ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / 'જ્ઞાનેશ કુમારને રાતે ઊંઘ નથી આવતી, તેઓ રાજીનામું કેમ નથી આપતાં'? રાહુલ ગાંધીએ છેડ્યો સળગતો સવાલ
Last Updated: 12:43 PM, 12 October 2026
ADVERTISEMENT
દેશમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન પર રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને અડફેટે લીધી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે દિલ્હીને જેલ બનાવાઈ રહી છે. 'જ્ઞાનેશ કુમારને રાતે ઊંઘ નથી આવતી, તેઓ રાજીનામું કેમ નથી આપતાં'? રાહુલ ગાંધીએ કહ્યું કે લોકોને દિલ્હી આવતા અટકાવવામાં આવી રહ્યા છે. આખી દિલ્હીને કિલ્લામાં ફેરવી દેવામાં આવી છે. દરેક જગ્યાએ પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. અમે ઈચ્છીએ છીએ કે દિલ્હીમાં 20 થી 30 હજાર પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવે. આ બતાવે છે કે સરકાર જ્ઞાનેશ કુમારનું રક્ષણ કેવી રીતે કરી રહી છે.
ADVERTISEMENT
#WATCH | Delhi | Lok Sabha LoP Rahul Gandhi says, "A protest against the theft of votes has been underway in Delhi for several days; the question is, why has Delhi been turned into a prison? People are being prevented from entering the city—stopped on trains and buses—and Delhi has been transformed into a fortress..."
— ANI (@ANI) October 12, 2026
સરકાર મત ચોરી સામેના આંદોલનને દબાવવાનો પ્રયાસ કરી રહી છે
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ કહ્યું કે પોલીસ અને વહીવટીતંત્ર પણ સરકારથી ગુસ્સે છે. પોલીસકર્મીઓ કહી રહ્યા છે કે તમે અમને બાળકોને કેમ માર મારવા દો છો. તેઓ બાળકો સાથે દુર્વ્યવહાર કરવા માંગતા નથી. પરંતુ ભાજપ અને આરએસએસના લોકો બાળકોને ત્રાસ આપી રહ્યા છે. સરકાર મત ચોરી સામેના આંદોલનને દબાવવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ હું પૂછવા માંગુ છું કે જ્ઞાનેશ કુમાર રાજીનામું કેમ નથી આપી રહ્યા.
मोदी सरकार के 200 अफसर हमारे टच में हैं। ED, CBI, विदेश मंत्रालय के अंदर से सभी हमें इन्फॉर्मेशन दे रहे हैं। आपको जो करना है करो... सच्चाई हमारे साथ है। : नेता विपक्ष श्री @RahulGandhi 📍 दिल्ली https://t.co/wMPPuoiodO
— Congress (@INCIndia) October 12, 2026
ADVERTISEMENT
'સરકાર મોટી ભૂલ કરી રહી છે'
રાહુલ ગાંધીએ કહ્યું, “અમે રસ્તાઓ પર 20,000 થી 30,000 પોલીસકર્મીઓ તૈનાત કરવા માંગીએ છીએ સરકાર મોટી ભૂલ કરી રહી છે કારણ કે અમે દેશને બતાવવા માંગીએ છીએ કે મોદીજી જ્ઞાનેશ કુમારનું રક્ષણ કરી રહ્યા છે તેમને જેટલી વધુ સુરક્ષા મળશે, તેમના નિયંત્રક સુધી પહોંચવું આપણા માટે એટલું જ સરળ બનશે અમને એવા અહેવાલો મળી રહ્યા છે કે પોલીસકર્મીઓ નારાજ છે કારણ કે તેમને યુવાનોને માર મારવાનો આદેશ આપવામાં આવી રહ્યો છે, જ્યારે RSSના સભ્યોને છૂટ આપવામાં આવી રહી છે.
ADVERTISEMENT
LIVE: Special Congress Party Briefing by LoP Shri @RahulGandhi at AICC HQ, New Delhi https://t.co/2AxU0lMLBW
— Congress (@INCIndia) October 12, 2026
ADVERTISEMENT
જ્ઞાનેશ કુમારની સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની આગેવાનીવાળા ઈન્ડિયા ગઠબંધન અને સીજેપી બન્ને દેશભરમાં જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી સાથે વિરોધ પ્રદર્શનો યોજી રહી છે. રાહુલ ગાંધીએ આજે સાંજના સુપ્રીમ કોર્ટ સુધી પણ કૂચ કરવાના છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતે રાહુલ ગાંધી સહિતના નેતાઓને મળવાનો ઈન્કાર કર્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.