદી, 2016માં પ્રવીણ પટેલ અને 2019માં રીટાબેન પટેલ આ વોર્ડમાંથી ચૂંટાઈને મેયર બન્યાં હતાં. આ ઐતિહાસિક ઓળખ ધરાવતા વોર્ડમાં આ વખતે ઓછું મતદાન નોંધાતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા ઊભી થઈ છે.

વોર્ડ-8 અને વોર્ડ-10માં પણ મતદાન ધીમું

ઓછા મતદાનવાળા વોર્ડમાં વોર્ડ નંબર 10માં 50.80 ટકા અને વોર્ડ નંબર 9માં 51.54 ટકા મતદાન નોંધાયું હતું. સૌથી વધુ 33,927 મતદારો ધરાવતા વોર્ડ નંબર 8માં પણ મતદાનનો દર 51.88 ટકા રહ્યો હતો. બીજી તરફ, સૌથી મોટા વોર્ડ નંબર 11માં કુલ 35,345 મતદારોમાંથી 20,390 લોકોએ મતદાન કર્યું હતું, જેના પગલે અહીં 57.69 ટકા મતદાન નોંધાયું હતું. વોર્ડ નંબર 3માં 59.26 ટકા મતદારોએ મતદાન કર્યું હતું.

હવે પરિણામ પર સૌની નજર

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં એક તરફ વોર્ડ નંબર 4 સહિતના વિસ્તારોમાં ઊંચું મતદાન જોવા મળ્યું છે, તો બીજી તરફ મેયર વોર્ડ નંબર 5 સહિત કેટલાક વિસ્તારોમાં મતદારોની ભાગીદારી પ્રમાણમાં ઓછી રહી છે. મતદાનની ટકાવારીમાં જોવા મળેલો આ તફાવત રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચોઃ વોન્ટેડ આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો, ચંબલના કુખ્યાત ડાકુ પાનસિંહ સાથે છે કનેક્શન

જોકે, માત્ર મતદાનની ટકાવારીના આધારે ચૂંટણીનાં પરિણામો અંગે કોઈ ચોક્કસ તારણ કાઢી શકાય નહીં. હવે મતગણતરી અને પરિણામો જાહેર થયા બાદ જ સ્પષ્ટ થશે કે મતદારોએ કયા પક્ષ અને ઉમેદવાર પર વિશ્વાસ મૂક્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Municipal Corporation Election Result Gandhinagar Municipal Election Gandhinagar Election Result 2026

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ