ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ધારાસભ્યો માટે 220 કરોડના ખર્ચે બન્યા ભવ્ય ફ્લેટ છતાં જૂના આવાસો પર અડિંગો જમાવ્યો, VTV રિયાલિટી ચેકમાં થયો ખુલાસો
Last Updated: 05:01 PM, 12 October 2026
ADVERTISEMENT
વર્ષ 2025 માં ધારાસભ્યો માટે રાજ્ય સરકારે 220 કરોડના ખર્ચે નવા 3BHK ભવ્ય આવાસ બનાવ્યા છે. જે ધારાસભ્યો ને ફાળવણી પણ કરી દેવામાં આવી છે. વિધાનસભા સત્ર દરમિયાન અને ગાંધીનગર મુલાકાત માટે આવતા હોય ત્યારે ધારાસભ્યો સદસ્ય નિવાસસ્થાને જ રહેતા હોય છે પણ વાત છે.
ADVERTISEMENT

જુના સદસ્ય નિવાસ સ્થાનની ત્યાં હજુ પણ અનેક ધારાસભ્યોએ અડિંગો જમાવી દીધો છે. જુના નિવાસસ્થાન ખાલી જ નથી કરવામાં આવ્યા. જેમાં ધારાસભ્યો તો નથી રહેતા પણ ધારાસભ્યોના મત વિસ્તારથી ગાંધીનગરમાં અભ્યાસ માટે અથવા તો નોકરી માટે આવતા યુવાનો રહી રહ્યા છે.
ADVERTISEMENT

જુના સદસ્ય નિવાસસ્થાન ખાતે VTV દ્વારા આજે રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું જેમાં અલ્પેશ ઠાકોર, મોહન ઢોડીયા, માવજી દેસાઈ, જિજ્ઞેશ મેવાણી, કાંધલ જાડેજા સહિત 30 થી વધુ ધારાસભ્યો જૂના ક્વાટર્સ પરથી પોતાનો કબજો છોડતા નથી.
ADVERTISEMENT

જ્યારે VTV એ આજે ક્વાર્ટર ની મુલાકાત કરી હતી જેમાં અનેક યુવાનો સામે આવ્યા હતા જ્યારે VTV ના કેમેરામાં અમે કવાટર ખાલી જ કરવાના છીએ, સમાન વધુ છે, ધારાસભ્યોના અગત્યના કાગળ છે એવા બહાના આપ્યા હતા. જ્યારે પૂર્ણેશ મોદીના કાવતરને વિધાનસભા ના કર્મચારીને ફાળવણી કરાઈ હોવાની સામે આવ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ વલસાડના ઉમરગામના દરિયામાં 6 બાળકો તણાયા, 1નું મોત, 5નો આબાદ બચાવ
આમ રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ તથા ગુજરાત વિધાનસભા તંત્રની જવાબદારી હોય છે. જુના આવાસ ખાલી કરાવવાના ઉપરાંત ધારાસભ્યોને અને એક વખત સૂચના અને નોટિસ પણ પાઠવવામાં આવી છે. તેમ છતાં પણ ધારાસભ્ય જૂના નિવાસ સ્થાન ખાલી કર્યા નથી ત્યારે હવે ખરેખર જુના આવાસ યોજના ખાલી થશે તે જોવું રહ્યું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો