ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / "મારો હિસાબ અલ્લાહ કરશે, તમે કોણ?": લિપલોક સીન પર વિવાદ વધતા એજાઝ ખાને ટ્રોલર્સને આપ્યો જવાબ

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / "મારો હિસાબ અલ્લાહ કરશે, તમે કોણ?": લિપલોક સીન પર વિવાદ વધતા એજાઝ ખાને ટ્રોલર્સને આપ્યો જવાબ

Last Updated: 09:13 PM, 12 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

એજાઝ ખાનના નવા સોન્ગના કિસિંગ સીન પર ઉઠેલી ચર્ચા અને તેના જવાબે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. આ એક્ટરની આ સ્પષ્ટ વાતોએ હેટર્સને પણ જવાબ આપી દીધો છે.

1/5

photoStories-logo

1. એજાઝ ખાન

એક્ટર એજાઝ ખાનનું નવું સોન્ગ ‘ઓ યારા’ તાજેતરમાં રિલીઝ થયું છે. આ સોન્ગમાં તે વિદેશી એક્ટ્રેસ સાથે રોમાન્સ કરતા દેખાયા છે અને તેમાં લિપલોક સીન પણ સામેલ છે. આ કિસિંગ સીનને ઘણા યુઝર્સે અશ્લીલ અને વલ્ગર માન્યું છે. મુસ્લિમ હોવા છતાં આવા સીન કરવા પર લોકો ભડક્યા છે અને તેમને ધર્મનો પાઠ ભણાવવા લાગ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ટ્રોલિંગ

સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ શરૂ થયું છે. જેમાં અમુકે લખ્યું કે હવે તમને ધર્મ યાદ નથી આવ્યો, તો કોઈએ તેને દોગલપણું ગણાવ્યું. આ ટીકાઓ પર એજાઝે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આમિર ખાન, શાહરૂખ ખાન, ઇમરાન હાશ્મી કિસ કરી શકે છે, અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર પણ કરી શકે છે, તો એજાઝ ખાન કેમ નહીં કરી શકે?

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. "માત્ર કિસ દેખાઈ"

તેને વધુમાં કહ્યું કે મને ટ્રોલ કરનારા તે જ લોકો છે જે રાત્રે ઘરે બેસીને પોર્ન જુએ છે. ઇન્ટરનેટ પર બ્લૂ ફિલ્મોની એટલી વેચાણ થાય છે તે જ લોકો છે. તેમને મારી મહેનત દેખાઈ નહીં, માત્ર કિસ દેખાઈ. આ સોન્ગમાં મેં ખૂબ મહેનત કરી છે, મારો લુક, સ્ટાઇલ અને ડ્રેસિંગ સેન્સ જુઓ, વર્ષોથી તેને જાળવી રાખ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ટ્રોલિંગથી મને કોઈ ફરક પડતો નથી

એજાઝે કહ્યું કે લોકો મને રોકવા માગે છે પણ હું એકલા પહોંચીને બતાવીશ. ટ્રોલિંગથી મને કોઈ ફરક પડતો નથી, તે ગરીબ લોકો છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમે અલ્લાહની દુહાઈ આપો છો, ઇસ્લામમાં આ વસ્તુઓ જાયઝ નથી, તો તમે કિસ કેવી રીતે કરી શકો? તો એજાઝે જવાબ આપ્યો કે જો એમ હોય તો કોઈ મુસ્લિમને ઇન્સ્ટાગ્રામ પર ન હોવું જોઈએ. તમે કોણ છો મારો હિસાબ કરનારા? મારો હિસાબ અલ્લાહ કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. બિગ બોસ 7થી પ્રસિદ્ધિ

તેને વધુમાં કહ્યું કે તને શું ખબર હું કેટલી નમાઝ વાંચું છું. મેં ઇસ્લામ માટે જેલ પણ કાપી છે. ઇસ્લામનું નામ મોહબ્બત અને ફ્રીડમ છે. મને કોઈ ઇસ્લામ શું છે તે સમજાવે નહીં. એજાઝ ખાનને પ્રસિદ્ધિ બિગ બોસ 7થી મળી હતી. જેમાં તે સેકન્ડ રનર-અપ રહ્યો હતો. ત્યારબાદ તેને અનેક ફિલ્મો અને શોમાં કામ કર્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ajaz Khan kissing scene controversy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ