ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / નવરાત્રીમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, ગરબાના રંગમાં ભંગ પાડશે મેઘરાજા ?

વરસાદની આગાહી / નવરાત્રીમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, ગરબાના રંગમાં ભંગ પાડશે મેઘરાજા ?

Published By: Priykant Shrimali

Last Updated: 12:02 PM, 10 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ambalal Patel Navratri Rain Forecast : અંબાલાલ પટેલની આગાહી મુજબ, મધ્ય ગુજરાતમાં તાપમાન 38થી 39 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જાણો નવરાત્રી અને દિવાળીમાં વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી ?

ADVERTISEMENT

Ambalal Patel Navratri Rain Forecast : ગુજરાતમાં નવરાત્રી પહેલા ખેલૈયાઓ માટે હવામાનને લઈને મહત્ત્વપૂર્ણ આગાહી સામે આવી છે. વાસ્તવમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, રાજ્યમાં હજુ થોડા સમય સુધી ગરમીનો અનુભવ થઈ શકે છે. જોકે આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે નવરાત્રી દરમિયાન હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે.

મધ્ય ગુજરાતમાં તાપમાન 39 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા

અંબાલાલ પટેલની આગાહી મુજબ, મધ્ય ગુજરાતમાં તાપમાન 38થી 39 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. બીજી તરફ, જૂનાગઢ, ભાવનગર અને અમરેલી સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ગરમીનો પ્રભાવ જોવા મળી શકે છે. તેથી નવરાત્રી દરમિયાન ખેલૈયાઓએ ગરમીથી બચવા માટે પૂરતું પાણી પીવા અને જરૂરી સાવચેતી રાખવાની જરૂર રહેશે.

નવરાત્રી દરમિયાન વરસાદની શક્યતા

આગાહી પ્રમાણે, 17થી 22 ઑક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, અરબી સમુદ્રમાંથી આવતા ભેજના કારણે 21 ઑક્ટોબર પછી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા ઊભી થઈ શકે છે.

આ પણ વાંચો : નાયબ મામલતદાર સહિત 2 લોકોના મોત, ડાંગના આહવા-વઘઈ રોડ પર કાર રેલિંગ તોડીને નદીમાં ખાબકી

દિવાળી પહેલાં પણ વરસી શકે છે વરસાદ

અંબાલાલની આગાહી પ્રમાણે, ઑક્ટોબર મહિનાના અંતિમ દિવસોમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. એટલે કે દિવાળી પહેલાં પણ વરસાદી માહોલ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, વરસાદ ક્યાં અને કેટલો પડશે તે અંગેની સ્થિતિ આગામી દિવસોમાં વધુ સ્પષ્ટ થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ambalal Patel Weather Forecast Gujarat Weather Forecast

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ