ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વોન્ટેડ આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો, ચંબલના કુખ્યાત ડાકુ પાનસિંહ સાથે છે કનેક્શન
Last Updated: 06:07 PM, 12 October 2026
ADVERTISEMENT
ચંબલના બીહડો અને ત્યાંના બંદૂકધારી ડાકુઓની કહાનીઓ આપણે ફિલ્મોમાં જોઈ છે. પરંતુ આજે અમે તમને એક એવા ખૂની ખેલની કહાની જણાવીશું જે ફિલ્મોને પણ ટક્કર મારે છે. ચંબલના કુખ્યાત ડાકુ પાનસિંહ તોમરના જ પારિવારિક સભ્ય અને મધ્યપ્રદેશના ચકચારી મુરૈના હત્યાકાંડના વોન્ટેડ આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. ભરી બંદૂકે એક જ પરિવારની ૩ મહિલાઓ અને ૩ પુરુષોને ગોળીએ દેનાર આ ખૂંખાર આરોપી કેવી રીતે પોલીસને ચકમો આપીને ફરી રહ્યો હતો અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું આ 7 દિવસ ના સ્પેશિયલ ઓપરેશન માં પાનસિંહ તોમર નો વંશજ પકડ્યો છે શું છે આ ફિલ્મી કહાની જેવી અસલી ઘટના એ જાણીએ અમારા આ અહેવાલ માં
ADVERTISEMENT
કહેવાય છે કે ઝર જમીન અને જોરૂ હંમેશા કજીયા ના છોરું અને જમીનનો વિવાદ માણસને કેટલો ખતરનાક બનાવી શકે છે તેનું ઉદાહરણ મધ્યપ્રદેશના મુરેનામાં જોવા મળ્યું હતું. વર્ષ ૨૦૨૩ માં મુરેનાના લેપા ગામે એક જ પરિવારના ૬ લોકોની જાહેરમાં બંદૂકની ગોળીઓથી વીંધીને હત્યા કરી નાખવામાં આવી હતી. આ ખૂની ખેલનો મુખ્ય આરોપી, જે બીજું કોઈ નહીં પણ પ્રખ્યાત ડાકુ પાનસિંહ તોમરનો જ દૂર ના પારિવારિક સભ્ય રામસિંહ તોમર હતો, તે છેલ્લા દોઢ વર્ષથી ફરાર હતો. પરંતુ ગુજરાત પોલીસની બાઝ નજર માંથી તે બચી ન શક્યો મુરેના મધ્યપ્રદેશ ના હત્યા કાંડ નો આરોપી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે છેક હરિયાણાના ગુરુગ્રામથી આ ૩૦ હજારના ઇનામી વોન્ટેડને ઝડપી લીધો છે.

ADVERTISEMENT
અદાવત અને બદલાની આગ કેવી હોય છે, તેના દ્રશ્યો મે ૨૦૨૩ માં મધ્યપ્રદેશના ચંબલ વિસ્તારના મુરેના જિલ્લાના લેપા ગામે જોવા મળ્યા હતા જેના આ લાઇવ વીડિયો પણ જોઈ શકો છો તમે વર્ષો થી અહીં બે પરિવારો વચ્ચે જમીનનો વિવાદ ચાલી રહ્યો હતો. રણજીતસિંહ મુન્નેસિંહ તોમરના પરિવારની દીકરીના લગ્ન પ્રસંગે પરિવારના સભ્યો લેપા ગામે આવ્યા હતા. તે સમયે જ બીજા જૂથના આરોપી રામસિંહ ધીરસિંહ તોમર અને તેના પરિવારના સભ્યોએ બંદૂકો લઈને હુમલો કરી દીધો. અંધાધૂંધ ગોળીબારમાં રણજીતસિંહના પરિવારની ૩ મહિલાઓ અને ૩ પુરુષો સહિત કુલ ૬ લોકો ઢળી પડ્યા જેમાં પિતા ગજેન્દ્રસિંગ બદલુસિંગ તોમર , દીકરા સત્યપ્રકાશસિંગ ગજેન્દ્રસિંગ તોમર , બીજા દીકરા સંજુસિંગ ગજેન્દ્રસિંગ તોમર પુત્ર વધુ મધુદેવી સુનિલસિંહ તોમર પુત્રવધૂ બબલી દેવી નરેન્દ્રસિંગ તોમર અને પુત્રવધૂ કેશકલીદેવી વિરેન્દ્રસિંગ તોમર તેમના મોત નિપજ્યા.

ADVERTISEMENT
આ ભયાનક હત્યાકાંડ બાદ સિહોનિયા પોલીસ સ્ટેશનમાં ૯ આરોપીઓ વિરુદ્ધ હત્યા અને આર્મ્સ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને આરોપીઓ પર ૩૦,૦૦૦ રૂપિયાનું ઇનામ જાહેર કરાયું હતું.. આ હત્યાકાંડ પાછળનું કારણ ૧૦ વર્ષ જૂનો બદલો હતો પોલીસ તપાસમાં ખૂલાસો થયો છે કે આ હત્યાકાંડ અચાનક થયેલી બબાલનું પરિણામ નહોતો, પરંતુ ૧૦ વર્ષ જૂના બદલાની આગ હતી.
લેપા ગામમાં જ વર્ષ ૨૦૧૩ માં જમીન વિવાદના કારણે હાલના પકડાયેલા આરોપી રામસિંહ તોમરના કાકા વિરભાણસિંહ અને મોટા કાકા શોભરણસિંહની રણજીતસિંહ તોમરના પરિવારે હત્યા કરી હતી. આ હત્યાનો બદલો લેવા માટે રામસિંહ અને તેનો ભાઈ છેલ્લા ૧૦ વર્ષથી તક શોધી રહ્યા હતા. જ્યારે રણજીતસિંહનો પરિવાર લગ્ન પ્રસંગે ગામમાં આવ્યો, ત્યારે રામસિંહે ગોળીઓ વરસાવીને પોતાના કાકાની હત્યાનો બદલો લીધો હતો.
ADVERTISEMENT

અજીત રાજીઆન (ડીસીપી , ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ)
ADVERTISEMENT
૬ લોકોની હત્યા કર્યા બાદ આરોપી ૩૭ વર્ષીય રામસિંહ ધીરસિંહ તોમર ફરાર થઈ ગયો. તે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને હરિયાણામાં પોતાની ઓળખ છુપાવીને સિક્યુરિટી ગાર્ડ અને મજૂર તરીકે કામ કરતો રહ્યો. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી કે આ ખૂંખાર આરોપી હરિયાણાના ગુરુગ્રામમાં ગોપાલપુર GIDC વિસ્તારમાં આવેલા એક વેરહાઉસમાં કામ કરી રહ્યો છે.
ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ તાત્કાલિક ગુરુગ્રામ પહોંચી, ગઢી-હરસરુ રોડ પર વોચ ગોઠવી અને વેશપલટો કરીને આરોપી રામસિંહ તોમરને ઝડપી પાડ્યો હતો અને પૂછ પરછ હાથ ધરી હતી જેમાં તેઓ મુરેના હત્યાકાંડ ના આરોપીઓ પાનસિંહ તોમર સાથેનું કનેક્શન પણ સામે આવ્યું છે આરોપી દાવો કરી રહ્યો છે કે પોતે પાનસિંહ તોમર નો પારિવારિક વંશજ છે.
ADVERTISEMENT
પકડાયેલા આરોપી રામસિંહ તોમરનો ગુનાહિત ઇતિહાસ પણ છે, તેની સામે મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના ગોરમી પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનો નોંધાયેલો છે. હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની પૂછપરછ કર્યા બાદ, તેને મધ્યપ્રદેશના સિહોનિયા પોલીસ સ્ટેશનને સોંપવા માટેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત પોલીસની આ કામગીરી થી ૬ લોકોનો હત્યારો આખરે જેલના સળિયા પાછળ ધકેલાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.